સાસુ વહુનો સંબંધ એવો હોય છે કે ગમે તેટલું મા કરતાં પણ સાસુ વહુને અધિક રાખે તો પણ તેને કંઈકને કંઈક ખૂટતું રહે છે. પરંતુ અત્યારનો સમય બદલા ગયો છે. દરેક સાસુ વહુને દીકરી કરતાં પણ વધારે પ્રેમ કરતી હોય છે. અને વહુ પણ એ જ પ્રમાણે રહેતી હોય છે. માતા સૌથી વધારે પ્રેમ તેના પુત્રને કરતી હોય છે. માતાની સૌથી નજીક દીકરી કરતાં દીકરો હોય છે. ભેદભાવની વાત નથી પરંતુ આ હકીકત છે. તે બંનેનો ઉછેર તો સરખો કરે છે. પરંતુ તેને પુત્ર પ્રત્યે વધારે લગાવ રહે છે. જેમ કે દીકરી પિતાને વહાલી હોય છે તે રીતે.
જેમ જેમ પુત્ર મોટો થતો જાય છે તે રીતે તેની માતાને ભણવા સાથે દીકરાના લગ્નની ચિંતા પણ સતાવતી હોય છે. તેને કેવી કન્યા મળશે, ભણેલી, સારી સંસ્કારી, પરિવારને અનુરૂપ મળશે કે નહીં વગેરે વગેરે. આમ તો દરેક સાસુ ભાગ્યશાળી જ હોય છે, પરંતુ તમને ખબર નહીં હોય કે કેટલાક નામ વાળી સારું વધારે નસીબદાર હોય છે. તેની પણ એક નજર કરીશું અને તમને જણાવીશું કે ક્યા નામ વાળી સાસુને વધારે સારી વહુ મળતી હોય છે.
-કેટલાક લોકો સમાજમાં એવા પણ હોય છે જે છોકરી જોવા જાય તો બહારથી કેવી લાગે છે. તેની પર વધારે ભાર મૂકે છે, પરંતુ તમે વહુ જોવા જાવ ત્યારે ખાસ તેના સંસ્કાર અને અત્યારના સમય પ્રમાણે તમારે તેનું ભણતર જોવું જોઈએ. બહારથી સુંદર દેખાતી વહુને કંઈ જ ન આવડતું હોય તો તે કશા કામની હોતી નથી. તે સિવાય થનાર સાસુને પણ ચિંતા હોય છે કે કેવી હશે છોકરી, અમારા ઘરમાં સેટ થશે કે નહીં વગેરે. તેના માટે આપણે સંબંધ બાંધીએ તે પહેલા સગાવહાલાંને ઘણી વખત પૂછતા હોઈએ છીએ. પરંતુ તેની સાથે સાસુનું નામ, રાશિ, નક્ષત્રો પણ વહુ સાથે સંબંધ કેવા રહેશે. તે વધારે ભાગ ભજવતા હોય છે. તો નામ જાણીએ.
B- જેનું નામ બી પરથી સ્ટાર્ટ થતું હોય તેને ખૂબ જ સારી વહુ મળે છે. તે સાસુને માતાની જેમ રાખે છે. તેમની વચ્ચે વાતચીત, સાથે રહેવું, હરવું -ફરવું વગેરે એક મિત્ર જેવું હોય છે. તેમની વહુ બહુ જ સુંદર હોય છે. તેને સાસુના કામની કદર હોય છે. સાથે સાસુએ પણ તેની કદર કરવાની રહેતી હોય છે. બંને એકબીજાને સારી રીતે માન-સમ્માન આપતા હોય છે.
H- જેનું નામ એચ પરથી શરૂ થતું હોય તેની વહુ હોશિયાર અને ચાલાક હોય છે. તેના પગલાં ઘરને ખુશીઓથી ભરી દે છે. સાસુને તે ક્યારેય દુખ આપતી નથી. તે ખૂબ જ બુદ્ધિશાળી અને વિનમ્ર સ્વભાવ વાળી હોય છે. તે સાસુની આજ્ઞા પ્રમાણે બધા જ કામ કરતી હોય છે. બંને વચ્ચે ક્યારેય ઘરકંકાશ એટલે કે ઝઘડો થતો નથી. બંને મા-દીકરીને જેમ સાથે રહે છે.
K- આ અક્ષર વાળાની વહુ ખૂબ જ સંસ્કારી હોય છે. તે દાન ધર્મ કરવામાં માનતી હોય છે. તે સાસુનું ક્યારેય ખરાબ બોલતી હોતી નથી. તે ખુલ્લા મનની હોય છે. તે જે પણ વાત હોય સામે જ કહી દેવામાં માને છે. તે પીઠ પાછળ વાતો કરવામાં કે ખોદણી કરવામાં માનતી નથી. તે દેખાવમાં સુંદર અને મનની સાફ હોય છે. ઘરમાં આવવાથી માહોલ ખુશાલી ભર્યો બની જાય છે.
આમ, દરેક સાસુને સારી અને સંસ્કારી વહુ જ મળતી હોય છે. બસ તેને ખાલી તમારે સરખી રીતે રાખતા આવડતી જોઈએ. તેને એક દીકરી તરીકે રાખશો તો બધા જ પ્રશ્નોનું નિરાકરણ આવી જતું હોય છે.
જો સંસ્કારી વહુ મેળવવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.