આપણે કોઈપણ પ્રસંગમાં જઈએ ત્યાં જમ્યા પછી મુખવાસ રાખતા હોય છે. કોઈ જગ્યા પર મુખવાસ ન હોય તો જમણ જાણે અધૂરું લાગતું હોય છે. કોઈપણ જમણવારમાં મુખવાસનું પણ એક અલગ સ્થાન હોય છે. મોટાભાગના લોકોને ઘરે જાત-જાતના મુખવાસ રાખવાની અને ખાવાની ટેવ હોય છે. કેટલાક લોકો બહારથી મુખવાસ લાવતા હોય છે.
તો કેટલાક લોકો ઘરે બનાવતા હોય છે. આપણે આ વસ્તુને શોખથી લઈએ છીએ, પરંતુ હકીકતમાં તેના અદ્દભૂત ફાયદા છે. જમ્યા પછી આપણે મોટાભાગે ધાણાદાળ, તલ, શેકેલી વરિયાળી, કાચી વરિયાળી, અળસી, અજમો શેકેલો, પાચન આમળા, ગળ્યા આમલા, ગોટલી વગેરે જેવા મુખવાસ ખાતા હોઈએ છીએ. જે મોંને ફ્રેશ અને મનને તાજગી આપવાનું કામ કરે છે.
તો આજે તેના ફાયદા વિશે જોઈશું. જેનાથી શરીરમાં કબજિયાત, અપચો, ગેસ જેવી કોઈપણ જાતની તકલીફ રહેતી નથી. તેના માટે આટલી સામગ્રી ઘરે લાવવાની રહેશે.
સામગ્રી- 100 ગ્રામ સફેદ તલ, 50 ગ્રામ કાળા તલ, 50 ગ્રામ વરિયાળી, 25 ગ્રામ અળસી, 10 ગ્રામ અજમો, 10 ગ્રામ સુવાના દાણા (ભાવતા હોય તો), 70 ગ્રામ ધાણાદાળ, અડધો કપ છીણેલાં આમળાં, હળદર પાઉડર, જરૂર પ્રમાણે મીઠું અને થોડું પાણી.
બનાવવાની રીત- એક બાઉલમાં સફેદ તલ લેવા તેમાં 1 ચમચી હળદર, થોડું મીઠું અને 2 ચમચી જેટલું પાણી રેડી આટલી વસ્તુ બરાબર મિક્સ કરવી. ફરી એક બાઉલ લો તેમાં કાળા તલ, મીઠું અને થોડું પાણી રેડી સારી રીતે મિક્સ કરી લો. 1/4 ચમચી હળદરમાં વરિયાળીને જરૂર મુજબ મીઠું નાખી, થોડું પાણી રેડી મિક્સ કરો.
એ જ રીતે અળસીના દાણા લો તેમાં થોડું મીઠું નાખો. હવે આમાં પાણીની જગ્યા પર લીંબુનો રસ મિક્સ કરવાનો છે. 1 ચમચી જેટલો લીંબુનો રસ ઉમેરવો.
એક બાઉલમાં અજમો અને સવા મિક્સ કરો તેમાં અડધી ચમચી જેટલું મીઠું, અને તેનાથી ઓછી હળદર પાણી રેડી મિક્સ કરવી. ધ્યાન રહે આ બધી વસ્તુમાં મીઠું હોવાથી વધારે પડતું ખારું ન થઈ જાય. હવે આ બધી વસ્તુને પંખા નીચે 30થી 35 મિનિટ સુધી સૂકવવા દો.
એક કડાઈમાં સફેદ તલ શેકો 3-4 મિનિટ સુધી શેકવાના રહેશે. જેથી કડક થઈ જાય, પછી આજ રીતે કાળા તલને પણ ધીમા તાપે શેકવા. બંને વસ્તુને સાથે ન શેકવી. એક શેકાય જાય પછી તેને પ્લેટમાં કાઢી બીજી વસ્તુ શેકવાની રહેશે. પછી વરિયાળી, અળસી, સુવા, ધાણા દાળ, અજમો બધી સામગ્રી ધીમા તાપે શેકી લેવી. ધ્યાન રહે સતત હલાવતા રહેવાનું છે.
બધી વસ્તુ બરાબર શેકાય જાય પછી તેને એક બાઉલમાં મિક્સ કરી લેવાની છે. બાઉલમાં કાઢી ચારણી વડે ચાળી લેવી જેથી વધારાની હળદર અને મીઠું નીકળી જશે. મુખવાસનો ટેસ્ટ તમને પસંદ હોય તે રીતે થઈ જશે. આ બધી સામગ્રીમાં છેલ્લે તમે આમળાનું છીણ મિક્સ કરી લો. જેનાથી તમારી પાચનશક્તિ મજબૂત બનશે. હવે આ મુખવાસને એક એર ટાઈટ કન્ટેનરમાં ભરી લો. માપમાં તમારી રીતે વધારો-ઘટાડો કરી શકો છો.
આ મુખવાસના ફાયદા- કાળા તલ રોગ પ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. તે સિવાય પોષક તત્વો ભરપૂર હોય છે. ફાઈબર વધારે હોવાથી પાચનક્રિયા અને વાળની સાથે સ્કીન પણ સારી બનાવે છે. સફેદ તલ તમારી પાચનશક્તિમાં વધારો કરે છે. સાથે બ્લડ પ્રેશર અને હાડકાના દુખાવામાં રાહત આપે છે. વરિયાળી મોંમાંથી આવતી દુર્ગંધ દૂર કરે છે. લોહી શુદ્ધ બનાવે છે.
અળસીમાં ઓમેગા-3 અને ફેટી એસિડ સારા પ્રમાણમાં હોય છે. તેમાં ફાઈબરની માત્રા પણ સારી હોય છે. આમળામાં વિટામિન-સી ભરપૂર પ્રમાણમાં હોય છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. અને શિયાળામાં તમારા પાચનક્રિયાને ઝડપી બનાવવાનું કામ કરે છે.આ રીતે નિયમિત જમ્યા પછી તમારે એક ચમચી મુખવાસ ખાવો. જેથી શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે.
જો મુખવાસ બનવાની રીત વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.