🥗ખોરાક આપણા શરીરની ખૂબ જ મહત્વની જરૂરિયાત છે. તેના વગર આપણું શરીર ટકાવવું અશક્ય છે. તેના માટે આપણે યોગ્ય માત્રામાં અને યોગ્ય પોષક તત્વો વાળો ખોરાક લેવો ખૂબ જ જરૂરી છે. કે જેનાથી આપણા શરીરને જોઈતા પોષક તત્વો, વિટામીન્સ વગેરે મળી રહે. પરંતુ, જો આપણે લઈએ એ ખોરાક ઝેરનું કામ કરે તો ?
આવું બને કે ખોરાકમાં ઝેર જ આવી જાય તો આપણા શરીરને ખૂબ જ નુકશાન થઈ શકે છે. આમ જોઈએ તો આપણા શરીરને વાસી ખોરાક પણ ઘણું નુકશાન પહોંચાડે છે. તો આજના આ આર્ટિકલમાં આપણે જોવાનું છે કે જે વાસી ખોરાકને આપણે ફરી ગરમ કરીએ છીએ તે આપણા માટે ઝેર જ બની જાય છે.તો એ ખોરાક કયા છે.
🥗દોસ્તો, આજના સમયમાં લોકો ઘણા કારણો સર ખોરાકને ફ્રીજમાં સ્ટોર કરી રાખે છે. અને તે ખોરકને જ્યારે જરૂર હોય ત્યારે ગરમ કરીને ઉપયોગમાં લેતા હોય છે. પરંતુ, આપણે નથી જાણતા કે તે વાસી ખોરાક ખાવાથી આપણા તંદુરસ્ત શરીરને કેટલું નુકશાન પહોંચે છે. ડૉક્ટર્સના અભિપ્રાય મુજબ અમુક ખોરાક એવા છે કે જેને ફરી ગરમ કરવામાં આવે તો તેમા રહેલા તમામ પોષક તત્વો નાશ પામે છે અને તે એક ઝેર સમાન બની જાય છે તો ચાલો જાણીએ કે એ ખોરાક કયા કયા છે, જેને ફરી ગરમ ના કરવા જોઈએ.
🥗સૌથી પહેલા આપણે વાત કરીએ તેલની જે તેલને તમે કોઈ ડીપ ફ્રાય ફરસણમાં ઉપયોગમા લીધું છે તે તેલને તમે ફરી-ફરી ગરમ કરીને તેનો ઉપયોગ કરતાં રહેશો તો તે તેલમાં બનેલી તમામ વસ્તુઓ તમારા માટે ઝેર સમાન છે. આ તેલને વરંવાર ગરમ કરવાથી તેમા રેડિકલ્સ ઉત્પન થાય છે, જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિ કરતાં છે. તો વપરાયેલ તેલથી શાક જેવી અન્ય ચીજ પણ ના બનાવવી.તેમાં બનાવવામાં આવેલો તમામ ખોરાક તમારા માટે ઝેર જ સમજજો.
🥗બીજું જોઈએ તે તે છે બટાટાનું શાક. આપણા સૌના ઘરોમાં આ શાક વિશેષ બનતું જ હોય છે કેમ કે આ શાકને આબલ વૃધ્ધ સૌ કોઈ પસંદ કરે છે પરંતુ આપણે નથી જાણતા કે આ શાકને જો ફરી ગરમ કરવામાં આવે તો તેમાં બોટયુલીઝમ નામક બેક્ટેરિયા ઉત્પન થાય છે જે આપણા શરીર માટે ઝેર સમાન જ છે.તેને તમે જેમ વધારે ગરમ કરશો તેમ તે વધારે ખરાબ થશે, તો તેને ગરમ કરવા કરતાં ઠંડુ જ વધારે સારું રહેશે.
🥗આપણે રેગ્યુલર જેને સલાડમાં ઉપયોગમાં લઈએ છીએ તે બીટ. દોસ્તો, આ બીટને જો કાચું જ ખાવામાં આવે તો તે ખૂબ જ ફાયદા કારક છે, તેમાં લોહતત્વ પ્રચુર માત્રામાં હોય છે. પરંતુ અમુક લોકો તેને શાક, હળવો જેવી અન્ય આઇટમ્સ બનાવીને પણ ઉપયોગ કરે છે.બિટમાં નાઇટ્રાઈડનું પ્રમાણ વિશેષ હોય છે તો આ વસ્તુને ઠંડી પડયા બાદ ફરી ગરમ પણ કરે છે ત્યારે તેમાં રહેલ નાઇટ્રાઈડ સંપૂર્ણ નાશ પામે છે. અને તેથી તે આપણી સેહદ માટે નુકશાન કારક સાબિત થાય છે. આથી બિટનું શાક કે હળવા જેવી વસ્તુ ક્યારેય ફરી ગરમ કરવી ના જોઈએ.
🥗આપણે ચિકન જેવા ખોરાકને એટલા માટે પસંદ કરીએ કે શરીરમાં પ્રોટીન મળી રહે પરંતુ આપણે નથી જાણતા કે આ ચિકનને ફરી ગરમ કરતાં તેના પ્રોટીન કમ્પોઝર ખતમ થઈ જાય છે, અને ત્યારબાદ આપણે તેને ખાઈએ તો તે પચવામાં ઘણી જ મુશ્કેલી ઊભી થાય છે. બરાબર ના પચવાના કારણે કબજિયાત જેવી તકલીફ પણ થઈ શકે છે. અને તમે જાણતા જ હશો કે કબજિયાત જ સર્વ રોગનું મૂળ છે.
🥗ઈંડા એ પણ પ્રોટીનનો ખૂબ જ મોટો સ્ત્રોત છે, પરંતુ ઘણા લોકો બાફેલા ઇંડાને ફરી ગરમ કરીને ગરમ જ ખાવાના પસંદ કરે છે, પરંતુ તેને ફરી ગરમ કરવાથી તેમાં રહેલ પ્રોટીન તત્વ નાશ થાય છે અને તે ખાવાથી કોઈ ફાયદો નથી પરંતુ તેનાથી આપણો હાજમો જરૂર ખરાબ થાય છે. તો આ વસ્તુને પણ ક્યારેય ગરમ ના કરવી.
👉તો દોસ્તો, આ હતા એ પાંચ ખોરાક કે જેને ફરી-ફરી ગરમ કરીને ખાવાથી નુકશાન થાય છે, આપણા સ્વાસ્થ્ય માટે પણ ગંભીર નુકશાન થાય છે. તો તેનાથી તો બચજો જ સાથે-સાથે જે વાસી ખોરાક છે તેનાથી પણ બચજો કેમ કે તે તમને બીમાર પાડી શકે છે.
જો ખોરાક વિષેની આ અદભૂત માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.