🐍 સાપનું નામ સાંભળતાં જ મનુષ્યોમાં ભયનો માહોલ ઉભો થાય છે, તેને જોઈ લોકો એટલા બધા ડરી જતાં હોય છે કે ઘરની અંદર સાપ ઘૂસ્યો હોય તો બૂમો પાડવા લાગે છે અથવા લાકડી કે દંડો લઈ મારવા લાગતા હોય છે. આ સમસ્યા ખાસ કરીને ચોમાસા દરમિયાન વધી જતી હોય છે. તે સમયે વીંછી, સાપ કે અન્ય જીવ-જંતુ પણ ઘરમાં આવી જતા હોય છે. તેનું એક કારણ વિકાસ પણ છે, કેમ કે શહેરીકરણનો ઝડપથી વિકાસ થવાને કારણે ઝાડ તેમજ ખેતરોની જગ્યા મકાનનો એ લઈ લીધી છે.
🐍 એટલે દરેક જીવ શહેર તરફ આગળ વધી રહ્યા છે. એટલા માટે શહેરોમાં સાપ નીકળવાના બનાવો આજકાલ વધી રહ્યા છે. માટે જો કોઈ વખત સાપ ઘરમાં ઘૂસી જાય તો તેને મારવાને બદલે ભગાડવો જોઈએ. છત્તીસગઢમાં પર્યાવરણ સંરક્ષણમાં કામ કરતા નોવા નેચર સોસાયટીના સેક્રેટરી મોઈજ અહમદ આ બાબત વિશે જણાવે છે કે સાપ ઝેરીલો જીવ છે. એટલે બધા તેનાથી ડરે છે.
🐍 સાપ વિશે આપણા સમાજમાં એવી ગેરમાન્યતાઓ ફેલાયેલી છે કે ગમે તે સાપને લોકો દુશ્મન સમજવા લાગે છે. અમુક સમયે બિનઝેરી સાપ કરડવાના કારણે પણ લોકો મૃત્યુ પામે છે. તેથી તેને મારવો જોઈએ નહીં તેને ભગાડવો જોઈએ.
🐍 સાપનું રક્ષણ કરવું- સાપ વિશે માહિતી મળી છે કે ભારતમાં જેટલા સાપ મળે છે તેમાંના 20 ટકા સાપ ઝેરીલા છે. બાકીના 80 ટકા સાપમાં ઝેર હોતું જ નથી. બીજું કે આપણે સાપને એટલા માટે બચાવવા જોઈએ કેમ કે પ્રકૃતિના ભોજન ચક્રનો મહત્ત્વનો હિસ્સો છે.
🐍 ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે. તે સૌ કોઈ જાણે છે, ખેતરમાં જે પાક થાય છે તેનો 5મો ભાગ ઉંદર ખાઈ જાય છે. તો ખેતરમાં રહેતા સાપ અને ધામણ આ ઉંદરનો શિકાર કરી પાકનો બચાવ કરે છે. આપણું ઉત્પાદન તેના કારણે જ સુરક્ષિત રહે છે. એટલા માટે સાપનું સંરક્ષણ જરૂરી છે.
🐍 જો સાપ ઘરમાં આવે ત્યારે -પહેલા સાપ જ્યાં દેખાય તે જગ્યા પર ફિનાઈલ કે કેરોસીન છાંટી દેવું, સ્મેલથી સાપ જાતે જ બહાર જતો રહેશે.
🐍 -એક લાંબી લાકડી લેવી તેને પકડી સાપની સામે ઉભા રહેવું. બિલકુલ ડર્યા વગર. તેની પર સાપ ચઢી જશે. સાપ લાકડી પર ચઢે તેને બહાર કાઢી લેવો. પછી તેને ઘરથી દૂર છોડી દેવો જોઈએ.
🐍 -સાપ ખાસ કરીને દીવાલ અને મેદાનની કિનારી પર ચાલતો હોય છે. તો સાપ જે જગ્યા પર હોય તેનાથી થોડી દૂર એક કોથળો મૂકો તેને પાઇપ વડે બાંધીને મૂકવો. જેથી કોથળામાં સાપ સરળતાથી આવી જાય અને પછી તેને બાંધી જંગલ કે કોઈ ખુલ્લી જગ્યા પર છોડી દેવો જોઈએ. આ રીતે સાપને માર્યા વગર ઘરની બહાર કાઢવો જોઈએ.
🐍 સાપ ડંખ મારે ત્યારે--સાપ જેવો કરડે તો પહેલા 108ને ફોન કરવો, અને તે વ્યક્તિએ એકદમ શાંત રહેવું જોઈએ. કેમ કે વધારે પેનિક થવાથી બ્લડ પ્રેશરમાં વધારો થાય છે અને ઝેર ઝડપથી ફેલાય છે. માટે કોઈ આરોગ્ય સારવાર ન મળે ત્યાં સુધી એકદમ શાંત રહેવું.
🐍 -સાપ શરીરના જે ભાગ પર કરડે તે ભાગ સ્થિર રાખવો. તે સિવાય ઘાવને ધોવા કે બીજા કોઈ ઘરેલુ ઉપચાર કર્યા વગર સીધા દવાખાને પહોંચી જવું જોઈએ.
🐍 -તેની પર દબાણ કરીને પટ્ટી ન બાંધવી જોઈએ. કેમ કે તેનાથી કોઈ અસર થતી નથી. પરંતુ મોટાભાગના લોકો આ પ્રકારની ભૂલ કરતાં હોય છે. પણ આ ઉપચારથી કેટલીક વખત દર્દીને વધારે લોહી નીકળવા લાગે છે અને તેનું મૃત્યુ પણ થાય છે. તેનાથી ઇન્ફેક્શન વધવાના ચાન્સ વધી જાય છે. માટે આટલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઇએ.
જો સાપ વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.