👉આપણી આજુ બાજુ એવા ઘણાં લોકો છે જેમને અલગ-અલગ પ્રકારના રોગો થતાં હોય છે. તેમાં અમુક લોકોને એવા રોગો થતાં હોય છે જેના નામ આપણે ક્યારેય સાંભળ્યા પણ ન હોય. તેમાંથી એક રોગ છે હર્પીસ, જે સ્કીનને લગતી તકલીફ થાય છે. જેમાં શરીર પર પાણી જેવા દાણા નીકળવા લાગે છે. ઘણી વખત ખંજવાળ આવે છે અને ખૂબ જ બળતરા થવા લાગે છે. આ રોગ એટલી હદે અમુક સમયે વધી જતો હોય છે કે દર્દીને કપડાં પહેરવા પણ ગમતાં હોતા નથી.
👉આ એક વાયરસને લીધે થતો રોગ છે. જે શરીરમાં કોઈ પણ જગ્યા પર થતો હોય છે. તેમાં ખંજવાળ, ડાઘ, ફોલ્લી વગેરે થાય છે. કેટલાક લોકો હર્પીસનું નામ સાંભળી ડરી જતાં હોય છે. પરંતુ ડરવાની જરૂર નથી. સામાન્ય રોગ છે. જે તમે ઘરેલુ ઉપચાર દ્વારા દૂર કરી શકો છો. તો ચાલો જોઈએ તેને દૂર કરવાના ઘરેલુ ઉપચાર.
👉એલોવેરા જેલ- એલોવેરાના ઉપયોગથી ગમે તેવા હર્પીસને તમે દૂર કરી શકો છો. નેચરલ એલોવેરામાંથી તેનો ગર્ભ કાઢી એટલે કે વચ્ચેનો ગરબ કાઢીને જે જગ્યા પર હર્પીસ થયું હોય તે સ્થાન પર લગાવો. આ રીતે રોજ લગાવતા રહો. થોડા સમયમાં આરામ મળી જશે. તેને લગાવાથી બળતરા પણ શાંત થઈ જશે.
👉હળદર- હળદર ગમે તેવી બીમારી તથા ઈજા થયેલી જગ્યા પર લગાવવામાં આવે તો ઘાવમાં પણ રૂઝ આવી જતી હોય છે. હર્પીસના રોગમાં પણ હળદર અસરકારક સાબિત થાય છે. કેમ કે તેમાં એન્ટી- ઇન્ફ્લેમેટરી ગુણ રહેલો હોવાથી શરીરના જે ભાગ પર હર્પીસ થયું હોય ત્યાં હળદરની પેસ્ટ લગાવો. ઝડપથી આ રોગ ઓછો થઈ જશે.
👉મધ- મધ એક ઔષધી તરીકેનું કામ કરે છે. મધમાં એન્ટી ઓક્સીડેન્ટના ગુણ રહેલા છે. જે સ્કીન પર થયેલા હર્પીસને દૂર કરવાનું કામ કરે છે. એટલું જ નહીં તે ત્વચા પર થતી બળતરામાં પણ રાહત આપે છે. જો તમારી સ્કીન પર સફેદ પાણી ભરેલા દાણા જોવા મળે તો મધ લગાવો.
👉બરફ- જો તમે હર્પીસ થયું હોય ત્યાં બરફ લગાવશો તો ઘણી રાહત મળશે. પરંતુ બરફ લગાવતી વખતે એક વસ્તુનું ધ્યાન રાખવું તેને કોઈ કપડાં કે પ્લાસ્ટિકની પોલિથિનમાં લપેટીને સ્કીન પર ધીમેધીમે ઘસવો.
👉ચંદન- ગુલાબજળમાં મિક્સ કરીને ચંદન હર્પીસ પર લગાવી શકો છો. ચંદન તમારી સ્કીનને ઠંડક આપવાનું કામ કરે છે. જે સ્કીનને જલદી ઠિક કરશે. માટે જો હર્પીસને ઝડપી અને ઘરેલુ ઉપચારથી દૂર કરવા માંગો છો, તો હર્પીસ પર ચંદન લગાવો. થોડા દિવસમાં રાહત મળશે.
👉ખસખસ- હર્પીસમાંથી છુટકારો મેળવવા માટે તમે ખસખસના પાણીનો ઉપયોગ કરી શકો છો. ખસખસના પાણીથી હર્પીસવાળો ભાગ સાફ કરવામાં આવે તો રાહત મળશે. તેના માટે તમારે ખસખસને પાણીમાં થોડા કલાકો પહેલા પલાળવાની રહેશે. પછી તે પાણીથી હર્પીસવાળી જગ્યા સાફ કરવી. સ્કીનને ઠંડક મળશે. બળતરા થતી પણ ઓછી થઈ જશે. તે સિવાય જો તમે ખસખસનું પાણી પીશો તો શરીર માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.
👉જેઠીમધ- જેઠીમધની તાસીર ઠંડી હોવાથી તે શરીરને ઠંડક આપવાનું કામ કરે છે. તેનાથી જલદી હર્પીસ દૂર કરી શકો છો. જેઠીમધનું સેવન કરવાનું શરૂ કરશો તો તે સિવાય પણ ત્વચાને લગતા બીજા અનેક રોગ દૂર થઈ જશે.
જો આ હર્પીસ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.