🐱 બિલાડી, કૂતરા, પોપટ, સસલું આ બધા પ્રાણીઓ કેટલાક લોકો પોતાના ઘરમાં પાળતા હોય છે. તેને ઘરના સભ્યની જેમ દેખભાળ કરતાં હોય છે. તેમાં ખાસ કરીને બિલાડી અને કૂતરાને સ્પેશિયલ ટ્રેનિંગ આપવામાં આવે છે. કેમ કે તેને ઘરમાં રાખવાના હોવાથી કોઈ વસ્તુને નુકસાન પહોંચે એટલા માટે.
🐱 સોસાયટી, શેરી કે બીજી અન્ય જગ્યા પર ફરતી બિલાડી ટ્રેઇન હોતી નથી અને તે ઘરમાં વારંવાર ઘૂસી આવીને ઘરમાં રહેલો ખોરાક કે દહીં, દૂધ ખરાબ કરતી હોય છે.
🐱 એવું નથી કે બધાને બિલાડી રાખવી ઘરમાં ગમતી હોય છે. કેટલાક લોકો એવા પણ હોય છે જેમને બિલાડી જરાપણ પસંદ હોતી નથી. તે લોકો ઘરમાં આવતી બિલાડીને વારંવાર બહાર કાઢે તેમ છતાં તે આવી જાય છે, તો તમને એક સરળ ટિપ્સ જણાવીશું, જેથી તમને બિલાડીના ત્રાસમાંથી છુટકારો મળી જશે.
🐱 અલ્ટ્રાસોનિક ડિવાઈસનો ઉપયોગ- આ એક પ્રકારનું મશીન છે. જેના અવાજથી બિલાડી દૂર ભાગી જાય છે. આ મશીન અલ્ટ્રાસોનિક ડિવાઈસ છે. જેનો અવાજ કોઈપણ વ્યક્તિને સંભળાતો હોતો નથી, પરંતુ બિલાડી સાંભળી શકે છે. અને તે સાંભળી દૂર ભાગવા લાગે છે. જો તમારા ઘરમાં પણ બિલાડી આવતી હોય તો અલ્ટ્રાસોનિક ડિવાઈસનો ઉપયોગ કરી શકો છો. આ મશીન તમે ગાર્ડન, બાલ્કની કે દરવાજાની બહાર લગાવી શકો છો.
🐱 પાણી- ગરોળીની જેમ બિલાડીને પણ પાણી પસંદ હોતું નથી. ઘણાં લોકો જેવી બિલાડીને જોવે કે તરત લાકડી અથવા દંડો લઈ મારવા દોડી જાય છે. આ વસ્તુ ન કરવી જોઈએ. તેની પર પાણી છાંટવું, જેથી બિલાડી તરત જતી રહેશે, કેમ કે બિલાડીને પાણી પસંદ હોતું નથી. જો તમે ગાર્ડન કે બાલ્કનીમાં પાણી ભરીને મૂકી રાખશો તો બિલાડી ઘરની અંદર પ્રવેશ કરશે નહીં.
🐱 કુદરતી સ્મેલ- કુદરતી સ્મેલથી બિલાડી દૂર ભાગતી હોય છે. બિલાડીને દૂર ભગાડવા માટે આ સારો ઉપાય છે. પરંતુ જે પણ વસ્તુનો ઉપયોગ કરો તેની સ્મેલ સ્ટ્રોંગ હોવી જરૂરી છે. જેમ કે તમે લસણ, કોફી પાઉડર, લવિંગ ઓઇલ, ખાટાં દહીંનો ઉપયોગ કરી શકો છો. આમાંથી ગમે તે વસ્તુ તમે દરવાજા બહાર કે રસોડામાં રાખી શકો છો.
🐱 જો વારંવાર બિલાડી રસોડામાં આવી જતી હોય તો લવિંગ ઓઇલ મૂકી રાખવું. તે સિવાય ઘણાં લોકો ડોગના પેશાબનો પણ ઉપયોગ કરતાં હોય છે. તેની ગંધ બિલાડીને સહેજ પણ પસંદ હોતી નથી. તે ફાટફટ ઘરની બહાર જતી રહેશે.
🐱 વિન્ડ ચાઈમ- ઘરના દરવાજા પાસે વિન્ડ ચાઈમ લગાવી દો. તેના અવાજથી પણ બિલાડી ઘરમાં પ્રવેશ કરશે નહીં. કોઈ વખત કોઈ વ્યક્તિ ઘરમાં ન હોય અને બિલાડી પ્રવેશ કરે તો દરવાજો જેવો ઓપન કે ક્લોઝ થશે વિન્ડ ચાઈમનો અવાજ આવતાંની સાથે બિલાડી ઘરની બહાર જતી રહેશે. તમે વિન્ડ ચાઈમ બાલ્કનીમાં પણ લગાવી શકો છો.
🐱 તે સિવાય ગેટ પર લગાવો ત્યારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે તે દરવાજાની એકદમ પાસે લાગેલું હોવું જોઈએ. જેથી જ્યારે પણ દરવાજો ખુલે અવાજ આવવાથી બિલાડી પ્રવેશે નહીં.
🐱 આટલી વસ્તુ ધ્યાનમાં રાખો :
🐱 -બિલાડી જે રસ્તા પરથી ઘરમાં આવતી હોય તેને ચેક કરવો. કેમ કે અમુક સમયે દીવાલમાં કાણું હોવાના કારણે તે સહેલાઈથી પ્રવેશ કરી શકે છે. જે જગ્યા પર કાણું હોય ત્યાં ઇંટ, કપડું, કે કોઈપણ વસ્તુ મૂકી શકો છો.
🐱 -જમવાની કોઈપણ વસ્તુ ખુલ્લી ન રાખવી. તેની સ્મેલ આવવાથી તે અંદર આવવાની કોશિશ કરે છે. જેમ કે દૂધ, મલાઈ, દહીં. આ બધી વસ્તુ ફ્રિજ કે બિલાડી પહોંચી ન શકે તેવી જગ્યા પર મૂકવી જોઈએ.
🐱 -કચરા પેટીને પણ તમે ઘરની બહાર મૂકો, જો તે ઘરમાં હશે તો ખાવાની વસ્તુ સમજી તોડવાની કોશિશ કરશે અને તેના લીધે આખા ઘરમાં કચરો ફેંલાશે. બિલાડીથી પરેશાન હોવ તો આટલી ટિપ્સ જરૂર અપનાવો.
જો બિલાડી ભગાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.