આજના સમયમાં લોકોને ખરાબ ખાવા પીવાની આદત પડી રહી છે. આચરકૂચર ખાઈને લોકો પોતાનું મોઢું અંદરથી બરાબર સાફ નથી કરતાં અને તેના કારણે મોઢામાં તે વસ્તુનો થોડો ભાગ ચોટેલો રહે છે. આ વસ્તુના કારણે મોઢાની અંદર દુર્ગંધ આવવા લાગે છે. તે ચોટેલા ખાદ્યપદાર્થના કારણે દાંતમાં વારંવાર દુખાવો, પેઢાનો દુખાવો, પાયોરિયા જેવી સમસ્યા થવાની સંભાવના રહે છે. મોઢામાં ખરાબ વાસ આવવાનું મૂખ્ય કારણ પાયોરિયા હોય છે.
પાયોરિયાથી મોઢામાં દુર્ગંધ આવે છે પણ અમુક સમય પાયોરિયા વગર પણ મોઢામાં વાસ આવવા લાગે છે. તેનું કારણ છે અનિયમિત ભોજન કે, વધારે સમય ભૂખ્યું રહેવું. હા દોસ્તો વધારે સમય ભૂખ્યું રહેવું પણ દુર્ગંધનું કારણ હોય છે. જે લોકો ડાઇટિંગ કરી રહ્યા છે તેના મોઢામાં વાસ આવવી સામાન્ય છે. આ આર્ટીકલમાં મોઢાની ગમેતેવી દુર્ગંધ દૂર કરવા માટે લખવામાં આવ્યો છે. મોઢાની સામાન્ય આવતી વાસ પણ આસાનીથી દૂર કરી શકશો.
- સામાન્ય ઉપાય.
જે લોકોને વધારે મોઢામાં દુર્ગંધ આવે છે તેને લસણ, કાંદા, મટન અને માછલી જેવા ખોરાકને ટાળવા જોઈએ. ભોજન કર્યા પછી મુખવાસ ખાતા પહેલા સફરજન અથવા ગાજરની એક કે બે ચીર ખાવી જોઈએ. જેથી દાંતમાં ચોટેલો ખોરાક કાઢવામાં મદદ મળે છે. રાત્રે સૂતા પહેલા એક વાર પાણી મોઢામાં રાખી અને દાંત પર બ્રશ ફેરવવું જોઈએ જેથી દાંતમાં ચોટેલો તમામ ખોરાક કાઢવામાં મદદ કરશે. જે લોકોને કોફી પીવાની આદત છે તેને કોફીનું સેવન ટાળવું જોઈએ. કોફીના સેવનથી જીભ ઉપર ખરાબ પડ જામે છે.
- લીલા શાકભાજી નો ઉપાય
કોફીનું સેવન કરવા કરતાં ગાજર, સફરજન, કાકડી જેવા લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ. દાંતમાં રહેલા તમામ કણોને કાઢી અને મોઢું શુદ્ધ કરે છે. ભોજન કર્યા પછી તજ, લવિંગ કે વરિયાળી મોઢામાં રાખવી જોઈએ. મોઢામાં આવતી વાસને ઓછી કરવામાં મદદ કરે છે. લવિંગ મોઢામાં રાખી ચૂસવાથી મોઢાની ગમેતેવી દુર્ગંધ દૂર કરે છે.
- પાણીનો ઉપાય
દુર્ગંધ આવવાના બીજા પણ કારણો હોય છે. તમે દિવસ દરમિયાન પાણીનું સેવન ઓછું કરો તો પણ મોઢામાં વાસ આવવા લાગે છે. ભોજન કર્યા પછી થોડું પાણી પીવું જરૂરી હોય છે. ભોજન પછી પાણી નહીં પીવાથી પાચનક્રિયા ઓછી થાય છે. આ પાચનક્રિયાના કારણે પેટની અંદર રહેલું ભોજન પચશે નહીં તેથી ભોજનની દુર્ગંધ સ્વાસની સાથે બહાર આવશે જેથી મોઢામાં વાસ આવવા લાગશે. ભોજન પછી પાણી પીવાનું રાખો અને દિવસમાં વધારે પાણી પીવાનું રાખો જેથી દુર્ગંધ સ્વાસની સાથે બહાર આવતા અટકી જશે.
- દાતણનો ઉપાય
પહેલા સમયમાં આપણાં દાદા અને દાદી બ્રશની જગ્યાએ લીમડાનું અથવા બાવળનું દાતણ કરતાં હતા. જેનાથી તેમના દાંત અને પેઢા પણ મજબૂત રહેતા અને તેના મોઢામાં ક્યારે વાસ કે બીજી કોઈ સમસ્યા થતી નહીં. અત્યારે તમારા મોઢામાં વાસ આવે છે તો, કાલેથી લીમડાનું દાતણ કરવાનું ચાલુ કરો થોડા દિવસમાં મોઢામાં આવતી દુર્ગંધ દૂર થવા લાગશે. દિવસે વધારે દુર્ગંધ આવતી હોય છે ત્યારે થોડો ફૂદીનો ચાવીને ખાવો. ફૂદીનો પણ દુર્ગંધ દૂર કરવામાં મદદ કરશે.
- અજમા ખાવ
મોઢામાં આવતી દુર્ગંધને દૂર કરવા માટે અજમાનો ઉપયોગ ખુબજ ફાયદાકારક સાબિત થાય છે. અજમાને ચાવીને ખાવાથી પણ વાસ ઓછી થાય છે અને તેને એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમા મિક્સ કરી ઉકાળો અને પછી તેને ઠંડુ કરી તેનાથી કોગળા કરવા. આ કાર્ય પણ મોઢાની દુર્ગંધને દૂર કરવામાં મદદ કરશે. અજમાના પાણીને માઉથવોશની જેમ ઉપયોગ કરવો.
- વરિયાળી ખાઈ લો.
વરિયાળી પણ મોઢામાં આવતી વાસને દૂર કરવામાં મદદ કરે છે. વરિયાળીની બનેલી ચા પણ મોઢામાં આવતી દુર્ગંધ દૂર કરી શકે છે. જ્યારે પણ ભોજન કરીને તમે ઊભા થાઓ છો ત્યારે મુખવાસ જરૂર ખાતા હશો. આ મુખવાસમાં વરિયાળી પણ મિક્સને ખાવાનું રાખો વધારે ફાયદો થશે. ભોજન કર્યા પછી તરત એક ચમચી જેટલી વરિયાળી ખાવાથી મોઢામાં આવતી દુર્ગંધ દૂર થશે અને દાંતમાં ચોટેલો ખોરાક પણ નીકળવા લાગશે. વરિયાળીના સેવનથી રાતભર મોઢું એકદમ સાફ અને ચોખ્ખું રહેશે. જેથી સવારે મોઢામાં દુર્ગંધ ઓછી આવશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.