🌿પહેલાના સમયમાં ઘર મોટા હતા તો મુખ્ય દરવાજાની અંદર પ્રવેશ કરીએ કે તુલસીનો છોડ જોવા મળતો હતો. તે જગ્યાના અભાવના કારણે ઘરની બાલ્કનીમાં જોવા મળે છે. તુલસીના પણ અલગ અલગ પ્રકાર જોવા મળતા હોય છે. સિવાય અનેક ઔષધી તરીકે તુલસીનો ઉપયોગ થતો હોય છે.
🌿તુલસીનો છોડ બધાને પસંદ હોય છે. પરંતુ થોડા સમય બાદ તે સુકાવા લાગતો હોય છે. જેના કારણે પણ કેટલાક લોકો આ છોડને પોતાના ઘરમાં રાખતા હોતા નથી. થોડો સમય થાય એટલે તેના પર માંજરો એટલે કે તુલસીના બીજ આવે છે, અને તેના પાન ખરવા લાગે છે. પરંતુ માંજર આવ્યા બાદ પણ તમારે જો તુલસીનો છોડ લીલોછમ રાખવો હોય તો તેનો ઉપાય જણાવીશું.
🌿-પહેલા તો તેના બીજને કાપી નાખવા જોઈએ. આ બીજ બ્રાઉન કલરના થાય તેની રાહ જોવાની નથી. જેવા બીજ દેખાય કે વધારાની તુલસીના છોડની ડાળી દેખાય કાપી નાખવી જોઈએ. તેના માટે ખાસ શસ્ત્ર એટલે ઓજારથી કાપવું. અને પછી તેને જીવાણું મુક્ત કરવું જરૂરી છે.
🌿-તુલસીનો છોડ કાપવા માટે જે ઓજારનો ઉપયોગ કરો છો તેને ગરમ કરવું અને હાઈડ્રોજન પેરોક્સાઈડથી સાફ કરી લેવું જોઈએ. જેથી તેના પર જીવાણું ચોંટેલા ન રહે. ઘણા લોકો આ જ ઓજારથી બીજો છોડ કાપતા હોય છે તો તેના બેક્ટેરિયા બીજા છોડને ન બગાડે.
🌿-ઘણા લોકો આ કાપેલા બીજને કચરામાં ફેંકી દેતા હોય છે. તો તેવી ભૂલ ન કરવી જોઈએ. તેને પાણીમાં પલાળી ખાવ તો ફેસ પર પડેલી કરચલી દૂર થઈ જશે. તે ઉપરાંત આ બીજને બીજા કુંડામાં નાખીને તેના પર માટી પાથરી બીજો તુલસીનો છોડ ઉગાડી શકો છો.
🌿તુલસીમાં આ ખાતર નાખવું- કોઈપણ છોડ હોય ખાતરની જરૂર પડતી હોય છે. તો તુલસીના છોડનો સારો વિકાસ થાય તે માટે નાઈટ્રોજનની વધારે જરૂર પડશે. અને આ નાઇટ્રોજન તમને ગૌમૂત્રમાંથી મળી રહેશે. ગૌમૂત્ર તમને બજારમાં મેડિકલની દુકાનમાંથી સરળતાથી મળી રહેશે. 1 લિટર ગૌમૂત્ર હોય તેમાં 10 લિટર પાણી મિક્સ કરવાનું રહેશે.
🌿-તુલસીના છોડમાં દર પંદર દિવસે નાખવાથી ઘટાદાર અને લીલોછમ રહેશે. ગૌમૂત્રમાં ઘણા ન્યુટ્રિશિન પણ હોય છે. જેમ કે પોટેશિયમ, નોઈટ્રોજન જે આ છોડને લાભ આપે છે. ખાતર તરીકે ગાયના છાણનો પણ ઉપયોગ કરી શકો છો.
🌿-એટલું જ નહીં તુલસીના છોડના પાન અમુક સમયે કાળા પડી ગયેલા જોવા મળે છે. તો તેના માટે જંતુનાશક દવા કરતાં ગૌમૂત્ર છાંટી શકો છો, જેનાથી બીજી જંતુનાશક દવાની જરૂર નહીં પડે.
🌿-હિન્દુ ધર્મમાં તુલસીને પવિત્ર ગણવામાં આવે છે. તેની ઘણા લોકો રોજ પૂજા પણ કરતાં હોય છે. તેમાં ઘી અને દૂધનો ઉપયોગ વધારે થતો હોય, તેનાથી છોડની ડાળીઓમાં ફુગ આવવાની શક્યતા વધી જાય છે. જેના કારણે પણ છોડ કરમાય જતો હોય છે.
🌿-બીજું કે લાંબા સમયથી તુલસીનો છોડ ઘરમાં હોય તો espom મીઠું નાખવું જોઇએ. તમને આ પ્રકારનું મીઠું કોઈપણ નર્સરીમાં મળી જશે. જો ત્યાં ઉપલબ્ધ ન હોય તો ઓનલાઈન સર્ચ કરી મંગાવી શકો છો. આટલા ઉપાય કરશો તો તમારો તુલસીનો છોડ ક્યારેય નહીં કરમાય.
જો તુલસીના છોડને લીલો રાખવા વિષેની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.