બટાકા એવી વસ્તુ છે જેમાંથી મોટાભાગની વાનગી બનતી હોય છે. અને તેમાં પણ આલુપરોઠા તો મોટાભાગે બધાના ફેવરિટ હોય છે. નાના બાળકોને લંચબોક્સમાં ભરી આપો તો મજા પડી જતી હોય છે. ઘરડાને પણ આ વાનગી વધારે ભાવતી હોય છે. કેમ કે તેમાં દાંત ન હોય તો પણ ખાઈ શકાય છે.
પણ આપણે જ્યારે આલુપરોઠા બનાવીએ છીએ ત્યારે ઘણી વખત વણવામાં તકલીફ પડતી હોય છે. તેમાંથી મસાલો બહાર આવી જતો હોય છે. અથવા શેકીએ ત્યારે ફાટી જવાના કારણે મસાલો બહાર નીકળી જાય છે. અને જમવાની મજા આવતી હોતી નથી. તો ચાલો આજે તમને આલુપરોઠા કેવી રીતે બનાવવા અને કેવી રીતે વણવા તેની ટિપ્સ જણાવીએ.
સામગ્રી- 👉બટાકા 6થી 7 નંગ, 👉અડધી ચમચી ગરમ મસાલો, 👉એક ચમચી લાલ મરચુ પાઉડર, 👉બેથી ત્રણ ચમચી કોથમીર, 👉આદુ-મરચાંની પેસ્ટ, 👉પાણી જરૂર મુજબ, 👉મીઠું સ્વાદનુસાર, 👉હળદર અડધી ચમચી, 👉ચપટી હિંગ, 👉લીંબુનો રસ, અથવા 👉આમચૂર પાઉડર તેના બદલે લઈ શકો છો. 👉તેલ જરૂર મુજબ, 👉ઘઉંનો લોટ 3 કપ, 👉અડધી ચમચી તલ.
આલુ પરોઠા કેવી રીતે બનાવશો 1️⃣-બટાકાને બાફી નાખવા, બફાય જાય પછી ઠંડા પડે એટલે છાલ ઉતારી મેશ કરી નાખવા. 2️⃣-હવે એક વાસણમાં ઘઉંનો લોટ લેવો. તેમાં બાફેલા બટાકાનો માવો નાખો. બધા મસાલા પણ મિક્સ કરી દેવા.
3️⃣-તેમાં આદુ-મરચાંની પેસ્ટ, લીંબુ, મીઠું, હળદર, ગરમ મસાલો, લાલ મરચું પાઉડર, કોથમીર, વરિયાળી(ઓપ્શન), તલ પસંદ હોય તો નાખી શકો છો.4️⃣-આ રીતે બધી સામગ્રી ભેગી કરો તે પહેલા બે ચમચી જેટલું તેલ એડ કરી. લોટ બાંધવાનું શરૂ કરો. પાણી તેમાં પહેલાથી રેડવું નહીં કેમ કે બટાકામાં પાણી પહેલાથી હોય છે.
5️⃣-પહેલા પાણી વગર લોટ બાંધવો જોઈએ. જરૂર હોય તો જ પાણીનો ઉપયોગ કરવો જોઈએ. જોકે લોટ પાણી વગર બંધાય જશે. 6️⃣– સામાન્ય રીતે પાણી વગર લોટ ન બંધાય તો કોઈ વાર થોડું પાણી લઈ લોટ બાંધવો, પણ યાદ રહે કે લોટ કડક ન બાંધવો. પરોઠા માટે જે રીતે લોટ બાંધવામાં આવે છે તે રીતે જ બાંધવો.
7️⃣-થોડી વાર માટે લોટ ઢાંકીને મૂકી રાખવો જેથી બરાબર સેટ થઈ જાય. 15 મિનિટ પછી જોશો તો લોટ એક દમ તૈયાર થઈ ગયો હશે આલુપરોઠા માટે.8️⃣-હવે એક વાર આલુપરોઠા વણવાના શરૂ કરો તે પહેલા લોટને એકવાર તેલ નાખી બરાબર મસળી લેવો જોઈએ. તેને થોડી વાર ટીપી પણ શકો. પરંતુ હાથ વડે.
9️⃣-લોટને ટિપ્યા પછી તેનો એક લૂઓ તૈયાર કરો અને સાઇડમાં થોડો ઘઉંનો કોરો લોટ લેવો. જે લૂઓ તૈયાર કર્યો છે તેની ઉપર થોડો કોરો લોટ લેવો. 1️⃣0️⃣-તમે પરોઠાને ગોળાકાર શેપ અથવા ત્રિકોણ આકાર શેપમાં વણી શકો છો.
1️⃣1️⃣-જોયું પરોઠા આસાનીથી વણવાના શરૂ થઈ ગયા છે. તેને શેકવા માટે નોન સ્ટીક ગેસ પર મૂકો. 1️⃣2️⃣-નોન સ્ટીક બરાબર ગરમ થાય એટલે પરોઠો શેકાવા માટે નાખો. પરોઠું એક બાજુની સાઈડ પર બ્રાઉન કલરનું થાય એટલે બીજી સાઈડ ચડવો.
1️⃣3️⃣-તેની ઉપર તેલ રેડો અને પરોઠાની સાઈડ બદલી નાખો. પછી જે સાઈડ ઉપર આવી હોય તેની ઉપર તેલ રેડો. બંને બાજુ તેલ લગાવી બરોબર શેકાવા દો. 1️⃣4️⃣-પરોઠાને નીચે સર્વિંગ પ્લેટમાં કાઢી લો. આ રીતે બધા પરોઠા ધીમેધીમે રેડી કરો.
1️⃣5️⃣-આ પરોઠાને તમે રાયતા, દહીં, લીલી ચટણી, સોસ સાથે ખાઈ શકો છો. આલુ પરોઠા એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગશે. 1️⃣6️⃣આલુપરોઠા હેવી બ્રેક ફાસ્ટ તરીકે કોઈ ગેસ્ટ આવ્યું હોય ત્યારે બનાવી શકો છો. ઓછી મહેનતે ફટાફટ તૈયાર થઈ જશે. અને મહેમાન પણ ખુશખુશ થશે. ટૂર પર જવાનું હોય ત્યારે સવારમાં નાસ્તો બનાવી સાથે લઈ અથવા ખાઈને પણ જઈ શકો છો.
તમને આ રેસીપી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good Tips” જરૂર લખજો. આવી બીજી રેસીપી જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.