🦎 કોઈપણ સ્ત્રી હોય તે ગરોળીનું નામ સાંભળતાં જ બૂમો પાડવા લાગે છે. તે ઘરમાં કે બહાર જો એક વખત દેખાય જાય તો ચીસો પાડી દોડવા લાગે છે. એટલું જ નહીં તે જગ્યા પર બીજી વખત જતાં પણ ડરવા લાગે છે. મોટાભાગની સ્ત્રીઓ ગરોળીથી ડરતી હોય છે. તે ઘરના ગમે તે ખૂણામાં જતી રહે છે અને રાત્રિના સમયે તે વધારે જોવા મળે છે.
🦎 તે ઘરમાં રહે તો ઘણાં જીવ-જંતુ ખાઈ જતી હોવાથી ફાયદો થાય છે. પરંતુ દરેક સ્ત્રી તેનાથી ડરતી હોવાના કારણે તેને ઘરની બહાર કાઢવાના પ્રયત્નો કરતી હોય છે. અમુક સમયે તો ઘરમાં લાઈટની આજુબાજુ ગરોળી આવી જાય અને તેનો વિચિત્ર દેખાવ જોઈને આપણને અણગમો થઈ જાય છે. તો તમને ગરોળી બહાર કાઢવાના ઉપાયો જણાવીએ….
🦎 ઇંડાની છાલ- ગરોળીથી છુટકારો મેળવવા માટે સૌથી સહેલો અને લોકપ્રિય ઉપાય છે ઇંડાની છાલ. જો તમારા ઘરમાં ગરોળી વારંવાર આવી જાય છે તો ઇંડાનો ઉપયોગ કર્યા બાદ તેની સફેદ છાલ ફેંકવાને બદલે ઘરના એક ખૂણામાં મૂકી દો જ્યાં ગરોળી વધારે આવતી હોય. ગરોળીને ઇંડાની ગંધ ગમતી હોતી નથી.
🦎 કોફી- ગરોળીને કોફીની સુગંધ પણ પસંદ હોતી નથી. તેના માટે તમારે કોફી પાઉડરને તમાકુ પાઉડર સાથે મિક્સ કરીને તેના નાના-નાના બોલ્સ બનાવવાના રહેશે. આ બોલ્સને ટ્યુબલાઈટની આસપાસ કે બારી-બારણાંની આજુબાજુ મૂકવા. જેથી બોલ્સની સુગંધથી ગરોળી ઘરમાં પ્રવેશશે નહીં. ઘણી વખત ગરોળી બોલ્સ ખાઈ જાય છે તો તેના માટે જોખમી સાબિત થાય છે.
🦎 નેપ્થલીનની ગોળી- નેપ્થલીનની ગોળી પણ ગરોળીને ભગાડવા માટે અસરકારક સાબિત થાય છે. આ ગોળીને ઘરના ખૂણાં અલગ-અલગ ઉપરાંત વોર્ડરોબમાં પણ મૂકી શકો. ગરોળી ઘરમાં આવતી બંધ થઈ જશે.
🦎 લસણ અને ડુંગળી- મોટાભાગના ઘરોમાં લસણ ડુંગળીનો ઉપયોગ વધારે થતો હોય છે. તો તે ગરોળીને દૂર કરવા માટે સારો ઉપાય છે. આ બંને વસ્તુનો રસ કાઢવો, અને પછી તેને ટ્યુબલાઈટ કે ખૂણામાં છાંટવો. આ રસમાંથી આવતી તીખી ગંધ ગરોળીને દૂર ભગાડવાનું કામ કરે છે. આ સૌથી બેસ્ટ ઉપાય માનવામાં આવે છે.
🦎 ઠંડુ પાણી- ગરોળીને ઠંડી વસ્તુ પસંદ હોતી નથી. તેના લીધે જ તે ઠંડીની સીઝનમાં વધારે જોવા મળતી નથી. તે શિયાળામાં હાઈબરનેટ કરે છે, માટે જ વાતાવરણમાં ફેરફાર થતાં તે સાવચેત થઈ જતી હોય છે. તે જેવી ટ્યુબલાઈટ પાસે આવે કે તરત તેની પર ઠંડુ પાણી રેડો, તે હલનચલન કરવાનું બંધ કરી દેશે. અને તેમ તેને છાપા કે કપડાં વડે સરળતાથી પકડી શકશો.
🦎 વિનેગર અને લીંબુ- એક ચમચી લીંબુ, 2 ચમચી વિનેગર, થોડું પાણી અને એક સ્પ્રેની બોટલ. બધી વસ્તુ ભેગી કરી એક સ્પ્રેની બોટલમાં ભરી દેવી. પછી તેને બરાબર મિક્સ થાય ત્યાં સુધી હલાવવી. જ્યાં તમને ગરોળી દેખાય તરત તેના પર છાંટવું. તેનાથી ગરોળી ઘરની બહાર જતી રહેશે કેમ કે ગરોળીની સ્કીન બહુ સેન્સીટીવ હોય છે અને વિનેગર-લીંબુનું મિશ્રણ તેની પર છાંટવાથી તેને બળતરા થવા લાગતી હોય છે. આ રીતે થવાથી તે ત્યાંથી દૂર જતી રહેશે.
🦎 કાળા મરીનો સ્પ્રે- કાળા મરીનો થોડો પાઉડર-પાણી અને એક સ્પ્રેની બોટલ. બધી વસ્તુ બરાબર મિક્સ કરી સ્પ્રેની બોટલમાં ભરી દેવી. જો તમારી પાસે કાળા મરીનો પાઉડર ન હોય તો ચીલી ફ્લેક્સ અથવા લાલ મરચાંનો ઉપયોગ કરી શકો છો.
🦎 આ કોઈપણ વસ્તુને મિક્સ કરી ઘરમાં છાંટવી. ગરોળી દૂર જતી રહેશે. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું કે પ્રયોગ કરો તે પહેલા ગોગલ્સ અને હાથના મોજાં અચૂક પહેરવા જેથી તમારી આંખમાં લાગે નહીં. હાથમાં લાલ મરચું અને ચીલી ફ્લેક્સના કારણે બળતરા ન થાય.
જો ગરોળી ભાગવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.