💁દોસ્તો, કોઈને પણ જો પૂછવામાં આવે કે શું તમે કદરૂપા દેખાવા માંગો છો ? તો તેનો જવાબ ના હશે. પરંતુ તેના બદલે જો તેઓને એમ પૂછાય કે શું તમે ખૂબ સુરત દેખાવા માંગો છો ? તો તે તુરંત જ કઈ પણ વિચાર્યા વગર જ હા એવો જવાબ આપી દેશે. તો એ વાત તો આપણે સૌ જાણીએ જ છીએ કે સુંદર થવું સૌને ગમે છે.
💁ચેહરાની સુંદરતામાં ઘણીવાર થોડી નાની નાની દેખાતી ગંદકી પણ આપણા ચાંદ જેવા ચેહરાને દાગ લગાવતા હોય છે. તો આજે આપણે એવા જ એક દાગ સમાન બ્લેકહેડ્સની વાત કરી રહ્યા છીએ.
💁 તમે એ વાતને તો જાણો જ છો કે નાકની ઉપર જે બ્લેક મેલ જામે છે તેને આપણે બ્લેકહેડ્સ કહીએ છીએ. તે જ્યારે નાક પર હોય ત્યારે તેના લીધે આપણી સુંદરતામાં દાગ લાગતો હોય છે તેથી યુવાનો તેને દૂર કરવા ઘણા જ પ્રયાસો કરે છે. પાર્લર પણ જાય છે. પરંતુ આ તમામ તેને ધણુ મોંઘું પડે છે. તોઆજે અમે તમારા માટે બ્લેકહેડ્સને ઘરે જ કેમ દૂર કરી શકાય એવા 5 ઉપાય લઈને આવ્યા છીએ. જે તમને ખૂબ જ ઉપયોગી થશે.
💁 બ્લેકહેડ્સને ઘરેલુ નુસખાથી દૂર કરવાના કેટલાક ઉપાયો
(1) ટૂથપેસ્ટ : આ ઉપાય છે ટૂથપેસ્ટ અને એકદમ સોફ્ટ અને નરમ ટૂથ બ્રશનો. નાકના એ ભાગ પર ટૂથપેસ્ટ લગાવી ટૂથબ્રશ પર પાણી લગાવીને ખૂબ જ હળવા હાથે બ્રશ ઘસો. આ પ્રક્રિયા તમારે લગભગ 5 થી 7 મિનિટ સુધી કરવી અને ત્યાર બાદ સાદા પાણી વડે ચેહરો ધોઈ લેવો. આમ તમારે 10-12 દિવસ કરવું તેથી નાક પરના તમામ બ્લેકહેડ્સ દૂર થઈને નાક એકદમ ક્લીન બની જશે.
(2) બેકિંગ સોડા : બેકિંગ સોડા ખિલની સાથો સાથ બ્લેકહેડ્સને પણ દૂર કરવામા પણ મદદ કરે છે. તેના માટે તમારે બે ચમચી પાણીમાં એક ચમચી જેટલા બેકિંગ સોડા ઉમેરીને તેને એકદમ મિક્સ કરી લેવાનું છે. આ પેસ્ટને તમારે ઓછામાં ઓછી 15 મિનિટ જેટલો ટાઈમ ચેહરા પર લગાવી લેવી ખાસ નાક પર વિશેષ લગાવવી. પંદર મિનિટ બાદ હુંફાળા પાણી વડે ચેહરો સાફ કરી લેવો.
(3) ગ્રીન ટી : બ્લેકહેડ્સથી કાયમી છૂટકારો મેળવવા માટે આ ઉપાય ખૂબ જ કારગત છે. ગ્રીન ટી માં રહેલા એન્ટિ ઓક્સિડેન્ટ મૃત ત્વચાને દૂર કરી બ્લેકહેડ્સને સાફ કરે છે. પાણીમાં સુકાયેલી ગ્રીન ટી ના થોડાક પાન ભેળવી ઘાટી પેસ્ટ બનાવવી આ પેસ્ટને ચેહરા પર લગાવીને 15 થી 17 મિનિટ રાખો, ત્યારબાદ ચેહરાને સાદા પાણીથી સાફ કરી લો.
(4) ટમાટર : ટમાટરમા રહેલા એન્ટિબેકટિરિયલ ગુણના કારણે તે ત્વચાને બ્લેકહેડ્સથી બચાવી શકે છે. સાથે સ્કીનને કાંતિમય પણ બનાવે છે. તેના માટે તમારે રાત્રે સૂતા પહેલા ટમાટરને મધ્યમાંથી કાપીને તેના પલ્પને ચેહરા પર એકદમ હળવા હાથે લગાવીને આખી રાત રાખો સવારે ઊઠીને ચેહરાને સાદા પાણી વડે ધોઈ નાખો. ચેહરો એકદમ સુંદર બની જશે.
(5) તજ : એક ચમચી તજ પાઉડરને લીંબુના રસ અને હળદર પાઉડરમાં ભેળવીને તેની પેસ્ટ બનાવી લો. હવે તૈયાર કરેલ આ પેસ્ટને 15 મિનિટ ચેહરા પર લગાવી રાખો. ત્યારબાદ સાદા ઠંડા પાણીથી ચેહરો ધોઈ નાખો, આમ કરવાથી ચેહરાના રોમ છિદ્રો એકદમ સાફ થશે. ચેહરા પરની ડેડ સ્કીન દૂર થવાથી ચેહરો નિખરશે.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.