👁️ આજના સમયમાં ઘણા લોકોને આંખ સબંધિત સમસ્યા વધી ગઈ છે. પહેલાના સમયમાં ઉમર વધવાની સાથે આંખની સમસ્યા થતી હતી પણ આજ-કાલ તો નાના બાળકોને પણ આંખના નંબરની સમસ્યા થતી હોય છે. ઉપરાંત આજના સમયમાં કેમિકલવાળા ખોરાક અને આહારમાં વિટામિનની માત્રા ઓછી લેવાથી પણ આંખની સમસ્યા થતી હોય છે.
👁️ આપણા દેશમાં થોડા સમયથી મોતિયા બિંદુની સમસ્યા વધી ગઈ છે. જે પહેલા 60 વર્ષ પછી થતી તે હવે 40 વર્ષના વ્યક્તીને પણ થાય છે. જો આ તકલીફની શરૂઆત થઈ હોય તો તેને ઘરેલુ ઉપચાર દ્વારા રોકી શકાય છે અને જો તમને તકલીફ વધારે હોય તો ડૉક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. આ આર્ટીકલમાં આપણે જાણીશું કે, મોતિયા બિંદુને ઘરેલુ આયુર્વેદિક ઉપાય દ્વારા કઈ રીતે દૂર કરી શકાય.
👁️ મોતિયા બિંદુને દૂર કરવાના ઉપાયો :-
👁️ જે લોકોને આંખોની તકલીફ થતી હોય તો રોજ સવારે ઉઠીને ઠંડા પાણીથી આંખ સાફ કરવી, જેથી તેમાં રહેલ કચરો બહાર નીકળી જાય ઉપરાંત દિવસ દરમિયાન પાણી પીવાનું વધારે રાખવું જોઈએ, રોજનું તમે 4 લિટર પાણી પીવો તો વધારે સારું ગણાય છે. રોજ ફળોનું સેવન પણ વધારે કરવું જોઈએ જેમાં ગાજર લીલા શાકભાજી અને કિવી ઇત્યાદિમાં સારી એવી માત્રામાં વિટામીન્સ રહેલા હોય છે.
👁️ આ ઉપાયમાં તમે ઘરે મોતિયા બિંદુના ટીપાં બનાવી શકો છો. જેમાં 1 ચમચી આદુંનો રસ, 1 ચમચી લીંબુનો રસ, 1 ચમચી સફેદ ડુંગળીનો રસ આ બધુ એક પાત્રમાં નાખવું અને તેમાં 4 ચમચી મધ નાખવું હવે આ બધુ સરખી રીતે એક બીજામાં ભળી જાય એવી રીતે મિક્સ કરવું. ત્યાર બાદ તેને એક બોટેલમાં ભરી લેવું અને રાત્રે સૂતી વખતે બંને આંખમાં 1 -1 ટીપાં નાખવા આવું નિયમિત કરવાથી આંખોમાં રાહત મળશે અને મોતિયા બિંદુની સમસ્યાથી પણ છુટકારો મળશે .
👁️ આ ઉપાય મુજબ પાલક અને ગાજરને મિક્સ કરી તેનો રસ પીવાથી પણ આંખો માટે ખૂબ ફાયદો થાય છે. આ ઉપાય કરવા માટે સૌપ્રથમ ગાજર લઈ અને તેનો અડધો ગ્લાસ રસ કાઢવો, હવે તેમાં પાલકનો રસ કાઢી નાખવો આ પ્રયોગથી મોતિયા બિંદુની સમસ્યામાં રાહત મળે છે. ઉપરાંત આ પ્રયોગની સાથે રોજ કપાલભાતી યોગ કરવામાં આવે તો તમારી આંખોનું તેજ વધે છે અને નંબર પણ ઓછા થવા લાગે છે .
👁️ આપણે શિયાળાની ઋતુ આવે એટલે બજારમાં આમળા મળવા લાગે છે. જો આમળાનો ઉપયોગ કરવામાં આવે તો આંખ પર જામેલા સફેદ પડને દૂર કરી શકાય છે. આ ઉપાય માટે રોજ સવારે આમળાનો રસ અને તેની સાથે મધનું ભૂખ્યા પેટે સેવન કરવાથી આંખની સમસ્યા દૂર થશે. જો મધ ન ભાવે તો એકલા આમળાનો રસ પણ પિય શકો છો. જે આંખો પરથી સફેદ પડ હટાવે છે. જેથી તમારી દ્રષ્ટિ પણ ક્લિયર થઈ જાય છે .
👁️ મધથી ઘણા ફાયદા થાય છે. આ ઉપાય મુજબ સારી ગુણવત્તાવાળું અને પતલું લેવું હવે આ મધના ટીપાં રોજ સવારે આંખમાં નાખવા આ પ્રયોગ નિયમિત કરવાથી આંખની દ્રષ્ટિ સુધરે છે અને મોતિયા બિંદુ પણ ધીમે-ધીમે દૂર થતું જાય છે. આ ઉપાયથી મધ આંખોમાં થતી ખામીને દૂર કરે છે અને આંખોનો કચરો બહાર કાઢે છે. આ ટીપાં નાખ્યા બાદ ઠંડા પાણીથી આંખો સાફ કરવી જોઈએ.
👁️ ખાસ ધ્યાનમાં રાખવાની બાબતો :-
👁️ આ બધા પ્રયોગ કરતાં પહેલા ડૉક્ટરની અથવા આયુર્વેદના જાણકારની સલાહ જરૂર લેવી જોઈએ અથવા તેની હાજરીમાં જ આ પ્રયોગ કરવો જોઈએ. ઉપરાંત ઘણી વખત અમુક વસ્તુની એલર્જી પણ હોય શકે છે. જો આ વસ્તુનો પ્રયોગ કરીને તેની એલર્જી હોય તો તમને નુકશાન થઈ શકે છે અને એક સમયે એક જ પ્રયોગ કરવો જોઈએ જેથી કોઈ સમસ્યા ન થાય.
જો આ આંખોમાં મોતિયા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.