🤮 આપણે મુસાફરી દરમિયાન જોતા હોઈએ છીએ કે રસ્તામાં ગાડી ઉભી રાખીને કોઈ માણસ કે નાનું બાળક ઉલ્ટી કે ઉબકા કરી રહ્યું છે. તેને આપણે મોશન સિકનેસ કહીશું. આવી સ્થિતિ કાર, ટ્રેન, ગાડી, બસ કે કોઈપણ મુસાફરી દરમિયાન વાહનમાં બેસીએ ત્યારે વ્યક્તિ થતી હોય છે. તેમાં ખાસ કરીને લાંબી મુસાફરી દરમિયાન આ તકલીફ વધારે થતી હોય છે.
🤮 તેમાં નાના બાળકને આ પ્રકારનો પ્રોબ્લેમ હોય તો કોઈ પણ પેરેન્ટ્સ મુશ્કેલીમાં મુકાય જતાં હોય છે. કારણ કે મુસાફરી દરમિયાન તેમને વારંવાર ગાડી રોકવી પડતી હોય છે. કેટલીક વખત તો લકઝરીમાં ટ્રાવેલ કરતાં હોઇએ ત્યારે તેમને ઉભી રાખવા કહેવું પડતું હોય છે, જેથી બીજા પેસેન્જર્સને પણ મુશ્કેલી પડતી હોય છે.
🤮 એવું નથી કે આ પ્રોબ્લેમ નાના બાળકને જ થાય તે ગમે તે વ્યક્તિને થઈ શકે છે. આ મોશન સિકનેસથી પેટની અંદર ખૂબ જ ગડબડી થાય છે. જે ટ્રાવેલ દરમિયાન ગાડીની સ્પીડ હોય છે તેના લીધે આ અનુભવ થતો હોય છે. જેમાં પેટમાં હલનચલન અને મોં સુકાવા લાગતું હોય છે. છેલ્લે તેમને વોમિટ કે ઉબકા આવવા લાગે છે. અમુક સમયે ગભરામણ પણ થવા લાગતી હોય છે. તો ચાલો આજે જણાવીશું તેનાથી છુટકારો મેળવવાનો ઉપાય.
🤮 હિંગ ગોળી- ઘણા લોકો પ્રવાસ દરમિયાન અલગ-અલગ પ્રકારની ચૂર્ણની ગોળી કે ખાટી મીઠ્ઠી ગોળી પાસે રાખતા હોય છે. તેવી જ રીતે તમે હિંગ ગોળી પણ રાખી શકો છો. તમારા બાળકને જેવું ઉલ્ટી કે ઉબકાનો અહેસાસ થવા લાગે કે તેને તરત આપી દેવી જોઈએ. જેથી પેટમાં બનતો ગેસ શાંત પડી જશે અને ઉલ્ટી કે ઉબકા થશે નહીં.
🤮 તુલસી પાન- તુલસીના પાન ચાવવાથી પણ ઉલ્ટી થશે નહીં. તે સિવાય એક બોટલમાં લીંબુનો રસ, ફુદીનાનો રસ, સંચળવાળું પાણી રાખવું, જે થોડા થોડા સમયે પીતા રહેવું.
🤮 લવિંગ- ઇલાયચી- જો તમારા બાળકને આ રીતની પરેશાની છે તો ટ્રાવેલ દરમિયાન તમે લવિંગ અને ઇલાયચી રાખી શકો છો. તે એન્ટી બેક્ટેરિયલનું કામ કરશે. જેથી રસ્તામાં તમને ઉલ્ટી કે ઉબ્કા આવતાં શાંત થઈ જશે અને મુસાફરીનો અનુભવ સારી રીતે માણી શકશો. બની શકે તો મુસાફરી શરૂ થાય તે પહેલાં જ બાળકને ઇલાયચી ખવડાવી દેવી જોઈએ.
🤮 વરિયાળી- વરિયાળી પાચનતંત્રને સુધારવાનું કામ કરે છે. તેથી ઉલ્ટી કે ઉબ્કાનો અનુભવ થાય કે તરત વરિયાળીનું સેવન શરૂ કરી લેવું જોઇએ તે અસરકારક નીવડશે. મુસાફરી દરમિયાન અચૂક વરિયાળી પાસે રાખો, જેવો તમને ઉલ્ટી કે ઉબ્કાનો અનુભવ થાય કે તરત વરિયાળીનું સેવન કરો. મૂડને ફ્રેશ બનાવશે સાથે પેટને શાંત કરશે.
🤮 આદુ- આપણે ઘણી વખત ઉધરસ કે શરદી થાય ત્યારે આદુ મોંમાં રાખીએ છીએ, જેના કારણે ઉધરસ બંધ થઈ જાય અને મૂડ સારો બને. તેવી જ રીતે તમે બાળકને ઉબ્કા આવવા લાગે ત્યારે આદુ વાળી એક કપ ચા જરૂર પીવડાવો. હકીકતે ઉલ્ટી રોકવા માટેનો આ રામબાણ ઇલાજ છે. આદુમાં કહેવાય છે કે એન્ટી એસિડિક ગુણ રહેલો છે. જે શરીરમાં બનતી એસિડિટીને ઓછી કરે છે. પેટના અલ્સરને શાંત કરી અને ઉબકા બંધ કરે છે એટલે આદુનું સેવન તમને સુરક્ષિત રાખશે.
🤮 તે ઉપરાંત બાળકને બારી પાસે બેસાડો જેથી બહારનો પવન મૂડ સારો બનાવશે, સાથે સોન્ગ સાંભળતા કે વાતો કરતાં કરતાં જવું જેથી બાળકનું મગજ વિચારોમાં ન રહે. થોડો સમય થાય કે ગાડી રોકી ફ્રેશ થાવ બહારની હવા બાળકને ખવડાવો. બહાર જતી વખતે તમારી કારને યોગ્ય રીતે સાફ કરો. જો કારમાં ધૂળ હશે તો પણ ઊલટી કે ઉબકાની સમસ્યા થશે. આ રીતે મુસાફરીનો આનંદ માણી શકો છો.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.