🤱બાળકનો જન્મ થાય તે 1 વર્ષ કે તેનાથી વધારે મહિના સુધી માતા ફિડિંગ કરાવતી હોય છે. અને તે જ દૂધ બાળકને હેલ્ધી રાખવાનું કામ કરતું હોય છે. ડૉક્ટર પણ 6 મહિના સુધી બાળકને ખાસ માતાનું દૂધ આપવાની સલાહ આપે છે. જે ગુણ માતાના ધાવણમાં રહેલા છે તે બીજી એક પણ વસ્તુમાં હોતા નથી. એટલા માટે જ નવજાત શિશુને માતાનું દૂધ અપાય છે. પરંતુ ઘણી વખત માતાને બ્રેસ્ટ મિલ્ક ઓછું આવે છે જેના કારણે બાળકની ભૂખ સંતોષાતી હોતી નથી.
🤱તે ભૂખ્યું રહેવાના કારણે વારંવાર રડતું હોય છે. તે સિવાય જો બ્રેસ્ટ મિલ્ક પ્રોપર આવતું ન હોય તો ઘણી વખત બ્રેસ્ટ કેન્સર થવાની સંભાવના વધી જતી હોય છે. બ્રેસ્ટ મિલ્ક બરાબર ન આવવાના ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. જેમ કે સ્ટ્રેસ, ચિંતા, ડિહાઈડ્રેશન, અપૂરતો ખોરાક, ઉંઘ પૂરી ન થવી વગેરેને કારણે થાય છે. તો તેનાથી બચવા માટે કેવી વસ્તુનું સેવન કરવું જોઈએ. તે જણાવીએ.
🤱તુલસી- આપણે જાણીએ છીએ એમ કે તુલસી ગમે તેવી બીમારીથી દૂર રાખે છે. તો બ્રેસ્ટ મિલ્ક માટે પણ તુલસી બેસ્ટ છે. તેમાં વિટામિન સીનું પ્રમાણ વધારે હોય છે. જેનાથી બ્રેસ્ટમિલ્કમાં વધારો થાય છે. તેના પાન ખાઈ શકો અથવા સૂપ કે કાચા મધ સાથે મિક્સ કરીને પણ ખાઈ શકો છો. થોડા દિવસમાં ફાયદો થતો દેખાશે.
🤱કારેલા- મોટાભાગના લોકોને કારેલાં ભાવતાં હોતા નથી. પરંતુ બ્રેસ્ટ મિલ્ક માટે ઘણાં જ ફાયદાકારક સાબિત થાય છે. તેમાં વિટામિન અને મિનરલની માત્રા સારી હોય છે. એટલું જ નહીં કારેલા સ્ત્રીઓ માટે જરૂરી લેક્ટેશ્યનને સંતુલિત રાખવાનું કામ કરે છે. માટે કારેલાનું શાક બનાવી તેને ખાવા જોઈએ. ધ્યાન રહે કે જ્યારે પણ કારેલાનું શાક બનાવો ત્યારે મરી-મસાલાનો બને ત્યાં સુધી ઉપયોગ ઓછો કરવો. તેનાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થવા લાગશે.
🤱મેથી- ઘણી બીમારીઓના સેવન માટે મેથી ખૂબ જરૂરી છે. કેટલાક રોજ મેથીનું સેવન કરતાં હોય છે. પરંતુ બ્રેસ્ટ મિલ્ક વધારવા માટે તેનું સેવન કરશો તો ઘણો ફાયદો થશે. એક રિસર્ચમાં પણ તેને સેવન કરવાની મંજૂરી અપાઈ છે. સૂકી મેથીનું શાક બનાવીને ખાવું જોઈએ. જો તેનું વધારે સેવન કરવામાં આવે તો માતાના શરીરમાં ડિહાઈડ્રેશનની તકલીફ થતી હોય છે. તેથી સપ્રમાણમાં તેનું સેવન જરૂરી છે. તે શરીરને એકદમ ફિટ રાખશે.
🤱મિલ્કની વસ્તુ- કોઈ પણ દૂધની વસ્તુનું સેવન ગુણકારી સાબિત થશે. ઘી, માખણ કે તેલમાંથી આપણને ચરબી મળતી હોય છે. તો બ્રેસ્ટ માટે ફાયદાકારક છે આ વસ્તુઓ. જો તમે માતા માટે શાક બનાવી રહ્યા હોવ તો તેમાં એક ચમચી ઘી એડ કરો. અથવા રોટલી, રોટલો, ભાખરી, ભાત વગેરે વસ્તુ સાથે તેનું સેવન કરી શકો છો. તેનાથી ઝડપથી અસર થશે.
🤱ડ્રાયફ્રૂટ્સ- સૂકોમેવો માતાના શરીરને ખૂબ જ લાભ કરશે. બદામ, કાજુ અથવા ખસખસનું સેવન આ સમયે વધારે કરવાથી બ્રેસ્ટ મિલ્કમાં વધારો થતો હોય છે. તે બાળક માટે પણ લાભદાયી છે.
🤱કઈ વસ્તુનું સેવન ન કરવું- સ્તનપાન કરાવતી મહિલાએ ક્યારેય ફાસ્ટફૂડનું સેવન ન કરવું જોઈએ. બને તો બહાર રેસ્ટોરન્ટ, હોટેલ કે મેંદાવાળી વસ્તુ, પાઉંનું સેવન પણ ન કરવું જોઈએ. તેનાથી શરીરને નુકસાન થાય છે. સાથે લોહીના પરિભ્રમણમાં પ્રોબ્લેમ ઉભો થાય છે. બ્રેસ્ટ મિલ્ક ઓછું થતું જાય છે. તેનાથી બેડ કોલેસ્ટ્રોલમાં પણ વધારો થાય છે. વધારે પડતાં ફાસ્ટફૂડના સેવનથી બાળક કુપોષિત રહે છે. જેના લીધે આગળ જતાં બાળકમાં શારીરિક ખોડ-ખાંપણ થઈ શકે છે. માટે સ્તનપાન કરાવતી મહિલાએ આટલી વસ્તુનું ખાસ સેવન કરવું અને ફાસ્ટફુડથી દૂર રહેવું જોઈએ.
જો આ માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.