🪳 દોસ્તો, જે સ્થાન ગંદમાં ગંદા છે તે સ્થાને વંદા જેવા જીવ રહે છે અને તે મનુષ્યને બીમાર પણ પાડી શકે છે. આજે દરેક મહિલા પોતાના ઘર માંથી આ બીમારી ફેલાવતા વંદાને દૂર કરવા માટે પરેશાન હોય છે તો આ વંદાને હંમેશા માટે પોતાના ઘરથી દૂર કરવા માટેના ઉપાયો લઈને આજે અમે તમારી સમક્ષ આવ્યા છીએ અમે તમને જે ઘરેલુ નુસખા આપવા જઈ રહ્યા છીએ તે ચોક્કસ તમને ઉપયોગી બનશે તો તેના માટે આ આર્ટિકલને તમારે સંપૂર્ણ વાંચવો પડશે.
🪳 મોટા ભાગે આ વંદા રસોડાની ગેંડી તેમજ બાથરૂમની પાઇપમાં રહેતા હોય છે. રાતના સમયે તે ગેંડીમાંથી બહાર આવીને રસોડામાં વિવિધ વસ્તુઓને દૂષિત કરે છે. આ વસ્તુનો ઉપયોગ કરતાં જ આપણે બીમારી તરફ ધકેલાતા હોઈએ છીએ.
🪳 વંદાને આપણે બજારમાં મળતા સ્પ્રે દ્વારા તો મારી જ શકીએ પરંતુ તે સ્પ્રે આપણને પણ અનુક અંશે નુકશાન પહોંચાડે છે. અને તે સ્પ્રે આપણે હંમેશા ના વાપરી શકીએ કેમ કે આ સ્પ્રેની તીવ્ર સ્મેલ આપણને પણ બીમાર કરી શકે છે. તો વંદાના કાયમી છૂટકારા માટે ચાલો જોઈએ કેટલાક ઘરેલુ ઉપાયો.
🪳 ઘરમાં ત્રાસ ફેલાવતા વંદાથી છુટકારો મેળવવાના કેટલાક ઘરેલુ ઉપાયો
🪳 બેકિંગ સોડાનો ઉપાય : આ બેકિંગ સોડાનો ઉપાય છે તે અન્ય ઉપાયોની સરખામણીમાં સૌથી સરળ અને સારો ઉપાય છે. બેકિંગ સોડાની વાસ વંદાને બિલકુલ પસંદ નથી. હવે આ ઉપાય માટે તમારે ઘરમાં જે સ્થાને વંદાઓ વધારે આવે છે તે જગ્યાએ આ બેકિંગ સોડાનો છંટકાવ કરવાનો છે.
🪳 વંદાને પૂરી રીતે ઘરની બહાર કરવા માટે તમારે સૌથી પહલા તો બાથરૂમની જે પાઇપ છે તેને સારી રીતે કોરી કરો. હવે તમારે આ પાઈપના મોં ની આસપાસ એક થી બે ચમચી જેટલો બેકિંગ સોડા નાખવાનો છે. આ રીતે તમારે પૂરી રાત રહેવા દેવાનું છે.
🪳 આ પ્રયોગ કરતાં જ વંદાઓ દૂર ભાગી છૂટે છે અને જે વંદાઓ પાઈપની અંદર છુપાયા છે તેના માટે તમારે એક થી દોઢ ગ્લાસ પાણીમાં 3 ચમચી બેકિંગ સોડા ઉમેરીને આ મિશ્રણને ગટરના પાઇપમાં નાખો. પાઇપમાં રહેલા વંદા તેમાં જ મૃત્યુ પામશે અને તમને વંદાથી છુટકારો મળશે.
🪳 બોરેક્સ પાઉડર : બોરેક્સ પાઉડર એ એક કપડાં ધોવા માટે વપરાય છે પરંતુ જો કીટક તેના સંપર્કમાં આવે તો તે પોતાનો જીવ ગુમાવે છે. બોરેક્સ પાઉડરમાં તમારે થોડી ખાંડ ઉમેરવાની છે. અને જે સ્થાને વધારે વંદા આવતા હોય તે જગ્યા પર આ મિશ્રણનો છંટકાવ કરો તેની એવી તીવ્ર સ્મેલ હોય છે કે વંદા મોતને ઘાટ ઉતરી જાય છે.
🪳 ગરમ પાણીનો ઉપાય : જો તમારે તમારા ઘરમાં વંદા થતાં અટકાવવા છે તો આ ઉપાય એવો છે કે પાણી પહેલા જ પાળ બાંધવી બરાબર. એટલે કે આ ઉપાય કરવાથી વંદા થશે જ નહિ. આ માટે તમારે દર થોડા-થોડા દિવસે બાથરૂમની પાઇપમાં અને રસોડાની ગેંડીમાં એકદમ ગરમ પાણી નાખવાનું છે. તેનાથી ગંદકી જ નહિ થાય અને પાઇપ સાફ જ રહેશે તેથી વંદા નહિ થાય.
🪳 બોરિક એસિડ : આ ઉપાય ખૂબ જ સારું પરિણામ આપનારો છે. બોરિક એસિડને તમારે રાતના સમયે બાથરૂમની પાઇપમાં નાખવાનું છે જ્યારે વંદાઓ બોરિક એસિડને સ્પર્શે એટલે તરત વંદાની પાંખ અને પગ કામ કરતાં બંધ થશે અને થોડી જ વારમાં તેનું મોત થશે. આમ તમામ વંદાથી તમને છુટકારો મળશે.
🪳 સફેદ વિનેગર : વંદાથી હંમેશા માટે છુટકારો મેળવવા માટે તમે સફેદ વીનેગરનો પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે સફેદ વિનેગર અને પાણી સરખા પ્રમાણમાં લઈને તેને સારી રીતે મિક્સ કરીને આ મિશ્રણને તમારે ગટરમાં નાખવાનું છે અને તેને પૂરી રાત રહેવા દેવાનું છે. આમ કરવાથી બધા જ વંદા નાસી જાય છે અને બીજા વંદા પણ ત્યાં આવતા નથી.
🪳 વંદાઓને ઘરમાં આવતા કેમ રોકી શકાય : જો તમે ઘરમાં કેટલીક તકેદારી રાખો તો વંદાને અટકાવી શકાય છે. સૌથી પહેલા તો બાથરૂમ, સંડાસ કે ગેંડીઓ વગેરેના તમામ નળ એકદમ બરાબર બંધ થાય તેવા હોવા જોઈએ. જો તે ટપકતા હશે તો ત્યાં ભેજ રહેશે અને તેના કારણે વંદાનો ઉદ્ભવ થતો રહેશે.
🪳 બાથરૂમનો જે ડ્રેન પાઇપ છે તે એકદમ હવા ચુસ્ત પેક હોવો જોઈએ તેમાં જરા પણ તિરાડ કે હોલ ના હોવા જોઈએ. બાથરૂમમાં જે જાળીઓ છે તેને તપાસો તે જો કાટીને ખરાબ થઇ ચૂકી હશે તો તે વંદાનો પ્રવેશ દ્વાર બનશે માટે તેને જો ખરાબ હોય તો બદલો.
જો આ વંદા ભાગવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.