👁️ આપણા શરીરનો સૌથી મહત્વ પૂર્ણ પાર્ટ આંખ છે. આપણે આંખ વગરના જીવન માત્રની કલ્પનાથી પણ ચિંતા થઇ જાય છે. આપણા શરીરના આ મહત્વનું અંગથી જ આપણે સુંદર મજાની દુનિયાને જોઇ શકીએ છીએ તો આ આંખની સંભાળ આપણા માટે ખૂબ જ જરુરી છે.
👁️ આજે સૌ મોબાઇલ અને કમ્યુટરનો વિશેષ ઉપયોગ કરવા લાગ્યા છીએ અને તે આપણી આંખો માટે બિલકુલ બરાબર નથી. આપણી આંખોની પાસેથી આપણે જેવુ કામ લઇએ છીએ એ મુજબ તેની સંભાળ પણ જરુરી છે. જો તમારી આંખોની રોશની એકવાર ઓછી થઇ એટલે ધીમે-ધીમે આંખોને અનેક તકલીફો થવા લાગે છે. આજે આપણે આંખોની સંભાળ માટે શું કરવું જોઇએ તેની જ વાત કરવા જઇ રહ્યાં છીએ.
👁️ આંખોની રોશની માટે ફળો અને શાકભાજી જેવા કે લીલા પાંદડાવાળા તમામ શાક, કેળા, કિવી, અનાનસ, ગાજર, શક્કરીયા, સંતરા, મોસંબી વગેરે જેવા ફ્રૂટનું સેવન રોજ કરવુ. તે બધામાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામીન્સ સમાયેલા છે. જે આંખો માટે ખૂબ જ ફાયદા કારક છે. આ સિવાય દૂધ, મગફળી અને દૂધની તમામ બનાવટો આંખોની રોશની માટે ખૂબ જ લાભકારી છે.
👁️ આંખોને પૂરતા આરામની પણ જરુરત હોય છે આપણે તેની પાસેથી વધારે કામ લઇએ અને આરામ ના આપીએ તો આંખોની નીચે કાળા કુંડાળા પણ થઇ જાય છે. આપણી આંખોને ઓછામાં ઓછા 7-8 કલાકની ઊંઘ તો મળવી જ જોઇએ. આથી એક વાતનું ધ્યાન રાખવુ કે વહેલું સુવાનું અને વહેલુ જાગવાનું.
👉 આંખોની રોશની વધારવા માટે મેથી ખૂબ જ ફાયદા કારક છે. એક ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળી દો અને સવારે મેથીના દાણા કાઢી લઇને ખાલી પેટે આ વધેલા પાણીને પીઓ. આમ કરવાથી આંખો સતેજ બને છે.
👉 બંને પગના તળિયામાં સરસવના તેલથી માલિશ કરવાથી પણ આંખોને ઘણો ફાયદો થાય છે. આ દાણાનો પ્રયોગ ખૂબ જ કારગર સાબિત થશે.
👉 આંખોની રોશની વધારવા માટે કોથમીર એક બેસ્ટ ઉપાય છે. રોજીંદા શાકમાં તમે કોથમીરનો થોડો વધારે ઉપયોગ કરી શકો છો. કોથમીરની વિવિધ ચટણી બનાવીને પણ તમે તેનો ઉપયોગ વધારી શકો છો.
👉 આંખોની કેર કરવા માટે સૌથી પહેલા તો તમારે મોબાઇલથી થોડી દૂરી બનાવીને રાખવી ખૂબ જ જરુરી છે. બીજુ તમારે તમારા રોજિંદા ખોરાકમાં આંખોના માટે ફાયદા કારક ચીજોનો સમાવેશ કરવો જરુરી છે. તમારા ખાન-પાનમાં સુધારા કરવાથી પણ ઘણો ફાયદો થાય છે.
👉 ખોરાકમાં વિટામિન A અને વિટામિન C વાળી વસ્તુનો વિશેષ ઉપયોગ કરીને પોતાના ખોરાકને સંતુલિત બનાવીને આંખોની માવજત કરી શકીએ છીએ. સાથે આપણે કલાકો સુધી લેપટોપ પર કામ કરીએ છીએ. ત્યારે આપણી આંખોને થોડી કસરત અને આરામની પણ જરુરત હોય છે તો આંખોને પાંચ મિનિટ પટપટાવો જેનાથી ઘણો આરામ મળશે.
👉 તમને આંખોમાં વધારે નંબર હોય તો એક સરસ અને સરળ ઉપાય છે. તમારે દરરોજ સવાર અને સાંજ ખુલ્લા પગે લીલા ઘાસ પર ચાલવુ જોઇએ. આમ કરવાથી ઘણાને નંબર ઉતરી જાય છે અને આંખોની રોશનીમાં વધારો થાય છે. આ ઉપાય જો શિયાળાની ઋતુમાં કરવામાં આવે તો તેનુ પરિણામ ઘણું જ સારુ મળે છે.
👁️ આ બાબતોને ધ્યાનથી અનુસરવામાં આવે તો લાંબા સમય સુધી આંખો સ્વસ્થ્ય રહે છે. જો આંખોને નંબર છે તો આ પ્રોબ્લેમ પણ થોડા સમયમાં ઓછો થતો જણાશે. આંખો પહેલેથી જ તંદુરસ્ત છે તો આ બાબતોનું ધ્યાન રાખવાથી આંખને લગતી કોઇ સમસ્યા થતી જ નથી.
જો આંખની સમસ્યાઓ દૂર કરવાના ઈલાજ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.