👉 બગલમાં ગાંઠ થવી આમ જોઈએ તો તે એક સામાન્ય જ વાત કહી શકાય. પરંતુ ઘણી વાર તે ગંભીરરૂપ પણ લઈ શકે છે. ઘણીવાર એવું બને કે ફંગલ કે બેક્ટેરિયલ કોઈ ઇન્ફેકશન ના કારણે પણ બગલમાં ગાંઠ થતી હોય છે. ઘણા લોકોને બગલમાં રેઝરનો ઉપયોગ કરે તેના કારણે પણ ગાંઠ થતી હોય છે.
👉 આ ગાંઠમાં જ્યારે પાણી ભરાય છે ત્યારે તેના કારણે પૂરા હાથમાં દુખાવો પણ થાય છે. આવી જે ગાંઠ હોય તે મોટા ભાગે તો થોડા દિવસોમા જ બરાબર થઈ જતી હોય છે પરંતુ જો તે એક વાર મટીને ફરી થાય તો તે સામાન્ય નથી તેવું સમજવું અને તે કોઈ બીમારીનું જ લક્ષણ છે એવું સમજીને યોગ્ય ડૉક્ટર્સની સલાહ લેવી જ બરાબર છે.
👉 બગલમાં ગાંઠ (આર્મ પીટ) થવાનું કારણ : બગલમાં ગાંઠનું થવાનું કારણ છે કે જ્યારે બ્લડ વેસલ અને નાના-નાના સ્કીન સેલ્સ જ્યારે મળે છે ત્યારે ગાંઠનું રૂપ લેતા હોય છે. આવું શરીરના કોઈ પણ અંગમાં થઇ શકે છે. પરંતુ જ્યારે આ ગાંઠ બગલમાં જ થાય ત્યારે તેને આર્મપીટ લેમ્પ કહે છે. જ્યારે બગલમાં આવી ગાંઠ થાય છે ત્યારે તે સ્થાને સ્કીન એકદમ લાલ થઈ જાય છે અને ત્વચા પણ એકદમ સુજેલી લાગે છે.
👉 બગલમાં ગાંઠ થવાના અન્ય કારણો : બગલમાં ગાંઠ થવાના તો ઘણા કારણો હોય શકે છે. જેમ કે લીન્ફોમાં, લ્યુકેમિયા, બ્રેસ્ટ કેન્સર વગેરે જેવા કારણો પરંતુ દરેકવાર તે ગાંઠ ગંભીર નથી હોતી તે સામાન્ય પણ હોય છે. ઘણીવાર તે સ્કીન ટીશું ના ખોટી રીતે વધવાના કારણે પણ ગાંઠનું રૂપ ધરતી હોય છે.
👉 ઘણી વખત બેક્ટેરિયલ ઇન્ફેકશનના કારણે પણ બગલમાં ગાંઠ બનતી હોય છે. બગલ શરીરનું એવું અંગ છે કે તેની બરાબર સફાઇ થવી જોઈએ પરંતુ સફાઇના અભાવના કારણે પણ બગલમાં ગાંઠ થાય છે. ઘણા લોકોને રેઝરના કારણે પણ આવી ગાંઠ થાય છે. સાબુથી બરાબર સફાઇ ન થવાના કારણે પણ આવી ગાંઠ થાય છે. ફન્ગલ ઇન્ફેકશનના કારણે પણ ગાંઠ થઈ શકે છે. તો ગાંઠ થવાના ઘણા કારણો હોય છે.
👉 બગલની ગાંઠના લક્ષણો : જે લોકો પોતાના શરીરની રેગ્યુલર સફાઇ કરે છે તેમને મોટા ભાગે તો આવું કઈ થતું નથી પરંતુ જો બગલના ભાગમાં એવું સહેજ પણ લાગે તો તે ગાંઠ છે કે કેમ તેના લક્ષણો જાણવા જોઈએ. આ ભાગમાં થોડો સોજો આવે છે અને તેની સાથે દુખાવો પણ થાય છે. સ્કીન થોડી ઊપસેલી દેખાવા લાગે છે. ઘણા લોકોને આ ગાંઠ થવાના કારણે તાવ પણ આવી જાય છે. શરૂઆતમાં આ ગાંઠ થોડી નાના હોય છે. બગલમાં ગાંઠ થવાના કારણે તેમાં દુખાવાની સાથે જલન પણ થાય છે.
👉 બગલની ગાંઠનો ઈલાજ : જ્યારે બગલમાં આવી ગાંઠ થાય છે તો તેના માટે તમે તે ગાંઠ પર બરફ ઘસી શકો છો. તેના પર એલોવેરા જેલ પણ લગાવી શકો છો. આયુર્વેદિક ઉપચાર મુજબ તમે તેના પર હળદરનો લેપ પણ લગાવી શકો છો. નવશેકા પાણીમાં હળદરનો લેપ કરીને પણ તમે લગાવો તો તે પણ આરામ આપશે.
👉 બગલમાં ગાંઠ થવાના ઈલાજ રૂપે ડૉક્ટર તમને પેનકીલર, ક્રીમ કે પછી હિટ પેક કે કન્પ્રેશરના ઉપયોગ માટેની જ સલાહ આપે છે.
👉 જો સામાન્ય સારવાર કરતાં પણ જો ગાંઠના માટે કે તેનો વધારે દુખાવો થાય કે ગાંઠ મોટી થાય તો પછી વધારે વાટ ના જોતાં તુરંત જ ડૉક્ટર્સની સલાહ મુજબ જ આગળ વધવું તમારા માટે યોગ્ય છે. જો ડૉક્ટરને જરૂરી લાગે તો તે બાયોપ્સી ટેસ્ટ, સીબીસી ટેસ્ટ, મેમોગ્રામ જેવા ટેસ્ટ માટે પણ તમને કહી શકે છે. તે બાદ જ સાચી વાત તમે જાણી શકો છો.
👉 બગલમાં થતી ગાંઠ થી કેવી રીતે બચવુ : ઉનાળામાં ખાસ બગલ જેવા શરીરના અવયવોની કાળજી લેવી જરૂરી બને છે. કેમ કે આ ભાગમાં ઉનાળામાં વિશેષ પરસેવો થાય છે. તેના માટે તમે દિવસમાં 2 કે 3 વાર નહાવાનું રાખો. ખાસ આર્મપિટની સફાઇ પર ધ્યાન આપો.
👉 રાતના સમયે બને તેટલા ખુલ્લા અને કોટનના કપડાં પહેરો. બગલમાં વધારે ડિયો કે પરફ્યુમ ના લગાવો. જો બગલમાં ગંદકી રહેશે તો ત્યાં ઇન્ફેકશનના કારણે ગાંઠ થવાની સંભાવના વધી શકે છે. આમ આટલું ધ્યાન રાખવા છતાં પણ ગાંઠ થાય છે તો સાબુ બદલો કદાચ સાબુની એલર્જીના કારણે પણ ગાંઠ થઈ શકે છે.
👉 જો તમારે બગલની સફાઈ કરવી જ છે તો તેના માટે વારંવાર વેક્સ કે શેવ કરતાં તેની ટ્રીટમેન્ટ કરો અને વાળને ટ્રીમ કરો તેને કાતર વડે જ સાફ કરો તે જ વધારે હિતાવહ છે.
જો આ બગલની ગાંઠના ઈલાજ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.