👉દરેક મહિલાનો મોટામાં મોટો પ્રશ્ન એટલે પેટની ચરબી ઓછી કરવી. સુંદર અને ફિટ દેખાવું બધાને પસંદ હોય છે. પરંતુ હાઉસ વાઇફ હોય કે, વર્કિંગ વુમન દરેકનું શરીર આજકાલ એટલું વધી જાય છે કે તેને કંટ્રોલ ન કરવામાં આવે તો શરીરમાં વધારાની ચરબી એટલી બધી વધી જાય કે અનેક બીમારીઓ થવા લાગતી હોય છે.
👉તેના માટે થોડા સજાગ થાવ અને રોજ સવારે કેટલાક પ્રકારના યોગાસન કરશો તો વજન તથા પેટની ચરબી ફટાફટ ઘટવા લાગશે. જે તમને જોઈને નવાઈ લાગશે. આ યોગાસન તમારા શરીરને અનુરૂપ કરવાના રહેશે, ઓછા સમયમાં તમારા શરીરનું વજન ઘટાડી શકશો. એટલું જ નહીં આ યોગાસન તમે ઉભા ઉભા કરી શકો છો. જેથી ઘણાં લોકોને બેસવાની તકલીફ હોય તો પણ સરળતાથી દૂર કરી શકશો.
👉આ યોગાસન તમારા શરીરને બીજા પણ અનેક ફાયદા આપશે. તો ચાલો જણાવીએ કેટલાક યોગ વિશે. આ યોગાસન તમે ઓછી જગ્યા હોય ત્યાં પણ કરી શકશો.
🧘♀️ત્રિકોણાસન- આ આસનથી તમે ઢીંચણના હાડકાં મજબૂત કરી શકશો. સૌથી સહેલું આસન ગણાય છે. તેને વિન્યાસ શૈલીનું આસન પણ કહેવામાં આવે છે. ત્રિકોણાસન કરવાનો સમય માત્ર 30 સેકંડનો છે. રોજ સવારે ખાલી 30 સેકંડ કરવાનું રહેશે. 3થી5 વખત પગ એક સાથે કરી આ આસન કરવું.
🧘♀️કોણાસન- આ આસનથી શરીર ખૂબ જ તંદુરસ્ત બને છે. બીજું કે કોણાસન કરવાથી રક્ત પ્રવાહ સારો બનતો હોય છે. કફ દૂર થાય છે. તમારો ચહેરો પણ ચમકદાર બનશે. પગની માંસપેશીઓ મજબૂત બનતી હોવાથી તમારું શરીર અંદરથી સ્ફૂર્તિલું રહેશે. તે સિવાય પણ ફેફસાં મજબૂત બનાવાનું કામ કરે છે.
🧘♀️પાદહસ્તાસન- આ આસન કરવાથી તમારા મગજમાં લોહી અને ઓક્સિજન સારી રીતે પહોંચે છે. આ રીતે કરી શકાય, પાદહસ્તાસન કરતી વખતે માથું હૃદયની નીચે રાખવાનું હોય છે. જેના લીધે લોહીનો પ્રવાહ પગમાં થવાની જગ્યાએ માથામાં થવા લાગશે. જે શરીર માટે લાભદાયી છે.
🧘♀️તિર્યક તાડાસન- કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમના માટે આ આસન સૌથી સારું ગણાય છે. કબજિયાત અને કમરની જામેલી ચરબી અને શરીરને લચીલું બનાવવા માટે તિર્યક તાડાસન તમે કરી શકો છો. કેટલીક વખત આંતરડા કમજોર પડી જવાના કારણે પણ મળ ત્યાગ મુશ્કેલ બની જતો હોય છે. અને તેના કારણે જ શરીરમાં વિષાક્ત પદાર્થ જમા થવા લાગે છે. તેને લીધે કબજિયાત થાય છે. માટે જો આ પ્રોબ્લેમમાંથી છુટવા માંગો તો તિર્યક તાડાસન રોજ કરવાનું રાખો.
🧘♀️પ્રસારિત પાદોત્તાસન- જો તમે પાંસળી અને પગને સ્ટ્રેચિંગ આપવા માગતા હોવ તો આ આસન કરી શકો છો. તે સિવાય આ યોગ વિજ્ઞાનની વિન્યાસ શૈલીનો યોગાસન છે. તેને કરવાનો સમય 30થી 50 સેકંડનો હોય છે. આ આસન જો નિયમિત કરવામાં આવે તો બરડો અને હેમ સ્ટ્રીંગ મજબૂત બની શકે છે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.