👉 દરેક ગૃહિણી રસોડું બને તેટલુ સ્વચ્છ રાખવાનો પ્રયત્ન કરતી હોય છે. રસોઇ કરી જમવાનું પતે એટલે તરત પ્લેટફોર્મ સાફ કરી લેતી હોય છે. જેથી અચાનક પણ મહેમાન આવી જાય તો ગંદુ ન લાગે. પણ કેટલીક વખત પ્લેટફોર્મ આપણે ચોખ્ખુ રાખતા રસોડામાં રહેલા સિંકમાં કાટ આવી જતો હોય છે. તેના લીધે જોનારને ગંદુ લાગે છે.
👉 ઘણા લોકોને પાણીમાં ક્ષાર વધારે હોવાને કારણે પણ સફેદ દાગ પડી જતા હોય છે. જેના કારણે રોજ સાફ કરવા છતા સિંક ગંદુ લાગવા લાગે છે. સિંક સાફ રહે તેના માટે મોટાભાગના લોકો બજારમાં મળતા મોંઘા લીક્વીડ લાવતા હોય છે. તો પણ કોઇ પ્રકારનો ફેર પડતો નથી. તો આવો આજે આપણે ઘરેલુ ટિપ્સના ઉપયોગથી તમારા સિંક પર જામેલો કાટ દૂર થાય અને ચમક આવે તે માટેની ટિપ્સ જણાવીએ…
👉 લીંબુ અને મીઠું : મીઠું અને લીંબુથી ઘણી એવી વસ્તુ હોય છે જેને સાફ કરી શકાય છે. આ બંને વસ્તુને બરાબર મિક્સ કરીને સિંક સાફ કરવામાં આવે તો કાટ દૂર કરી શકાય છે. તેના કેટલા પ્રમાણમાં તે જોઇએ.
👉 સામગ્રી : 2 ચમચી મીઠું, 1 લીંબુ, 1 ચમચી સફેદ વિનેગર અથવા સ્ક્રબ.
👉 રીત : એક વાટકામાં મીઠું અને લીંબુ મિક્સ કરવું તે થયા બાદ તેમાં વિનેગર મિક્સ કરી બરાબર હલાવવું. પેસ્ટ થોડી જાડી રહે તેનું ખાસ ધ્યાન રાખવું જેથી સિંકમાં બરાબર લગાવી શકાય. પેસ્ટ લગાવ્યા બાદ 30 મિનિટ થાય તે પછી વાસણ ઘસવાનું સ્ક્રબ લઇ ઘસવું. પછી તેને પાણી વડે સાફ કરી નાખવું.
👉 ઘણી વખત ક્ષારના દાગ પડી જતા હોય છે તો તેને દૂર કરવા માટે વનસ્પતિ તેલ લેવાનું રહેશે. તેમાં લીંબુનો રસ મિક્સ કરવો દરરોજ સિંકમાં તે લગાવી ચોખ્ખા પાણીથી સાફ કરી નાખવું.
👉 ખાવાનો સોડા અને વિનેગર : વિનેગરથી ઘરના ફર્શ પર લાગેલો મેલ પણ દૂર કરી શકાય છે. તો બેકિંગ સોડા અને વિનેગરને મિક્સ કરી સિંકમાં લગાવવામાં આવે તો કાટ દૂર કરી શકાય છે. તેનાથી તમને ઝડપી લાભ થતો દેખાશે.
👉 સામગ્રી : 2 ચમચી બેકિંગ સોડા, 1 ચમચી વિનેગર, 1 ચમચી ગરમ પાણી અને સ્ક્રબ.
👉 રીત : હવે એક બાઉલમાં ખાવાનો સોડા અને વિનેગર બરાબર મિક્સ કરો જેમ પેસ્ટ તૈયાર કરવાની હોય તે રીતે. આ પેસ્ટને સિંકમાં લગાવી લો. 30થી 40 મિનિટ સુધી પેસ્ટ લગાવેલી રહેવા દેવી. પછી તેને સ્ક્રબ વડે ઘસી ગરમ પાણીથી સાફ કરી લો. જો આ રીતે તમે વીકમાં બે વખત સાફ કરશો તો સિંકમાં કાટ કે દાગ જોવા નહીં મળે.
👉 બેકિંગ સોડા અને પાણી : ગરમ પાણી તો આપણે સિંકમાં રેડતા જ હોઇએ છીએ. જેના કારણે તેના પાઇપમાં જે ગંદકી ચોંટી હોય અથવા જીવજંતુ હોય તે મરી જાય. પરંતુ જો સિંકમાં કાટ લાગી ગયો હોય તો ખાવાનો સોડા અને ગરમ પાણીનો ઉપયોગ કરી શકો છો.
👉 સામગ્રી : 1 ચમચી ખાવાનો સોડા, 1 કપ ગરમ પાણી, વાસણ ઘસવાનો સાબુ કે લિક્વીડ લેવાનું રહેશે.
👉 રીત : પહેલા વાસણ ઘસવાનું લિક્વીડ કે સાબુ વડે સિંક સાફ કરી લો. હવે તમને સિંકમાં જે જગ્યા પર કાટ દેખાય ત્યાં ખાવાનો સોડા છાંટવો. આ સોડાને એક કલાક સુધી એમ જ રહેવા દો. 1 કલાક બાદ સ્ક્રબથી ઘસી ગરમ પાણી વડે સાફ કરી લો. ઘણી વખત વધારે કાટ લાગી જવાના કારણે ફરી પણ ખાવાનો સોડા નાખવો પડે છે. તો આ ક્રિયા ફરી કરી શકો છો.
જો આ સિંક સાફ કરવાની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.