😴આપણા રોજિંદા જીવનમાં સ્વસ્થ રહેવા માટે એક સારી નિંદર ખૂબ જ જરૂરી છે જો તમે ખૂબ જ સારી નિંદર લ્યો તો રાતની સારી નીંદરથી તમારો આખો દિવસ સારો જાય છે અને તમારું આખો દિવસ મન, મગજ સ્વસ્થ રહે છે. કોઈ પણ વ્યક્તિને સામાન્ય રીતે રોજ રાત્રે સાતથી આઠ કલાકની નિંદર લેવી ખૂબ જરૂરી છે અને હાલની પરિસ્થિતિમાં લોકોને દિવસ ભર એટલી દોડ-ધામ રહે છે કે તે કામને લીધે પૂરતી ઊંઘ લઈ શકતા નથી.
😴કેટલાક રિસર્ચ અનુસાર એવું જાણવા મળ્યું છે કે દર ત્રણ વ્યક્તિએ એક વ્યક્તિને સારા પ્રમાણમાં નિંદર આવતી હોતી નથી. નિંદર જો પૂરતી ના થાય તો તેના કારણે બીજી પણ કેટલીક સમસ્યાઓ સર્જાતી હોય છે. ઊંઘ છે તે મગજને રિચાર્જ કરવાનું કામ કરે છે. મગજની અંદર અલગ-અલગ રસાયણો હોય છે, જેને બેલેન્સ કરવાનું કામ ઊંઘ કરે છે.
😴મગજમાં આવેલા જ્ઞાનતંતુઓના રિપેરિંગ અને નવા ન્યુરૉન્સના નિર્માણનું કામ પણ ઊંઘ દરમ્યાન થતું હોય છે. પરંતુ અત્યારે મોટાભાગના લોકો અનિંદ્રાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. અને લોકો ડૉક્ટરની સલાહ લીધા વગર જ ઊંઘની દવા લે છે. પરંતુ તે તેના સ્વાસ્થ્ય માટે ખૂબ જ જોખમી છે. તો જે લોકોને આ ઊંઘનો પ્રશ્ન સતાવે છે તેઓના માટે અમે આ મિલેટ્રી ટ્રિક લઈને આવ્યા છીએ જે તમને ખૂબ જ ઉપયોગી બનશે. તો ચાલો જોઈએ કે તેમા શું કરવું જોઈએ.
😴ખૂબ જ ઝડપથી ઊંઘ લાવવા માટે સૈનિકો એક ખાસ ટ્રિક અજમાવે છે જેના કારણે તેઓ ખૂબ જ ઝડપથી ઊંઘી શકે છે. આ તરીક સ્પેશીયલ આર્મીમાં જ જાણીતી છે અને તેનો તેઓ ઉપયોગ પણ કરે છે તો ચાલો જોઈએ કે તેઓ શું કરે છે.
😴રિલેક્સ એન્ડ વિન : એક પુસ્તક છે જેનું નામ છે “ચેમ્પીયન પરફોર્મન્સ” આ પુસ્તકમાં એ ઊંઘ વિશે એક ખૂબ જ સરસ અને સિક્રેટ એવી માહિતી આપવામાં આવી છે. આ આ ટ્રીક આર્મી ચિફએ એટલા માટે બનાવી છે કે દિવસ ભરના થાકેલા સૈનિકો જયારે ઊંઘે તે દરમ્યાન સારી રીતે ઊંઘી શકે. જો તેઓની ઊંઘ પૂર્ણ થઇ હશે તો તે ફરી સારી રીતે કામ કરી શકશે.
😴મિલેટ્રી ટ્રીક : આ ટ્રીક અનુસાર તમારે સૌથી પહેલા તો જે બેડ કે પથારીમાં સુવાનું છે તેને બરાબર સાફ કરો. અને પછી જ તેના પર સૂવો. એ પછી જ્યારે તમે સૂવો છો તો ચેહરા પરની તમામ રેખાઓને એકદમ રિલેક્સ કરીલો. ચેહરાના તમામ અવયવો એટલે કે આંખ, ગાલ, કાન, જડબું વગેરેને તણાવ મૂકત કરો. છાતી અને સોલ્ડરને એકદમ રિલેક્સ બનાવો.
😴હવે તમારે તમારા મગજને એકદમ વિચારોથી મૂકત બનાવવાનું છે એટલે કે તેને એકદમ શૂન્ય પર લઈ જવાનું છે. જો આવી રીતે તમે સાવ રિલેક્સ થઈ જશો એટલે તમારે એવું ફિલ કરવાનું છે કે તમે કોઈ ખૂબ જ સુંદર એવી જગ્યાએ છો, ત્યાં તમામ વસ્તુ તમારી પસંદની જ છે.
😴માત્ર થોડી જ સેકેન્ડ વિચારોથી મૂકત બનેલું મન માત્ર ગણતરીની મિનિટોમાં જ એક મીઠી ઊંઘમાં જોવા મળે છે. એક શોધ અનુસાર આ ટ્રીક 100 માંથી 93 લોકોમાં સફળ સાબિત થઈ શકી છે. આપણે એ વાત જાણીએ જ છીએ કે જો ઊંઘ પૂર્ણ નથી થતી તો તેની અસર આપણા કાર્ય પર ચોક્કસ પડે જ છે સારી ઊંઘ ન લેવાના કારણે અનેક તકલીફો શરીરમાં ઘર કરવા લાગે છે.
😴જે લોકોને રાતના ઊંઘનો પ્રશ્ન હોય છે તેઓ માટે આ ટ્રીક ખૂબ જ ઉપયોગી છે જો તમને આ ટ્રીક ફાયદો ના પહોંચાડે તો તેના માટે એક વાત જાણી લો કે ઊંઘ લાવવા માટે તમારા મગજને એકદમ વિચાર મૂકત સાવ ખાલી કરવું જ પડે તો જ ઊંઘ આવી શકે.
😴 ઊંઘને લાવવા માટે તમારે ઊંઘને સજાવવી ખૂબ જ જરૂરી છે તેના માટે બેડ એકદમ સાફ-સુથરો હોવો જોઈએ અને માઇન્ડને એકદમ શૂન્ય બનવીને તેને મિનિટોમાં જ ઊંઘ લાવી શકાય છે. જો આપણે સુવાના સમયે જ વિચરો ના વૃંદમાં જઈએ તો ક્યારેય ઊંઘ ના આવી શકે. ક્રોધ કે ગુસ્સો આવે તેવી વાત કે વિચાર પણ રાતના સમયે ક્યારેય ના કરવા જોઈએ. જો આટલું ધ્યાન આપવામાં આવે તો તેનો ઘણો જ ફાયદો થઇ શકે છે.
😴ઊંઘને લાવવા માટે કોઈ દવા કે બીજા કોઈ ફૉર્મ્યુલાની જરૂર નથી બસ જરૂર છે તમારા મનને શાંત અને વિચાર મૂકત કરવાની જરૂર છે અને પછી જુઓ તેનો જાદુ મિનિટોમાં ઊંઘ આવશે અને દિવસ ભર ખૂબ જ સ્ફૂર્તિની સાથે કામ કરી શકશો.
જો આ ઊંઘને લાવવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.