રવિવારના દિવસે દરેકને રજા હોવાથી સાંજના સમયે કેટલાક લોકો બહાર ફરવા જતા હોય છે, કોઈ વાર ગેસ્ટ આવતા હોય, ફ્રેન્ડ્સની પાર્ટીઓ પણ થતી હોય છે. કેમ કે જોબ કરતા લોકો માટે રવિવારનો દિવસ જ એક એવો હોય છે, જેમાં તેમને હરવા ફરવા કે ફેમિલી માટે સમય મળતો હોય છે.
આવી રીતે રજાના દિવસે મહેમાન આવવાના હોય અને તમને શું બનાવો તેવો પ્રશ્ન થતો હોય તો આજે તમને મગ અને મઠમાંથી બનતી એક વાનગી બનાવતા શીખવીશું જેનું નામ છે, મિસળપાઉં. કેટલાક લોકો આ વાનગી બટાકા અને વટાણાની પણ બનાવતા હશે. તેની પણ બનતી હોય છે. પરંતુ આ મહારાષ્ટ્રીયન વાનગી આપણે મગ અને મઠમાંથી બનાવીશું.
તેના માટે જોઈશે આ રેસિપી– 🔶મગ એક કપ, 🔶મઠ એક કપ, આ બંને વસ્તુ ફણગાવેલી,🔶ડુંગળી 3 નંગ, 🔶ટામેટા 3 નંગ, 🔶મીઠો લીમડો, 🔶લસણ, 🔶આમલી થોડી, 🔶ખજૂર 8-9 પેશી, 🔶ફુદિનો, લીલા મરચાં, 🔶લાલ મરચું, 🔶ધાણાજીરું, 🔶હળદર, 🔶ગરમ મસાલો (જો તે ન હોય તો રગડા માટેનો તૈયાર બજારમાં મળતો મસાલો નાખી શકો), 🔶મીઠું, 🔶થોડો ગોળ ગળપણ માટે, 🔶લીંબુ, 🔶રાઈ, 🔶તેલ, 🔶કોથમીર, 🔶ચવાણું, 🔶ઝીણી સેવ, 🔶કાચી ડુંગળી ગાર્નિંશિગ માટે જોઈએ તેટલી સમારવી.
બનાવવા માટેની રીત- સૌથી પહેલા તો આગલા દિવસે તમારે મગ અને મઠ માપ પ્રમાણે ફણગાવવાના રહેશે. ત્યાર બાદ જ આ વાનગી બની શકે છે. અથવા આજકાલ શાકભાજી વાળા લોકો પાસે પણ તૈયાર મગ અને મઠ ફણગાવેલા તૈયાર મળે જ છે. (તે પણ જાણે છે કે, આપણે બધુ જટપટ જોઈએ છે.)
1️⃣ હવે રગડો તૈયાર કરવા માટે 2 ચમચી તેલ ગરમ થવા કઢાઈમાં મૂકો એ પહેલા થોડા લસણ-ડુંગળી-ટામેટાં ક્રશ કરીને રાખવા. 2️⃣ પછી જેવું તેલ ગરમ થાય રાઈ નાખવી. રાઈ તતડે એટલે તેમાં હિંગ નાખવી, કડી પત્તા નાખવા, પછી તેમાં લસણ-ડુંગળી-ટામેટાં નાખી થોડી વાર સાંતળવા.
3️⃣ તે બરાબર સંતળાઈ જાય એટલે તેમાં મગ અને મઠ નાખી બધા મસાલા નાખવા. 4️⃣ લાલા મરચું, હળદર, ધાણાજીરું, મીઠું જરૂર મુજબ, થોડો ગોળ, લીંબુ અડધું નીચોવવું. બધા મસાલા થઈ જાય એટલે તેને થોડી વાર ઉકળવા દેવું.
5️⃣ પછી તેમાં ગરમ મસાલો એડ કરવો. ગરમ મસાલો નાખ્યા બાદ આ રગડાને 5-10 મિનિટ સુધી ઉકાળવું. 6️⃣ તેમાં થોડું પાણી રેડવું જેથી રગડો વધારે જાડો ન થઈ જાય કેમ કે જાડો રસો થઈ જશે તો ખાવાની મજા નહીં આવે. માટે બહુ જાડો અને બહુ પાતળો પણ નહીં તેવો રસો રાખવો. પછી તેને કોથમીર વડે ગાર્નિશ કરવું. ગરમા-ગરમ સર્વ કરવું.
👉 રગડો તૈયાર થયા બાદ આપણે ચટણી તૈયાર કરીશું.
🌿 લીલા મરચાં અને ફુદિના- કોથમીરની ચટણી- તીખા લીલા મરચા 3 નંગ, થોડો ફુદિનો અને તેમાં બે ચમચી જેટલી કોથમીર નાખવી. આ બધી વસ્તુને બરાબર સાફ કરી મિક્સરમાં ક્રશ કરવી. તે વખતે થોડું મીઠું નાખવું. ધ્યાન રહે કે વધારે ખારું ન થઈ જાય. ચટણી બરાબર ક્રશ થઈ જાય એટલે તેને એક બાઉલમાં કાઢી લેવી જોઇએ.
🌶️🧄 લસણ-લાલ મરચાંની ચટણી- તેના માટે એક નાની વાડકી જેટલું લસણ લેવું તેમાં લાલ મરચાં પાઉડર નાખવો. તેને પણ ફુદિના-મરચાંની જેમ મિક્સરમાં ક્રશ કરવી. ધ્યાન રહે વધારે તીખી ન થઈ જાય. પ્રમાણસર મરચું નાખવું. કેમ કે રગડામાં પણ લાલ મરચું હોય છે.
🥣 આમલી-ખજૂરની ચટણી- તેના માટે થોડી આમલી અને 8-9 નંગ જેટલી પેશી ખજૂરની લેવી. જો ગળપણ વધારે પસંદ હોય તો તે પ્રમાણે તમે ખજૂર નાખી શકો છો. આ બંને વસ્તુને કૂકરમાં નાખી બાફવા. બફાઈ જાય એટલે તેને ગ્રાઈન્ડર વડે ક્રશ કરી પછી ગાળી લેવી. તેમાં ગોળ-મરચું-મીઠું નાખવું. હવે તેને ગેસ પર ઉકળવા મૂકો. થોડી વાર પછી આ ચટણી થોડી જાડી થાય એટલે ગેસ બંધ કરી દેવો. ઠંડી થયા પછી જ તેનો ઉપયોગ કરવો.
🍞 આ રીતે તમે ત્રણ ચટણી સાથે મગ-મઠનો રગડો એડ કરો. આ રગડાને તમે પાઉં સાથે ખાઈ શકો છો. ભાજીપાઉંના પાઉંને તમે થોડા તેલમાં શેકી ગરમા-ગરમ ખાઈ શકો છો. જો તમને પાઉં પસંદ ન હોય તો બ્રાઉન અથવા મેંદાના બ્રેડ સાથે ખાઈ શકો છો.
🍲 ડિશમાં તમે રગડાની ઉપર તીખું-મીઠું ચવાણું નાખી ખાઈ શકો છો. અથવા ઝીણી સેવ વડે ગાર્નિશ કરીને પણ ખાઈ શકો છો. સાથે કાચી ઝીણી ડુંગળી ઉપર ભભરાવવી તેની ઉપર લીલા ધાણા નાખી પીસશી શકો છો. ઘરે આવતા મહેમાનને તમે ઓછી મહેનતમાં પેટ ભરીને ખાઈ શકે તેવી વાનગી જમાડશો.
તમને આ રેસીપી ગમી હોય તો, અમને પ્રોત્સાહન મળે એ માટે કોમેન્ટ માં “Good” જરૂર લખજો. આવી બીજા રાજ્યોની ફેમસ રેસીપી જાણવી હોય તો “More” લખો. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉GKgrips.com👈 પર ક્લિક કરો.