ગરમીઓના મોસમમાં અનેક એવા ઝેરીલા જીવજંતુઓ આપણને જોવા મળે છે આવા મોસમમાં જ્યારે આપણે કોઈ કામકાજ કરતાં હોઈએ તો ખૂબ જ સાવધાનીની સાથે કરવું જરૂરી બની જાય છે. ખાસ કરીને જે લોકો ખેતીના કામકાજમાં જોડાયેલ છે તે લોકોએ ખૂબ જ ધ્યાન રાખવું પડે છે. ઘણા એવા જીવ છે જે ખૂબ જ ઝેરીલા હોય છે તેમાં વાત કરીએ વીંછીની તો તેના ડંખની પીડા ખૂબ જ અસહ્ય હોય છે અને જો તેનો યોગ્ય સમયે ઈલાજ ના કરવામાં આવે તો તે વ્યક્તિનો જીવ પણ લઈ શકે છે.
💁ગરમ પ્રદેશોમાં પથ્થરની નીચે ખાસ આ વીંછી જોવા મળે છે જે રાત્રિના સમયે બહાર નીકળતા હોય છે વીંછીની અંદાજે 2000 જેટલી જાતિઓ છે જે ન્યુઝીલેન્ડ અને એન્ટાર્કટિકાને છોડીને વિશ્વના તમામ દેશોમાં જોવા મળે છે. 90 % વીંછી ઝેરીલા હોતા નથી.
💁ખેતીના કામકાજમાં ઘણા લોકોને આ વીંછીના ડંખના લીધે ખૂબ જ તકલીફ થાય છે તેને પીડા સહન કરવી પડે છે. તો આવા લોકોને વીંછીના ઝેરથી અને તેની પીડાથી બચવાના કેટલાક ઘરેલુ ઉપાયો આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ. તો ચાલો જોઈએ તે ઉપાયો કયા છે અને તેને કેવી રીતે કરવા જોઈએ.
💁વીંછીનું ઝેર ઉતારવા માટેના કેટલાક ઘરેલુ ઉપચાર :
( 1 ) વીંછી જ્યારે કરડે તે સમયે તમે આ ઉપાય કરીને રાહત મેળવી શકો છો. તેના માટે તમારે સિંધવ મીઠું, ખાવાનો સોડા, કાપડની એક પટ્ટી અને ગરમ પાણી ની જરૂર પડશે. સૌથી પહેલા તમારે થોડું ગરમ પાણી કરવાનું છે. આ પાણીમાં સિંધવ મીઠું અને બે ચપટી જેટલો ખાવાનો સોડા નાખીને પાણીને નીચે ઉતારી લો. તેમાં કાપડની તૈયાર કરેલી પટ્ટી નાખીને તે પટ્ટીને પલાળીને પછી નિચવવાની નથી એમ જ નીતરતી જ જ્યાં ડંખ છે તે જગ્યા પર આ પટ્ટી લગાવો. પટ્ટી કોરી થાય બાદ ફરી તેને પલાળીને લગાવો. આમ 10/15 મિનિટ સુધી કરવાથી વીછીનું ઝેર ઉતરી જશે.
( 2 ) વીંછીના ઝેરને ઉતારવા માટે એક આ પણ ઘણો જ ઉતમ ઉપાય છે જે પણ આપણે ઘરે જ કરી શકીએ તેવો સાદો સરળ છે. આ ઉપાયમાં તમારે માત્ર એક કાપડનો ટુકડો અને ખાવાનો સોડા જ જોશે. આ ઉપાયમાં તમારે ખાવાના સોડાને એક કાપડના ટુકડામાં બાંધવાના છે. ગેસ પર પાણી ગરમ કરીને તે પોટલીને તેમાં નાખો અને સહેજ ગરમ થતાં જ જ્યાં વીછીનો ડંખ છે ત્યાં આ પોટલી મૂકો. આવું થોડો વખત કરો. તુરંત જ ફાયદો જણાશે.
( 3 ) વીંછીનો ડંખ વધારે પીડા દાઈ હોય તો તેના માટે આ ઉપાય ખૂબ જ સારો સાબિત થાય છે. તેના માટે સુંઠને પાણીમાં ઘસી સુંધવામાં આવે તો ઝેર તુરંત જ ઉતારવા લાગે છે. આ ઉપાય તાત્કાલિક કરી શકાય તેવો છે અને તેનું પરિણામ પણ સો ટકા મળે છે.
( 4 ) આ ઉપાય એકદમ સરળ છે વીંછીના ડંખને મીઠાના પાણીથી વારંવાર ધોવામાં આવે એટલે વીંછીના ડંખની પીડામાં ઘણી જ રાહત મળે છે. જેમ તમે એ ડંખને ધોતાં જશો તેમ તેમ તેનું દર્દ ઓછું થતું જશે.
જો વીંછીનાં ઝેરને ઉતારવા વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.