👉 આપણાં બધાના ઘરમાં રસોઈ કરવા માટે અલગ-અલગ વાસણ હોય છે. જેમાં સૌથી કોમન હોય તો એ છે. પ્રેશર કુકર જે રસોઈ બનાવવા માટે સૌથી વધારે વપરાતું સાધન છે. જેમાં રસોઈ ઝડપથી બની જાય છે. જેથી બીજા કાર્યો કરવા માટે સમયની બચત થઈ શકે છે. ઉપરાંત પ્રેશર કુકરમાં રાંધેલી રસોઈ પોષ્ટિક અને ગુણકારી હોય છે.
👉 રોજ પ્રેશર કુકરનો ઉપયોગ થતો હોવાથી ઘણી વાર તેમાં અમુક સમસ્યાઓ આવતી હોય છે. જેથી રસોઈ સરખી બની શકતી નથી. જેમાં કુકરના ઢાંકણમાં લાગેલી રબ્બરની રીંગ ખરાબ થઈ જવાની સમસ્યથી લોકો પરેશાન હોય છે. જેથી નવી રિંગ જ્યાં સુધી ન આવે ત્યાં સુધી રસોઈ બની શકતી નથી. આ સમસ્યાને દૂર કરવા અને નવી રબ્બરની રીંગ ખરીદ્યા વગર તમારી સમસ્યાથી છુટકારો મળી જશે. અપનાવો આ ઉપાય.
👉 કુકરની રીંગની સમસ્યાને ઉકેલવાના ઉપાયો :-
👉 કુકરની રીંગ જ્યારે ખરાબ થઈ જાય ત્યારે તેમાં રસોઈ સરખી થતી નથી. કારણ કે, બધી વરાળ કુકરની બારે નીકળી જાય છે. આ સમસ્યાને હલ કરવા માટે તમારે સૌપ્રથમ કુકરના ઢાંકણને બંધ કરી દેવું અને તેની બોર્ડર પર ઘઉનો લોટ લગાવી દેવો. જેથી કુકરમાં રહેલી બાષ્પ બહાર નીકળશે નહીં.
👉 કુકરના ઢાંકણમાં લાગેલું રબ્બર અમુક વાર ઢીલું થઈ જાય છે. તેના માટે તમે આ રબ્બરની રીંગને કાઢી અને તેને થોડી કાપી લેવી હવે તેને થોડી ગરમ કરી અને ફેવિકવિક વડે ચોંટાડી દેવી. જેનાથી આ રીંગ ફરી ટાઇટ થઈ જશે અને તમારે નવી રિંગનો ખર્ચ કરવો નહીં પડે.
👉 કુકરના ઢાંકણમાં લાગેલ રબ્બરની રીંગ વારે-વારે ઢીલી થઈ જાય છે. તો તમે આ સરળ ઉપાય અપનાવી શકો છો. જેના માટે તમારે કુકરનું ઢાંકણ લઈ અને તેને ફ્રીઝમાં મૂકી દેવું. જેથી ઠંડકના સંપર્કમાં આવવાથી રબ્બર સંકોચાઈ છે. જેથી આ ઢીલી થઈ ગયેલી રબ્બરની રીંગ સંકોચાઈ અને ઢાંકણમાં આપ મેળે ફિટ થઈ જશે. કુકરનું ઢાંકણ તમારે ફ્રીઝમાં માત્ર 10 થી 15 મિનિટ સુધી રાખવાનું રહેશે.
👉 કુકરની રીંગ ટાઇટ કરવા માટે તમે તેમાં ટેપ લાગવી શકો છો આ ઉપાય કરવા માટે તમારે કુકરના ઢાંકણની રીંગ કાઢી અને તેમાં થોડા-થોડા અંતરે ટેપ લગાવી લેવી. હવે આ રીંગને તમારે ફરી કુકરના ઢાંકણમાં ફિટ કરી લેવી, આ ઉપાય કરવાથી રીંગ ટાઇટ થઈ જશે જેથી તમારે નવી રીંગ ખરીદવાની જરૂર નહીં પડે.
👉 કુકરની રીંગ ઢીલી થઈ જાય તો તમે આ ઉપાય પણ કરી શકો છો. જેમાં તમારે કુકરના ઢાંકણમાંથી આ રીંગ કાઢી અને તેને ઠંડા પાણીમાં 20 મિનિટ રાખી મૂકવી અને કુકરના ઢાંકણને પણ ઠંડા પાણીથી ધોઈ લેવું. હવે આ રીંગને કુકરના ઢાંકણમાં લગાવી લેવી. આ ઉપાયથી રીંગ ટાઇટ થઈ જશે.
👉 તો મિત્રો, આ રીતે તમે કુકરમાં રીંગ ઢીલી થઈ જવાની સમસ્યાને ઘરે બેઠા જ હલ કરી શકો છો. ઉપરાંત આ સમસ્યાને ઉકેલવા માટેના ઊપાયો પણ ખૂબ સરળ અને કારગર છે. જેથી તમારી આ સમસ્યા દૂર થઈ જશે અને તમારે નવી રીંગ ખરીદવાની જરૂર પણ નહીં પડે.
જો બળેલા ભાત ઉખાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.