👉દરેક વ્યક્તિ જિમમાં જઈને પેટ, સાથળ, કમર, હિપ્સનો ભાગ ઓછો કરી શકે છે. પરંતુ વધતા શરીરની સીધી અસર જ્યારે ચહેરા અને ડોક પર થાય ત્યારે ચિંતા થવા લાગતી હોય છે. કેમ કે કમરનો ભાગ, પેટની ચરબી, સાથળ પર જામેલી ચરબી આપણે કસરત કરીને ઉતારી શકીએ છીએ, પરંતુ ચહેરા અને ડોકની ચરબી ઓછી કરવી અઘરું કામ થઈ પડે છે.
👉એટલું જ નહીં ચહેરા પર જામેલી ચરબી આપણી સુંદરતામાં ઘટાડો કરતી હોય છે. મોટાભાગની મહિલાને આજકાલ આ પ્રકારની ચરબી વધતી જોવા મળે છે. તો હેરાન થયા વગર કસરત કરીને ખૂબ જ સહેલાઈથી તમે ડોક અને ચહેરા પરનું ફેટ ઘટાડી શકો છો. આ કસરત તમે ગમે ત્યારે બેસીને કે ઉભા રહીને કરી શકો છો. પરંતુ તે સમયે તમારી પીઠ સીધી અને ખભા રિલેક્સ હોવા જરૂરી છે. જેથી કસરતનો વધુ ફાયદો થતો જણાશે. ચાલો કસરત કેવી રીતે કરવી તેની માહિતી મેળવીએ.
👉ઓ ફેસ એક્સરસાઈઝ- આ એક્સરસાઈઝ તમે કોઈપણ જગ્યાએ કોઈપણ સમયે કરી શકો છો. ગળા અને ફેસની ચરબી ઘટાડવા માટે સૌથી બેસ્ટ ઓપ્શન ગણી શકાય છે. આ કસરત તમારા ચહેરાના મસલ્સને ટોન કરશે. સાથે મોં માટે પણ ઘણી સારી એક્સરસાઈઝ છે.
👉કરવાની રીત- કસરત કરતી વખતે પીઠનો ભાગ સીધો રાખવો, ખભા થોડા નમેલા રાખવા. હવે તમારા ગળા અને માથાના ભાગને પાછળ ખેંચો. હોઠ બંધ કરી દો અને જ્યારે પણ તેને બંધ કરો ત્યારે હોઠને ઓ શેપમાં લાવવાની કોશિશ કરો. ખાસ ધ્યાન રહે કે હોઠને ઓ બનાવતી વખતે બંધ રાખવા અને આ સ્થિતિ લગભગ 20 સેકન્ડ સુધી રાખવી. રોજ લગભગ 20 વખત કરવી જોઈએ.
👉નેક રોટેશન– ઘણી વખત આપણે જોઇએ છીએ કે ગળા અને ચહેરા પર એટલી ચરબી વધી જાય છે કે શરીર બેડોળ લાગવા લાગે છે. ગમે તેવી સુંદરતા આ ચરબીના કારણે ઢંકાય જતી હોય છે. ઘણી વખત આ ચરબી એટલી વધી જાય છે કે ડબલ ચીનની તકલીફ થઈ જાય છે. તો ગળા પરની ફેટ ઓછી કરવા માટે નેક રોટેશન બેસ્ટ કસરત છે.
👉કેવી રીતે કરવી- કસરત કરતી વખતે કરોડરજ્જુ સીધા રાખવા. તે જ સ્થિતિમાં બેસી જવું અથવા ઉભા રહેવું. ધીમે ધીમે તમારા માથાને ડાબેથી જમણી બાજુ ફેરવો એટલે સ્ટ્રેચ કરવું. ત્યાર બાદ ફેસ આગળની તરફ કરવો, હવે ફરી જમણી બાજુથી કસરત કરવી. તમારે ઝડપથી ફેટ ઘટાડવી હોય તો આ કસરત દરરોજ 30 વખત કરવી.
👉બર્ડ્સ પોઝ- આ એક પ્રકારનો યોગા છે. તેને યોગમાં પણ કરાવવામાં આવે છે. આ એક્સરસાઈઝ ગળા અને ફેસની ફેટ ઓછી કરવા માટે કોઈપણ વ્યક્તિ કરી શકે છે.
👉કેવી રીતે કરશો- તમારા મોઢાના ભાગને ઉપરની બાજુ કરવું. જીભનો આગળનો જે ભાગ હોય તેને દબાવવો. ત્યાર બાદ માથાને છતની તરફ કરવું. બીજી બાજુ કરો તે પહેલા તમારા માથે જમણી બાજુ થોડું વાળી દો. દિવસમાં 30 વખત કરો. જેટલી વખત આ એક્સરસાઈઝ થશે એટલો ફાયદો વધુ થશે. આ 3 કસરત ઘરે એકદમ આરામથી કરીને ગળા અને ફેસની ફેટ ઘટાડી શકો છો.