💁♀️ આજે અમે આ આર્ટીકલમાં બધાને ભાવતી વસ્તુ વિશે જણાવીશું. જે તમે નાસ્તામાં ઉપયોગ કરતાં હોય, મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પૌંઆની. આ વસ્તુ બધાને ભાવતી હોય છે. લોકો પોત-પોતાની અલગ અલગ રીતથી બનાવતા હોય છે. એવામાં તમે ઈંદોરી પૌંઆનું તો નામ સાંભળીયું જ હશે. જે ખાવામાં સોફ્ટ અને ટેસ્ટી હોય છે.
💁♀️ બધા લોકો પોતાના ઘરે પૌંઆ સોફ્ટ બને એવો આગ્રહ રાખતા હોય છે. પરંતુ અમુક વાર એવું થતું હોય કે પૌંઆ બનાવતી વખતે અમુક વસ્તુની ભૂલ ને લઈને પૌંઆનો સ્વાદ બગડી જતો હોય છે. જેથી આજે જાણીશું પૌંઆ બનાવતી વખતે કઈ-કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું.
💁♀️ ઈંદોરી પૌંઆ બનાવવાની રીત :
💁♀️ સામગ્રી – જાડા પૌઆ – 250 ગ્રામ, લીલા વટાણા અડધો કપ, ડુંગળી ઝીણી સમારેલી – 1/2 કપ, બે ચમચી તેલ, રાઈ – 1/2 ચમચી, જીરું – 1/2 ચમચી, હિંગ – 1 ચપટી મીઠું – સ્વાદાનુસાર, હળદર – 1/2 ચમચી, સમારેલા મરચા – 4, લીંબુનો રસ – 2 ચમચી, ખાંડ – દોઢ ચમચી અને સમારેલ કોથમીર – દોઢ ચમચી.
💁♀️ બનાવવાની રીત – પૌઆને એક ચારણીમાં ધોઈ લેવા, જો ઇન્દોરનાં પૌઆ હોય તો ધોઈને ૧૫-૨૦ મિનિટ રાખી મુકો ત્યારબાદ બનાવો. એક વાસણમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાખવી. રાઈ તતડે એટલે જીરું અને હિંગ નાખવા, પછી તેમાં સમારેલ ડુંગળી નાખી એકાદ મિનીટ સાંતળી લેવી. બાદમાં વટાણા ઉમેરી મીઠું અને હળદર નાખવા પછી ધોયેલ પૌઆ અને સમરેલા મરચા નાખવા.
💁♀️ જરૂર પડે તો મીઠું, લીંબુનો રસ અને ખાંડ નાખીબધું સારી રીતે મિક્સ કરવું. એકાદ મિનીટ ધીમા તાપે પકાવી, સમારેલ કોથમીર નાખી હલાવીને ગેસ બંધ કરવો. સમારેલ કોથમીર રતલામી સેવ અને તીખી બુદી વડે સજાવવા. બીજીરીતે સજાવવા માટે દાડમના દાણા અને લીંબુની ફાડ પણ મૂકી શકાય.
💁♀️ પૌંઆ બનાવતી વખતે આ બાબતનું ધ્યાન રાખવું :-
💁♀️ ઘણી વાર એવું થતું હોય કે અમુક સ્ત્રીઓ પૌંઆ બનાવતા પહેલા પૌંઆને વારં-વાર પાણીથી ધોતી હોય છે અને વધુ સમય સુધી પાણીમાં રાખી મૂકે છે. આવું કરવાથી પૌંઆ સરખા બફાતા નથી અને અમુક વાર કાચા પણ રહી જતાં હોય છે. જેથી પૌંઆને માત્ર 2 વાર ધોવા અને તેમાંથી બધુ પાણી કાઢી ન લેવું, આવું કરવાથી પૌંઆનો ટેસ્ટ બરકરાર રહેશે.
💁♀️ ઘણા લોકોને પૌંઆ બનાવતી વખતે પૌંઆ વાસણ પર ચોંટી જતાં હોય છે. આ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે પૌંઆ બનાવટી વખતે ગેસનો તાપ હંમેશા ધીમો રાખવો. જેથી પૌંઆ વાસણમાં ચોંટી ન જાય. ગેસ ફૂલ રાખવાથી તમારા પૌંઆનો સ્વાદ ખરાબ થઈ જાય છે અને ઘણી વાર પૌંઆ બળી જતાં હોય છે.
💁♀️ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પૌંઆને રાંધતા સમયે તેને કેટલી વાર તમે ગેસ પર રાખો છો એ વાતનું ધ્યાન રાખવું. વધુ વાર ગેસ પર રાખવાથી પૌંઆ કડક થઈ શકે છે. જો આવું થાય તો તેનો એક ઉપાય છે. કે પૌંઆમાં 3 ચમચી પાણી નાખીને ચડવા દેવા આવું કરવાથી પૌંઆ કડક રહેતા નથી.
💁♀️ પૌંઆમાં જો લીંબુ ઉમેરવામાં આવે તો તેનો સ્વાદ એકદમ જોરદાર થઈ જાય છે તેના વગર આપણને પૌંઆ ભાવતા પણ નથી. પરંતુ ધ્યાન રાખવું કે પૌંઆ જ્યારે બનતા હોય ત્યારે લીંબુ ન નાખવું, આવું કરવાથી પૌંઆનો સ્વાદ કડવો થઈ જાય છે. જેથી પૌંઆ જ્યારે તમે ડીશમાં લ્યો ત્યારે જ તેમાં લીંબુ નાખવું .
💁♀️ જ્યારે તમે પૌંઆ બજારમાંથી ખરીદીને આવો છો. તો ખાસ ધ્યાન રાખવું કે તે કેવા પ્રકારના પૌંઆ છે. તેના પેકેટમાં દર્શાવ્યું હોય તે સૂચના એક વાર જરૂર વાંચવી અને પછી જ પૌંઆ બનાવવા. પૌંઆ બનાવતી વખતે ધ્યાન રાખવું કે પૌંઆ ઝડપથી હલાવવા નહીં કારણ કે, તેનાથી પૌંઆ તૂટીને ભૂકો થઈ શકે છે.
💁♀️ હવે જ્યારે પૌંઆ તૈયાર થઈ જાય તો તેને 5-10 મિનિટ ઢાંકીને રાખવા. ઉપરાંત પૌંઆમાં વધારે તેલનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ. જે સ્વાદને બગાડી નાખે છે. તમે જો પૌંઆમાં ટામેટાં નાખો છો તો તેના લીધે ખટાશ આવે છે જો તમે ટામેટાંનો ઉપયોગ કરો તો વધુ વાર પૌંઆને ચડવા દેવા નહિતર ટામેટાં કાચા રહી શકે છે.
💁♀️ આ બધી ટિપ્સનો ઉપયોગ પૌંઆ બનાવતી વખતે કરવાથી તમારા પૌંઆનો સ્વાદ એકદમ લાજવાબ થઈ જશે. તમારા હાથે પૌંઆ બગડશે પણ નહીં. ઉપરાંત ધ્યાન રાખવું કે બજારમાં મળતા છૂટક પૌંઆ ભેળસેળ વાળા હોય શકે છે. જેથી હંમેશા પૌંઆ કંપનીના પેક્ટ વાળા જ ખરીદવા.
જો આ ઈંદોરી પૌંઆ બનાવવાની રેસીપી વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.