👉 આજના સમયમાં બધાને બહારનું ભોજન વધારે ભાવે છે અને ઘરનું ભોજન ભાવતું નથી પરંતુ આજ-કાલ બહારના ભોજનમાં કેમિકલનો ઉપયોગ વધારે કરવામાં આવે છે. તેથી આવો ખોરાક ખાવાથી પેટની તકલીફો વધી જાય છે અને એસિડિટી, પેટમાં દુખાવો, છાતીમાં બળતરા જેવી અનેક સમસ્યા થાય છે.
👉 જયારે પણ એસિડિટી થાય એટલે છાતી અને પેટમાં બળતરા થવા લાગે છે અને તમે કોઈ પણ ખોરાક ખાઈ શકતા નથી. અમુક વાર એસિડિટી એટલી હદ સુધી વધી જાય છે કે, રોટલીનું એક બટકું પણ ખાય નથી શકાતું. આવું થવાથી ઘણી વાર કબજિયાત પણ થઈ શકે છે.
👉 એસિડિટી થવાના મુખ્ય કારણો :-
👉 એસિડિટી થવાનું મુખ્ય કારણ પેટમાં HCL ( હાઇડ્રો ક્લોરિક એસિડ) ની માત્રા વધી જાય તેથી એસિડિટી થાય છે. અમુક વાર બહારના ભોજનમાં ઘણી વાર તીખું કરવા માટે એસિડનો ઉપયોગ થાય છે. જે આપણા શરીરની શ્લેષ્મ ત્વચામાં નુકશાન કરે છે. તેના લીધે તીખું-તળેલું જ્યારે ખાવામાં આવે એટલે છાતી અને પેટમાં અસહ્ય બળતરા થાય છે.
👉 અમુક લોકો વધુ તળેલો ખોરાક ભોજનમાં લેતા હોય છે ઉપરાંત તીખું પણ એટલું ખાતા હોય છે. તેનાથી એસિડિટી થાય છે. અમુક લોકોને વધારે આલ્કોહોલ પીવાની આદત હોય છે. જેના લીધે લિવરમાં નુકશાન થાય છે અને બળતરા થાય છે.
👉 એસિડિટીની સમસ્યા દૂર કરવાના ઉપાયો :-
👉 અમુક લોકો ખૂબ ચિંતામાં રહેતા હોય છે. જેના કારણે એસિડિટી થાય છે. તેથી હંમેશા આનંદિત મન રાખવું અને રાત્રે જ્યારે ભોજન કરો તો તેના પછી થોડા કદમ ચાલવું તેથી ભોજન પચી જાય, ત્યાર બાદ સારું પુસ્તક વાંચી અને સૂવું જોઈએ.
👉 ક્ષમતા કરતાં વધારે ભોજન કરવાથી પણ એસિડિટી થાય છે. જેથી માપસર ભોજન કરવું જોઈએ. અપચો થાય તો ફૂદીનો તેના માટે બેસ્ટ ઉપાય છે. તેના માટે ફૂદીનાના પાનને મિક્સરમાં ક્રશ કરી અને તેને છાશમાં નાખી પીવાથી પેટની બધી સમસ્યાથી છુટકારો મળે છે. વધારે મસાલેદાર ભોજન ક્યારેય ન ખાવું જોઈએ. તેથી એસિડિટી થવાની સંભાવના ઘટી જાય છે.
👉 જ્યારે પણ એસિડિટી વધારે થાય ત્યારે દૂધ પીવું જોઈએ. દૂધ પીવાથી ઝડપથી એસિડિટી દૂર થઈ જાય છે કારણ કે દૂધ બેઝિક હોય છે. તેથી પેટમાં એસિડની માત્રા ઘટી જાય છે અને એસિડિટી દૂર થાય છે. ઉપરાંત રોજ કેળું ખાવાની ટેવ રાખવી જોઈએ કેળાંની પ્રકૃતિ ઠંડી હોય છે. જે એસિડિટીમાં રાહત આપે છે.
👉 ઉનાળાની ઋતુમાં ગોળ વધારે ખાવો જોઈએ. જે શરીરમાં ગ્લુકોઝની માત્રા જાળવી રાખે છે અને શરીરમાં એસિડિટી થવા દેતું નથી. ઉપરાંત આદુંનું સેવન રાખવું જોઈએ જે પેટની બધી સમસ્યાને દૂર કરે છે. ઉપરાંત ભોજન કરતાં પહેલા એક ગ્લાસ પાણીમાં 1 લીંબુ નિચોવીને પીવાથી પાચનશક્તિ વધી જાય છે.
👉 આ બધા ઉપાયો ઉપરાંત તમારે રોજ કસરત કરવાનું રાખવું જોઈએ. કસરત કરવાથી આપણું શરીર તંદુરસ્ત રહે છે. આપણા ઋષિમુનિઓ પણ શરીરને સ્વસ્થ રાખવા યોગા અને કસરત કરતાં હતા. જેના લીધે જ તેઓનું આયુષ્ય વધારે હતું.
👉 એસિડિટીને દૂર કરવા નારિયેળના પાણીમાં કાકડીનું ક્રશ કરેલું પેસ્ટ અને તડબુચનું જ્યુસ આ બધુ મિક્સ કરીને પીવાથી એસિડિટી દૂર થાય છે.
👉 જમ્યા બાદ એક ચમચી વળિયારી ખાવથી એસિડિટી દૂર થાય છે. વળિયારી ખાવાથી પાચનશક્તિ પણ વધે છે. તેથી પેટની સમસ્યા દૂર થાય છે. આ ઉપાય ઉપરાંત તુલસીના પ્રયોગથી પણ એસિડિટીની સમસ્યા દૂર થાય છે. આ પ્રયોગ કરવા માટે જ્યારે પણ એસિડિટી થાય એટલે 4-5 તુલસીના પાન ખાય લેવાથી એસિડિટી તરત દૂર થઈ જાય છે.
જો એસિડિટીની સમસ્યા દૂર કરવાના ઉપાયો વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.