🛌આજના સમયમાં લોકોને વિશેષ પજવતો પ્રશ્ન એટલે નિંદર ના આવવાની તકલીફ. આજના લોકોની જીવન શૈલી એટલી બદલાઈ ગઈ છે. પહેલાના જેવુ ટાઈમ ટેબલ રહ્યું નથી. લોકો ખૂબ જ મોડી રાત સુધી કામ કરે છે અને અને પછી સુવે છે ત્યારે પણ બરાબર ઊંઘ આવતી નથી. અને જ્યારે ઊંઘ આવે ત્યારે તેને ઊઠવાનો સમય થાય છે જેના કારણે તેને ઊંઘ પૂરી થતી નથી અને બીજા અનેક પ્રશ્ન પણ ઊભા થાય છે.
🛌હકીકતમા ઊંઘ માઈન્ડને ફ્રેશ કરવાનું કામ કરે છે. માઈન્ડમાં અલગ-અલગ રસાયણો હોય છે તેને બેલેન્સ કરવા માટે પૂરતા પ્રમાણમાં ઊંઘ લેવી ખૂબ જ જરૂરી છે. મગજમાં આવેલા જ્ઞાનતંતુઓને રીપેર અને નવા ન્યુરૉન્સના નિર્માણ માટે પણ ઊંઘ ખૂબ જ જરૂરી છે.
🛌આજે મોટા ભાગના લોકો આ અનિંદ્રાના કારણે પરેશાન હોય છે અને તેને માટે લોકો ડૉક્ટર્સની સલાહ લીધા વગર જ આડેધડ ઊંઘની દવાઓ લેતા હોય છે પરંતુ આ દવાઓની ગંભીર અસરો આપણા સ્વાસ્થ્ય પર પડે છે. આ અંગે અમદાવાદના સાયકોલોજિસ્ટ ડૉ. પ્રશાંત ભિમાણી એ એક રિપોર્ટમાં જણાવ્યું હતું કે, “અત્યારે ઊંઘની સમસ્યા સૌથી વધારે યુવાનોમાં જોવા મળી છે.” આજે અમે તમને ઊંઘ લાવવા માટે એક ખૂબ જ કારગત એવા પોઈન્ટ બતાવીશું આ 5 પોઈન્ટને પ્રેસ કરવાથી થોડી જ વારમાં સારી એવી ઊંઘ આવી શકે છે.
🛌2010 માં ઇન્ટરનેશનલ જનરલ ઓફ નર્સિંગ સ્ટડીઝમાં એક રિસર્ચ કરવામાં આવેલું આ રિસર્ચમાં 5 અઠવાડિયા બાદ 25 લોકો પર સફળ પ્રયોગ થયો. વર્ષ 1011 માં ફરી પોસ્ટ મોનોપોજની ઉંમર વાળી 45 મહિલો પર આ એક્યુપ્રેશર ટ્રીટમેન્ટ કરવામાં આવી. ત્યારે તેમાં પણ સફળતા મળી. તો ચાલો જોઈએ તે પોઈન્ટ કયા છે.
💁 પોઈન્ટ નં 1 : આ એ પોઈન્ટ છે જે તમારે સૌ પ્રથમ તો ઓળખવો ખૂબ જ જરૂરી છે કેમ કે કોઈ રોંગ પોઈન્ટ પ્રેસ કરવાનો કોઈ જ ફાયદો નથી. તો આ પોઈન્ટ તમારા હાથની નાની આંગળીની બરાબર નીચે કાંડા ઉપર હોય છે. આ પોઈન્ટને અંગૂઠાની મદદ વડે ગોળ-ગોળ હલકા હાથે પ્રેસ કરો. આ મુજબ તમારે માત્ર 2 થી 3 મિનિટ જેટલો સમય જ કરવાનું છે અને ત્યાં જ તેની અસર તમારા બોડી પર થવાનું સારું થઈ જશે.
💁 પોઈન્ટ નં 2 : આ પોઈન્ટ તમારા પગના ભાગમાં અંગૂઠા અને આંગળીની થોડો નીચે પણ મધ્યમાં આવેલો હોય છે. આ પોઈન્ટને પણ અંગૂઠાની મદદથી ગોળાકાર પ્રેસ કરવો આ મુજબ બંને પગમાં એક સાથે જ પ્રેસ કરો. યાદ રાખો કે જે મહિલા ગર્ભવત્તિ છે તેઓએ આ પોઈન્ટ ના પ્રેસ કરવો.
💁 પોઈન્ટ નં 3 : આ પોઈન્ટ પણ તમારા પગના ભાગમાં જ હોય છે ઘુંટણથી થોડો ઉપર એટલે કે એંકલથી ચાર આંગળી ઉપર આ પોઈન્ટ છે તેને પણ પેલા બેની મફક જ પ્રેસ કરવા આ પોઈન્ટ તમે 4 થિ 5 સેકન્ડ પ્રેસ કરો ત્યાં જ તેનું સફળ પરિણામ જોવા મળશે.
💁 પોઈન્ટ નં 4 : આ જે પોઈન્ટ છે તે હથેળીની પાસે હોય છે તે હથેળીની અંદરની બાજુ બંને મુખ્ય નસની વચ્ચે હોય છે. હથેળીની નીચે 3 આંગળી નીચે મુખ્ય નસોની મધ્યમ આ બિંદુ પર ગોળાકારમાં કે પછી ઉપર અને નીચેની બાજુ પ્રેસ કરો, ઘણો જ ફાયદો થશે.
💁પોઈન્ટ નં 5 : આ પોઈન્ટ વિન્ડ પુલ પોઈન્ટ કહી શકાય જે ગરદનની એકદમ પાછળ ગરદનની માસપેશિયોને માથાની સાથે જોડનાર સ્ટ્રક્ચર પર આવેલો છે. તેને તમે બરાબર સોફ્ટ રીતે જ પ્રેસ કરો તેને પણ અંગૂઠા વડે જ 4 થી 5 સેકેન્ડ જ હળવા હાથે પ્રેસ કરવો.
જો આ અનિદ્રા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.