મિત્રો, આજે અમે તમને એવી સમસ્યાની વાત કરશું, જે મોટાં ભાગના લોકોને થતી હોય છે. આ સમસ્યાનું નામ છે “ઉલ્ટીની સમસ્યા”. આ સમસ્યા મુસાફરી સમયે ઘણા લોકોને થાય છે. જેના કારણે લોકો બસમાં અને બંધ કારમાં મુસાફરી કરવાનું ટાળતા હોય છે. આ સમસ્યા 10 માંથી 4 લોકોને થતી જોવા મળે છે. આ સમસ્યાના લીધે ઘણા લોકો લાંબી મુસાફરી કરી નથી શકતા.
આ સમસ્યા તમારી મુસાફરીની મજા બગાડી નાખે છે અને ઊલટી થવાથી શરીરમાં સ્ફૂર્તિ રહેતી પણ નથી. જેના કારણે તમે તમારી નિર્ધારિત જગ્યાએ જવાની મજા માણી શકતા નથી.
તો આજે આપણે આ ઉલ્ટીની તકલીફને મફતમાં દૂર કેવી રીતે કરી શકાય તેના 3 બેસ્ટ ઉપાયો વિશે જાણીશું. તેમજ આ ઉપાય વગર પૈસે અને ઘરે બેઠા થઈ જશે. તો રાહ કોની જુઓ છો, ચાલો જલ્દીથી જાણીએ આ 3 ઉપાયો જે નીચે મુજબ છે. જેને અપનાવવાથી તમારી ઉલ્ટીની સમસ્યા એકદમ ગાયબ થઈ જશે.
ઉપાય 1 :- મિત્રો મુસાફરી કરતાં સમયે આ સમસ્યાથી બચવા લીંબુ અને મીઠાનો ઉપયોગ કરવો જોઈએ. આ ઉપાય ખૂબ કારગર સાબિત થાય છે. આ ઉપાય માટે સૌપ્રથમ લીંબુ લેવા અને તેના નાના પીસ કરીને મીઠા વાળા કરી નાખવા ત્યાર બાદ તેને 15 દિવસ સુધી સૂકવી દેવા, હવે આ લીંબુના પીસ સુકાઈ ગયા બાદ તેને એક ડબ્બામાં પેક કરી લેવા.
હવે જ્યારે પણ તમે મુસાફરી કરવા જાવ છો ત્યારે આ ડબ્બો તમારે સાથે રાખવો અને જ્યારે પણ તમને મુસાફરી દરમિયાન ઉલ્ટી , ઊબકા જેવુ થાય ત્યારે આ લીંબુનો કટકો મોઢામાં નાખીને ચગળવો. આ ઉપાય કરવાથી તમારી ઉલ્ટીની સમસ્યા દૂર થશે અને તમને લીબુથી શરીરમાં એનર્જી પણ મળી રહેશે.
ઉપાય 2 :- ઘણી વખત એવું બનતું હોય કે, મુસાફરી ડીઝલ અથવા ગેસથી ચાલતી ગાડીમાં કરવાની હોય જેમાં તેની દુર્ગંધના લીધે લોકોને ઉલ્ટીની તકલીફ થતી હોય છે. આ સમસ્યાથી બચવા માટે એક નાનો એવો ઉપાય છે. જેનાથી તમારી આ તકલીફ પણ ઝડપથી દૂર થઈ જશે. જેમાં તમારે મુસાફરી દરમિયાન એક ગાયના છાણનો ટુકડો સાથે રાખવો.
પછી જ્યારે પણ ઊબકા, ઉલ્ટી થવાની સંભાવના દેખાય તો તરત આ ટુકડાને સૂંઘી લેવો જેનાથી તમને ઉલ્ટીની સમસ્યા નહીં થાય ઉપરાંત જે લોકોને ગાયના છાણની સ્મેલની એલર્જી હોય અથવા તેની સ્મેલ ન ગમતી હોય તો મુસાફરી દરમિયાન સુગંધિત વસ્તુ સાથે રાખવી જેને સૂંઘીને તમને ઉલ્ટી જેવી સમસ્યા ન થાય.
ઉપાય 3 :- આ ઉપાય એકદમ સરળ અને કારગર છે. અને બધા લોકોને આ ઉપાય ઘણો પસંદ પણ આવશે. આ ઉપાય મુજબ જ્યારે પણ તમે મુસાફરી કરો ત્યારે તમારા પાસે 4-5 ખાટી મીઠી ચોકલેટ રાખવી અને જ્યારે પણ ઊબકા અથવા ઉલ્ટી થતું જણાય તો તરત જ ચોકલેટને મોઢામાં નાખીને ચગળવી. આ ઉપાય કરવાથી તમને ક્યારેય મુસાફરી દરમિયાન ઉલ્ટીની સમસ્યા નહીં થાય અને તમે મુસાફરીની મજા પણ માણી શકશો.
આ આર્ટીકલમાં દર્શાવેલ ઉપાયોને કરવા એકદમ સરળ અને બિન ખર્ચાળ છે. ઉપરાંત આ ઉપાયોને કરવાથી કોઈ પણ પ્રકારના સાઈડ ઇફેક્ટ અથવા નુકશાન નથી થતાં, તેથી આ ઉપાયો એકદમ સેફ અને આયુર્વેદિક હોવાથી મુસાફરી સમયે થતી ઊલટી, ઊબકાની સમસ્યા દૂર થાય છે, જેથી તમે બેજીજક મુસાફરીને એન્જોય કરી શકશો.
જો મુસાફરી વખતે થતી ઊલટીની સમસ્યા ના ઉપાય વિષેની માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.