👉 આપણા આયુર્વેદમાં ઘણી બિમારીઓના ઉપાય દર્શાવ્યા છે. અમુક લોકોને ચામડીના રોગ થતાં હોય છે. જેમાં ચામડીમાં સફેદ દાગ થઈ જતાં હોય છે અને આ દાગ બાળપણથી હોય છે. ઉપરાંત ઉમર વધતાં રોગ પણ ફેલાતો જાય છે. આ રોગ થતાં ચામડીનો રંગ બદલાઇ જાય છે. પરંતુ આ રોગથી ડરવાની જરૂર નથી કેમ કે આપણા આયુર્વેદમાં તેનો ઉપાય પણ દર્શાવામાં આવ્યો છે.
👉 બાળકોમાં કોઢનો રોગ જેવા દાગ થતાં બધા ગભરાઈ જતાં હોય છે, પરંતુ આ બીમારી પણ આયુર્વેદના ઉપાયોથી દૂર થઈ શકે છે. તેથી જાણકાર લોકોએ બધાને સમજાવું જોઈએ કે આ રોગ સામાન્ય છે. તેનાથી ડરવાની જરૂર નથી કારણ કે આ રોગ નો પણ ઈલાજ શક્ય છે કારણ કે, ચામડી પર થતાં દાગ કોઢના ન પણ હોય તેનાથી ડરવું નહિ.
👉 ઘણા લોકો ચામડી પરના સફેદ દાગને કોઢનો રોગ સમજી લેતા હોય છે અને તેનાથી ડરતા હોય છે, પરંતુ આ બંને રોગમાં તફાવત છે. જો કોઢનો રોગ થયો હોય તો ચામડી પર સફેદ દાગની સાથે તેની અંદર કાળા દાગ પણ હોય છે અને પૂરી ચામડી સફેદ થતી જતી હોય છે પરંતુ ચામડીના દાગમાં આખા શરીરની ચામડી સફેદ થતી નથી અને ચામડી પરના દાગ સમયાંતરે આગળ વધતાં નથી.
👉 અમુક વાર આપણી ભૂલના કારણે પણ ચામડીના રોગો થતાં હોય છે. જેનું મોટું કારણ છે આપણો ખોરાક. આપણે અજાણતામાં વિરોધી ખોરાકનું સેવન કરતાં હોય છીએ. જેના સેવનથી પણ ચામડીનના રોગો થતાં હોય છે. જેવા કે, ડુંગળી અને દૂધ, દૂધ અને દહી, દૂધની સાથે ફાળોનું સેવન, વધારે ખાટાં ફાળોનું સેવન અને અન્ય વિરોધી ખોરાકનું સેવન કરવાથી ચામડીના રોગો થાય છે. ઉપરાંત શરીરને હંમેશા એક્ટિવ રાખવું જોઈએ અને જેમ વધુ પરસેવો વળે તેવી એક્ટિવિટી કરવી જોઈએ તેથી શરીરમાંથી બધી ગંદકી પરસેવા સ્વરૂપે બહાર નીકળી જાય. હવે જોઈએ ચામડી પર થતાં સફેદ દાગને દૂર કરવાના ઉપાયો.
👉 ચામડી પર થતાં સફેદ દાગ દૂર કરવાના ઉપાયો :-
🌿 આપણા આયુર્વેદમાં તુલસીને સૌથી શ્રેષ્ઠ ઔષધિનું સ્થાન આપ્યું છે. જેનાથી ચામડીના રોગ પણ દૂર કરી શકાય છે. આ પ્રયોગ કરવા માટે સૌપ્રથમ એક પાત્ર લેવું અને તુલસીના પાનને વાટીને તેનું પેસ્ટ બનાવો.. આ પેસ્ટને પાત્રમાં નાખી તેમાં 300 ગ્રામ સરસોનું તેલ ઉમેરવું હવે આ પાત્રને ગેસ પર ધીમા તાપે ગરમ કરવું. હવે આ તેલને ઠંડુ થયા બાદ એક બોટેલમાં ભરી લેવું અને નિયમિત રોજ આ તેલને ચામડી પરના દાગ પર લગાવવું. જેનાથી થોડા જ સમયમાં ચામડીનો રોગ દૂર થઈ જશે.
🌿 હવે બીજો ઉપાય છે હળદર. આપણા આયુર્વેદમાં હળદરના પણ ઘણા ફાયદા કહેવામાં આવ્યા છે. હળદર ચામડીના રોગો દૂર કરવામાં પણ ઉપયોગમાં આવે છે. આ ઉપાય કરવા માટે હળદર લઈ અને બજારમાં મળતી ગેસવાળી સાડી સોડા લઈ બંને મિક્સ કરવું અને દાગ પર આ મિશ્રણ લગાવવુ. આ પ્રયોગ કરવાથી ઝડપથી ચામડી પર થયેલા સફેદ દાગ દૂર થાય છે.
🌿 આયુર્વેદમાં ચામડીના રોગો દૂર કરવામાં લીમડો પણ પ્રથમ સ્થાને આવે છે. આ ઉપાય કરવા માટે તમારે લીમડાના પાન, લીંબોડી અને લીમડાના ફૂલ આટલી વસ્તુ લઈને સૂકવી દેવી. હવે સુકાઈ ગયા બાદ આ વસ્તુનો પાવડર બનાવી લેવો અને રોજ સવારે નિયમિત ભૂખ્યા પેટે 1 ચમચી પાવડર અને 1 ગ્લાસ પાણી સાથે પીવાથી જૂનો કોઢ અને ચામડીના સફેદ દાગ દૂર થાય છે. ઉપરાંત લીમડાના પાનને સુવાની પથારીમાં રાખીને સુવાથી પણ ચામડીના ઘણા રોગ દૂર થાય છે.
🌿 કોઢનો રોગ અમુક બાળકોને વારસાગત પણ આવેલો હોય છે. તેમાંથી રાહત મેળવવા માટે અખરોટનું સેવન કરવું જોઈએ, અખરોટમાં રહેલા પોષક તત્વો ચામડીમાં ઘણો ફાયદો કરે છે. આ આયુર્વેદના ઉપાયો કરવાથી ચામડીના રોગો દૂર થઈ જાય છે. તો મિત્રો, તમે જાણી ગયા હશો કે ઘણા ચામડીના રોગમાં દાગ પડી જાય છે. જેથી તેને કોઢ સમજી ડરવાની જરૂર નથી ઉપર દર્શાવેલ ઉપાયો અપનાવવાથી ચામડીના રોગ ખૂબ સરળ રીતે દૂર થઈ જશે અને તમને કોઈ સમસ્યા પણ નહીં થાય.
જો સફેદ ડાઘના ઉપચાર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.