👁️શિયાળાની સીઝનમાં પણ બપોરના સમયે નિકળીએ ત્યારે તડકો આપણા માથા પર આવે કે જાણે માથું દુખવા લાગે છે. અમુક લોકોની આંખો તડકો સહન કરી શકતી હોતી નથી તેવા વ્યક્તિ બપોરના સમયે બહાર નીકળવાનું ટાળતા હોય છે. એટલું જ નહીં આજકાલ વાતાવરણમાં પણ ઘણા ફેરફાર જોવા મળી રહ્યા છે.
👁️જેના કારણે પણ બોડી આપણું સેટ થતું હોતું નથી. આ બધા કારણોની અસર આપણી આંખ પર પ્રથમ થતી હોય છે. જેના કારણે આંખમાં આંજણી થતી હોય છે. આંજણી પાંપણના ઉપરના ભાગમાં થતી હોય છે. જેને પણ થાય તેને દુખાવો સહન કરવો પડતો હોય છે. તો દુખાવામાંથી ઝડપથી છુટકારો મળે, સાથે આંજણી પણ એક દિવસમાં ગાયબ થઈ જશે. તેનો ઉપાય જણાવશું.
👁️આ વાતનું ખાસ ધ્યાન રાખવું- જ્યારે પણ આપણને બોડી પર ફોલ્લી થાય ત્યારે વડિલો કહેતા હોય છે કે ત્યાં ટચ ન કરવું કેમ કે તેનાથી બીજું ઇન્ફેક્શન લાગી શકે છે. પરંતુ જો આંજણી કે ફોલ્લી આંખ પર થાય તો તેને અડવાથી આંખને ગરમ પડી શકે છે. વારંવાર કદાચ અડવામાં આવે તો દુખાવો વધી શકે છે.
👁️અમુક સમયે આંજણીની ફોલ્લી થાય ત્યારે કેટલાક તેને ફોડી તેમાંથી રસી કાઢી નાખવાની સલાહ આપે છે, કે જેનાથી ઝડપથી સારું થઈ જાય. પરંતુ તેનાથી સારું થવાને બદલે તકલીફ વધે છે. ઘણી વખત તેનો ચેપ પણ લાગી શકે તેવું બને. એટલા માટે આંજણીની ફોલ્લી ક્યારેય ન ફોડવી જોઈએ.
👁️મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું- મોટાભાગની મહિલાઓ કોઈપણ ફંક્શનમાં જાય ત્યારે આઈ લાઈનર, મસ્કરા, આઈશેડ, કાજલ જેવો મેકઅપ કરતી હોય છે. જો તમને આંજણી થઈ હોય તો કોઈપણ પ્રકારનો મેકઅપ તમારે કરવો નહીં, તેનું કેમિકલ આંજણી માટે વધારે હાનિ પહોંચાડશે.
👁️ઘરે બેઠા આંજણી મટાડવાના ઉપાયો :-
👁️ગરમ પાણી- એક તપેલીમાં થોડું ગરમ પાણી કરો, તેમાં કોટન કપડું લઈ પલાળો. હવે તે કપડાને પાણીમાંથી બહાર કાઢી નીચોવી લો. ત્યાર બાદ જ્યાં આંજણી થઈ હોય ત્યાં ધીમેધીમે શેક કરવો. આ રીતે કરવાથી આંજણીમાં થતો દુખાવો ઓછો થઈ જશે અને આંજણી પણ મટવા લાગશે.
👁️આંબલીના બી- જેને કચૂકા કહેતા હોઈએ છીએ. તેનો ઉપયોગ આંજણી મટાડવા માટે તમે કરી શકો છો. તેના માટે આંબલી ઉપરથી કાઢી બીજને બે દિવસ બરાબર પલાળી રાખવાના છે. પછી તેની ઉપરની છાલ કાઢી લેવી ત્યાર બાદ તેને ચંદન કે હળદરનો ગાંઠિયો ઘસતા હોય એ રીતે ઘસવું. તેની જે પેસ્ટ તૈયાર થાય તેને આંજણી પર લગાવી. ઉપાયથી તમારી આંજણી મટવા લાગશે.
👁️એલોવેરા જેલ- તમારે આંજણી ઝડપથી દૂર કરવી હોય તો એલોવેરા જેલ લગાવવું. બેસ્ટ ઉપચાર છે. આંખ પર 25 મિનિટ સુધી એલોવેરા જેલ લગાવવું. જેનાથી આંજણીનો દુખાવો ઓછો થશે અને આરામ મળશે. આટલા ઉપચાર કરવા છતાં પણ તમને આંજણીમાં ફરક ન પડે તો ડૉક્ટર પાસે અચૂક જવું જોઈએ.
જો આ આંજણી દૂર કરવાના ઉપાયો વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.