💁♀️ મિત્રો તમે દેશી ઘી વિશે જાણતા જ હશો તેના સેવનથી કેટલા ફાયદા થાય તે પણ જાણતા હશો. પરંતુ આજના સમયમાં શહેરી વિસ્તારમાં દેશી ઘી મેળવવું જાણે ઘાસમાં સોઈ ગોતવા જેટલું મુશ્કેલ થઈ ગયું છે. કારણ કે, શહેરમાં અનેક કંપનીઓ મોટા-મોટા દાવા કરે છે કે અમે શુદ્ધ દેશી ઘી બનાવીને આપીએ છીએ પરંતુ તેમાં ક્યાંકને ક્યાંક ભેળ-સેળ હોય છે. તેથી શહેર કરતા ગામડામાં સરળતાથી દેશી ઘી મળી રહે છે. આજે અમે તમને દેશી ઘીના એવા ફાયદા જણાવશું કે, તેનાથી તમે પણ આશ્ચર્ય ચકિત થઈ જશો.
💁♀️ દેશી ઘીનો પ્રયોગ તમે અનેક પકવાન બનાવવા માટે કર્યો હશે પરંતુ આજે અમે તમને દેશી ઘી તમારા વાળ માટે કેટલું ફાયદા કારક છે. તે પણ જણાવીશું ઉપરાંત આ આર્ટીકલ મહિલાઓ ખાસ વાંચે. કારણ કે, લાંબા વાળને કારણે અનેક પ્રોબ્લેમ્સ થતી હોય છે. તેને આ દેશી ઘી લાઈફ ટાઈમ છુટકારો અપાવે છે.
💁♀️ દેશી ઘીનો પ્રયોગ અને તેના અદ્ભૂત ફાયદા :-
👉 અમુક લોકો વાળને મુલાયમ અને સિલ્કી કરવા માટે કન્ડિશનરનો પ્રયોગ કરતાં હોય છે. પરંતુ કન્ડિશનરમાં અમુક નુકશાન કારક કેમિકલ્સનો પ્રયોગ થયેલો હોય છે. તેનાથી વાળને નુકશાન થાય છે અને અમુક સમય બાદ વાળ ખરવાની સમસ્યા પણ સર્જાતી હોય છે. તેથી જો તમારે વાળ સ્મૂધ અને શાઈની કરવા છે. તો ઘી એક કુદરતી કન્ડિશનર તરીકે કાર્ય કરે છે. ઘીની અંદર જેતૂનનું તેલ (ઓલિવ ઓઇલ) મિક્સ કરી વાળમાં લગાવવાથી વાળ એકદમ સિલ્કી થઈ જાય છે અને વાળની સમસ્યાથી પણ છુટકારો મળે છે.
👉 આજના સમયમાં કોઈ પણ ઉંમરના વ્યક્તિને સફેદ વાળની સમસ્યા હોય છે. તેમને માટે દેશી ઘી રામબાણ ઈલાજ છે. માથામાં ઘીની માલિશ કરીને થોડી વાર માથા પર રૂમાલ બાંધી દેવો અને ત્યાર બાદ નવશેકા પાણી વડે માથું ધોવાથી સફેદ વાળની સમસ્યા દૂર થઈ જાય છે.
👉 વાળ બે મોઢા વાળા થઈ ગયા હોય અથવા વાળ વધારે ડ્રાઈ થઈ ગયા હોય તો આ સમસ્યા માટે ઘી બેસ્ટ ઉપાય છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ વાળમાં લાગી જાય એટલું ઘી લેવું અને તેને એક પાત્રમાં ગરમ કરી લેવું ત્યાર બાદ માથામાં લગાવી શકાય એટલું ઘી ઠરવા દેવું અને પછી માથામાં હળવે હાથે ઘીની મસાજ કરવી. ત્યાર બાદ 30 મિનિટ બાદ વાળને હર્બલ શેમ્પૂ વડે ધોઈ નાખવા. આ પ્રયોગથી વાળ એકદમ લાંબા કાળા અને મજબૂત થઈ જશે અને વાળની સમસ્યા પણ દૂર થઈ જશે.
👉 દેશી ઘી માત્ર એક બે નહીં પરંતુ વાળની ઘણી સમસ્યાનો ઉકેલ લાવે છે. વાળની કોઈપણ સમસ્યાને સોલ્વ કરવા માટે સૌપ્રથમ દેશી ઘી લેવું અને તેમાં 2 ચમચી બદામ તેલ ઉમેરવું આ બંનેને સરખી રીતે મિક્સ કરી અને ધોયેલા વાળ પર આ મિશ્રણની મસાજ કરવી 20 મિનિટ વાળને એમજ રહેવા દો. ત્યાર બાદ હર્બલ શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું આ પ્રયોગ અઠવાડિયામાં 3 વાર કરવાથી વાળની કોઈ પણ સમસ્યાથી છૂટકારો મળી જાય છે.
👉 જે લોકોને વાળ ડ્રાઈ થઈ ગયા છે અને વાળની ચમક જતી રહી હોય તો આ સમસ્યા માટે ઘી અને લીંબુનો પ્રયોગ કરવો. આ પ્રયોગ કરવા માટે સૌપ્રથમ પૂરા માથામાં લાગી જાય એટલું ઘી લેવું અને એક લીંબુ લેવું. હવે ઘીને વાળમાં સરખી રીતે લગાવી લેવું અને 15 મિનિટ બાદ વાળમાં લીંબુનો રસ નાખી અને મસાજ કરવી અને 1 કલાક સુધી રહેવા દેવું. ત્યાર બાદ હર્બલ શેમ્પૂ વડે માથું ધોઈ નાખવું. આ પ્રયોગ કરવાથી તમારા વાળ એકદમ સિલ્કી થઈ જશે અને વાળ એકદમ સુંદર પણ થઈ જશે.
👉 જો તમારા વાળ વધતાં અટકી ગયા હોય અને વાળનો ગ્રોથ સાવ ઓછો હોય તો આ સમસ્યાને દૂર કરવા સૌપ્રથમ એક બાઉલમાં ઘી લેવું અને તેમાં 3 ચમચી આમળાનો રસ નાખવો અને 2 ચમચી ડુંગળીનો રસ નાખવો આ ત્રણેય વસ્તુ સરખી રીતે ભળી જાય એવી રીતે મિક્સ કરવી. હવે આ મિશ્રણને માથામાં હળવે હાથે લગાવી અને મસાજ કરવી અને 30 મિનિટ સુધી માથામાં રહેવા દેવું. ત્યાર બાદ વાળને ધોઈ નાખવા. આ પ્રયોગ કરવાથી ઝડપથી તમારા વાળ વધવા લાગશે અને ગ્રોથ પણ વધી જાય છે.
👉 જે લોકોને વાળમાં વધારે ખોડો થઈ જવાની સમસ્યા હોય તેમના માટે પણ ઘી ફાયદા કારક છે. અડધી વાટકી ઘી લેવું અને તેના સમપ્રમાણમાં બદામનું તેલ લેવું બંને સરખી રીતે મિક્સ કર્યા બાદ માથામાં હળવા હાથે લગાવી અને મસાજ કરવી. હવે 1 કલાક બાદ માથું ધોઈ નાખવું. આ પ્રયોગ કરવાથી ખોડાની સમસ્યા જડ-મૂળથી દૂર થઈ જાય છે.
જો આ દેશી ઘીના ફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.