👉 અમુક સમયે શરીર પર રહેલા તલ ચહેરાની સુંદરતામાં વધારો કરે છે, તેનાથી શરીરને કોઈપણ પ્રકારનું નુકસાન થતું હોતું નથી. જો એક કે બે તલ ચહેરા પર હોય તો સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. પરંતુ તલની સાથે ચહેરા પર મસા પણ વધી જતાં હોય છે તેના લીધે અમુક સમયે ચહેરો ખરાબ દેખાવા લાગે છે.
👉 કોઈ વાર તેને મેકઅપ કરીને છુપાવી શકો છો, પરંતુ કાયમ માટે તેમાંથી છુટકારો મળતો હોતો નથી. કેટલાક તલ શરીરમાંથી જાતે નષ્ટ થઈ જાય છે તો કેટલાકને ઘરેલુ ઉપાય કરીને દૂર કરી શકાય છે. જન્મથી અથવા તે પછી થતાં તલ અને મસાને તમે ચહેરા કે શરીરના કોઈપણ ભાગમાંથી ઘરેલુ ઉપચાર કરીને સરળતાથી દૂર કરી શકો છો. તેમાં કોઈ પણ જાતની આડઅસર થતી નથી. આ ઉપાય કરવા માટે લસણ જરૂરી છે.
👉 શરીર પર તલ કે મસ થવાનું કારણ- 1) જાડાપણાના કારણે તલ થાય, 2) પ્રેગેનેન્સી દરમિયાન તલ થઈ શકે, 3) ડાયાબિટીસના કેટલાક દર્દીમાં આ તકલીફ હોય, 4) સ્ટોરોઈડના સેવનથી તલ થતાં હોય અને 5) વારસાગતને લીધે તલ કે મસા થાય.
👉 આ બંને વસ્તુ દૂર કરવાના ઉપાય- શરીરમાં મેલેનીનનું સ્તર વધારે હોય, જેના લીધે તલ અને મસા થાય છે. તો લસણનો ઉપયોગ કરીને સ્કીનમાં મેલેનીનનું સ્તર તમે ઓછું કરી શકો છો. શરીર માટે લસણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તે મસા અને તલનો રંગ આછો કરી દૂર કરવાનું કામ કરે છે. તેના માટે 1 લસણની જરૂર રહેશે.
👉 એક લસણથી આ રીતે દૂર કરો- સૌ પ્રથમ એક લસણ લેવું તેની 4-5 કળી ફોલવી. હવે આ ફોલેલી કળીના નાના ટુકડાં કરવા. તે ટુકડાને તલ અથવા મસા જ્યાં થયો હોય તે જગ્યા પર લગાવી પટ્ટી બાંધવી. 4 થી 5 કલાક સુધી આ પટ્ટી બાંધીને રાખવી. પછી પટ્ટી કાઢીને પાણીથી ધોઈ નાખવી. આ પ્રયોગ તમારે દિવસમાં ત્રણ વખત કરવાનો રહેશે.
👉 વિનેગરનો ઉપયોગ- તમે સામાન્ય વિનેગર અથવા સફરજનના વિનેગરને પણ ઉપયોગમાં લઈ શકો છો. તેના માટે લસણની થોડી કળી ફોલીને ક્રશ કરી પેસ્ટ જેવી બનાવવી. તેને વિનેગરમાં મિક્સ કરી લેવી. આ મિશ્રણને તલ અને મસા પર 30 મિનિટ સુધી લગાવી રાખવી. પછી પાણીથી ધોઈ નાખવી.
👉 કેસ્ટર ઓઈલ વડે ઇલાજ- ઘરેલુ ઇલાજમાં તમે કેસ્ટર ઓઇલ અને લસણનો ઉપયોગ કરી શકો છો. તેના માટે થોડા ટીપાં કેસ્ટર ઓઈલના અને લસણની 2-3 કળી લેવી. ધ્યાન રહે લસણની કળીને ક્રશ કરી પેસ્ટ જેવી બનાવવી પછી તેમાં કેસ્ટર ઓઇલ મિક્સ કરવું. આ પેસ્ટને અણગમા તલ અને મસા પર આખી રાત લગાવી રાખવી. સવારે ચોખ્ખા પાણીથી ધોઈ નાખવું.
👉 ડુંગળી વડે- ડુંગળી અને લસણના રસથી તમે તલ અને મસા દૂર કરી શકો છો. સૌથી પહેલા આ બંને વસ્તુનો રસ કાઢવો. પછી આ બંને વસ્તુના રસને સુતરાઉ કાપડની મદદથી તલ અને મસા પર લગાવો. 15 મિનિટ સુધી એમ જ રહેવા દો. ત્યાર બાદ ચહેરા કે સ્કીનને ચોખ્ખા પાણીથી સાફ કરી નાખો. આ પ્રયોગ દિવસમાં બે વખત કરવાનો રહેશે.
👉 આ ઉપાય તમે સ્કીન કે ચહેરા પર કરી શકો છો. તેનાથી મસા અને તલ બંને ગાયબ થઈ જશે. બંને વસ્તુ દૂર ન થાય ત્યાં સુધી કોઈપણ ઉપાય કરવાનો રહેશે.
જો તલ કે મસા દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.