અત્યારે લોકો પોતાનું કામ એક જ જગ્યા પર બેસીને કરતાં હોય છે તેથી તેમને ખાલી ચડવી તે નોર્મલ વાત છે. ઘણા લોકો લાંબા સમય માટે એક જ સ્તિથિમાં બેસી રહેતા હોય છે અથવા સૂતા હોય છે ત્યારે પણ ખાલી ચડવાની સમાન્ય તકલીફ થાય છે પણ આ તકલીફ થાય છે ત્યારે થોડીવાર માટે આપણે હાથ કે પગ ના હોય તેવો અનુભવ થવા લાગે છે ખાલી ચડવાથી શરીરમાં કમજોરી થાય તેવું લાગવા લાગે છે. પણ તે થોડીવાર માટે જ હોય છે થોડા હાથ કે પગ સીદા કરીને બેસીએ એટલે બધી જ ખાલી ઉતરી જાય છે અને હાથ, પગ નોર્મલ થઈ જાય છે.
ખાલી ચડવાનું મુખ્ય કારણ શું છે તે ખબર છે તમને? તો જાણીલો કે હાથ, પગ એક જ રોતે સ્થિર રહે છે અથવા તેના પર વધારે સમય દબાણ આવે છે ત્યારે હાથ, પગની નસો દબાવા લાગે છે તેના કારણે તેમને જોતાં પ્રમાણમા હવા એટલે કે, ઑક્સીજન નથી મળી શકતું, તે કારણે હાથ, પગમાં ખાલી ચડવાનું વધારે થાય છે. વધારે સમય આ નસો દબાયેલી રહે છે તેના કારણે ક્યારે આપણે હાથ કે પગ ઊચા પણ નથી કરી શકતા.
આ હતી નોર્મલી ખાલી ચડવાની વાત, પણ જ્યારે બંને હાથોમાં અથવા કે બંને પગમાં એક સાથે ખાલી ચડવાનું વારંવાર થવા લાગે તો તેનું કારણ નસોનું દાબવું નથી હોતું પણ તેનું કારણ તમારા શરીરમાં ઘટતું વિટામિન હોય છે. તે વિટામિનનું નામ છે B-12 હા દોસ્તો આ વિટામિનના ઘટવાથી હાથ, પગમાં વારંવાર ખાલી ચડવાનું ચાલુ રહે છે. વધારે B-12 નું ઘટવું મોટી બીમારીને આમંત્રણ આપે છે.
B-12 ઘટવાથી થોડું કામ કરવાથી પણ થાક અનુભવો છો અથવા વધારે સમય માટે કોઈ કામ પણ નથી કરી શકતા. આ B-12ની વધારે કમીના કારણે લોહીની કમી પણ થવા લાગે છે જેને આપણે એનીમિયા રોગના નામથી ઓળખીએ છીએ. B-12ની કમી થાય છે અને આપણે દારૂ કે સીગરેટનું સેવન કરતાં રહીએ છીએ તો શરીરમાં ખાલી ચડવાની સમસ્યા વધારે થાય છે. આયુર્વેદમાં ખાલી ચડવાની સમસ્યા માટે થોડા ઉપાયો કહેવામા આવેલા છે. આ ઉપાયો કેવીરીતે કરવા તેને ધ્યાનથી સમજીને ઉપયોગ કરવો. ચાલો હવે જોઈએ આયુર્વેદિક ઉપાયો.
1 સૌથી પહેલો ઉપાય છે. વારંવાર ખાલી ચડવાની સમસ્યા થતી હોય તેમને હુફાળું ગરમ પાણી કરી તેની અંદર 10 થી 15 મિનિટ પગ રાખી બેસવું જોઈએ. 2 બીજો ઉપાય છે લોહીની ગતિ અને બધી જગ્યાએ સરખી રીતે પહોચી શકે તેની માટે એક ગ્લાસ દૂધમાં એક ચમચી હળદર અને એક ચમચી મધ મિક્સ કરીને રોજે રાત્રે સૂતા સમયે પી લેવું જોઈએ. 3 ત્રીજો ઉપાય છે, એક ચમચી તજનો ભુક્કો કરી તેની અંદર એક ચમચી મધ મેળવી તેને ખાઈ જવું આ કાર્ય કરવાથી પણ વારંવાર ખાલી ચડવાનું બંધ થઈ જાય છે.
4 ચોથો ઉપાય છે, હુફાળું ગરમ પાણી લઈને તેનો રોજે શેક કરવો જોઈએ તેનાથી ખાલી ચડવાનું ઓછું થઈ જશે. 5 ઉપાય છે, કેળાં, કાજુ, પાલક, શીંગ, લીલા શાકભાજી જેવી વસ્તુ વધારે ખાવી જોઈએ તેનાથી મેગ્નેશિયમ શરીરમાં વધારે મળે છે. 6 છઠ્ઠો ઉપાય છે, રાયનું તેલ 3 ચમચી અને તેની અંદર એક કપૂરની ગોળી મિક્સ કરી તેને ગરમ કરવું, જ્યારે કપૂરની ગોળી તલમાં મિક્સ થઈ જાય પછી તેને જે જગ્યાએ ખાલી ચડેલી રહે છે ત્યાં માલિશ કરવી તેનાથી ખાલી ચડવાનું બંધ થવા લાગશે.
7 સાતમું ઉપાય છે, કસરત એટલેકે, દિવસ કે રાત દરમિયાન રોજે 30 મિનિટ સુધી ચાલવું જોઈએ તેનાથી લોહી શરીરમાં બધીજ જગ્યાએ સરખી રીતે પહોચી શકે અને નસોનું દબાણ ખુલવા લાગે છે. આટલા આયુર્વેદિક ઉપાયોનો પ્રયોગ કરવાથી પણ ખાલી ચડવાનું બંધ ના થાય તો જ ડોકટર પાસે જવું નહિતો દવા વગર પણ સારું કરવાનો પ્રયત્ન કરવો જોઈએ. વારંવાર દવા લેવાથી શરીર કમજોર થવા લાગે છે અને આગળ જતાં દવા વગર તમારું શરીર ક્યારે સારું થશે નહીં તે માટે પહેલા થોડા ઘરેલુ ઈલાજ ઉપયોગમાં લેવા જોઈએ.
આ ઉપાયો ઉપરાંત પણ જો તમને ખાલી ચડવાનું શરુ રહે તો આપ જરૂર ડોક્ટરની મદદ લઈને આગળના ટેસ્ટ કરાવી શકો છો, કારણ કે કદાચ તમારા શરીરમાં અન્ય કોઈ પરેશાની પણ હોઈ શકે છે. જેનું નિદાન કરાવવું બહુ જરૂરી છે. માટે ભૂલ્યા વગર આ પ્રોસેસ કરવી.
તેમજ બીજી એક વાત કે, ઉપરના કોઈ એક ઉપાયનું પાલન કરતા હોય તો બીજા ઉપાયનું પાલન એકસાથે ના કરવું. કેમ કે, તેમ કરવાથી આપની સમસ્યા જલ્દી સ્લોવ નહિ થાય. માટે એક ઉપાય સાથે થોડો સમય વળગેલા રહો. ત્યાર બાદ જો આપને પરિણામ ના મળે તો બીજા ઉપાય પર આપ જઈ શકો છો. ઉપરોક્ત તમામ માહિતી ઈન્ટરનેટની મદદ લઈને લખી છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.