🌿 કોઈપણ ભોજન મીઠા લીમડા વગર અધૂરું લાગતું હોય છે. તેમાં ખાસ કરીને સાઉથ ઇન્ડિયન વાનગીમાં ચટણી બનાવવા માટે આપણે મીઠા લીમડાનો વધારે ઉપયોગ કરીએ છીએ. અમુક સમયે મીઠો લીમડો આપણને બજારમાં સરળતાથી મળતો હોતો નથી. તો કેટલીક ગૃહિણી ઘરના કુંડામાં કે ગાર્ડનમાં મીઠો લીમડો ઉગાડતી હોય છે. કેમ કે મીઠો લીમડો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે.
🌿 તે સિવાય સ્કીન, વાળ, તેમજ શરીરમાં ઘણાં વિટામિન્સની કમી પૂરી કરવાનું કામ કરે છે. ઘણી વખત મીઠો લીમડો ઘરમાં ઉગાડ્યા બાદ તેની સંભાળ રાખવી મુશ્કેલ બની જતી હોય છે. જો તેની યોગ્ય સમયે માવજત કરવામાં ન આવે તો તે સુકાય જાય અને તેના પાંદડાં પર અમુક સમયે જીવાત લાગી જાય છે. તેના કારણે છોડને નુકસાન પહોંચે છે. તો આજે તમને ટિપ્સ જણાવીશું જેનાથી મીઠા લીમડામાં રહેલા જીવજંતુ સરળતાથી દૂર થઈ જશે.
🌿 ખાવાનો સોડા- બેકિંગ સોડા મીઠા લીમડામાંથી જીવ-જંતુ દૂર કરવા માટે બેસ્ટ ઓપ્શન છે. તેના માટે તમારે 1થી 2 લિટર પાણી લઈ તેમાં 3-4 ચમચી બેકિંગ સોડા નાખી મિશ્રણ તૈયાર કરવાનું રહેશે. આ મિશ્રણને એક સ્પ્રેની બોટલમાં ભરી લેવું. મીઠા લીમડામાં જે જગ્યા પર ચેપ હોય તે પાંદડાં પર છાંટવું. થોડા સમયમાં જીવાણું મુક્ત થઈ જશે અને છોડને નુકસાન પણ નહીં પહોંચે.
🌿 લીમડાનું તેલ- બજારમાં મળતી જંતુનાશક દવાનો ઉપયોગ કરવા કરતાં તમે ઘરે જ નેચરલ સ્પ્રે બનાવીને મીઠા લીમડાના છોડનો ઉછેર કરી શકો છો. તેના માટે એક કે બે કપ પાણી લેવું, તેમાં એકથી બે ચમચી લીમડાનું તેલ મિક્સ કરવું. મિશ્રણ બરાબર તૈયાર થાય ત્યારબાદ સ્પ્રેની બોટલમાં ભરી મીઠા લીમડાના છોડ પર છાંટવું. લીમડાના તેલમાંથી બનાવેલો સ્પ્રે જીવ-જંતુને દૂર કરશે સાથે પક્ષીઓને પણ દૂર રાખશે.
🌿 મીઠાનું સ્પ્રે- મીઠાનો ઉપયોગ કરીને પણ તમે મીઠા લીમડામાં છાંટવા માટે સ્પ્રે રેડી કરી શકો છો. તેના માટે 1 લિટર પાણીમાં બે ચમચી મીઠું ઉમેરવું તેને બરાબર મિક્સ કરી લેવું. હવે આ મિશ્રણને એક સ્પ્રેની બોટલમાં ભરી લેવું. થોડા થોડા અંતરે છોડના પાંદડાં પર છાંટવું, જીવાણું દૂર થશે સાથે પાંદડાં પણ ફ્રેશ રહેશે.
🌿 આ સ્પ્રે છાંટતી વખતે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું મીઠા લીમડાના મૂળ સુધી સ્પ્રે ન છાંટવો. આ રીતે મીઠાના સ્પ્રે વડે પણ ઘરમાં રહેલા મીઠા લીમડા છોડને સારી રીતે જીવ-જંતુઓથી બચાવી શકો છો.
🌿 તે સિવાય આ તેલનો ઉપયોગ કરો- જીવજંતુઓને દૂર કરવા માટે આ પ્રકારના તેલ સિવાય તમે નિલગીરી, તુલસી, અજમા અથવા કોઈપણ હર્બલ તેલ લઈ શકો છો. તેનાથી છોડને કોઈપણ પ્રકારનું નુકસાન નહીં થાય અને છોડમાં લાગેલા જીવ-જંતુ પણ દૂર થઈ જશે.
🌿 તે સિવાય ડિશ સોપ અને નોન-ડિટર્જન્ટનો પણ ઉપયોગ કરી શકો છો. તમે આટલી વસ્તુ સિવાય કોઈપણ નેચરલ વસ્તુનો ઉપયોગ કરીને પણ ઘરે સ્પ્રે તૈયાર કરી મીઠા લીમડાના છોડ પર છાંટી શકો છો. તેનાથી છોડ કુદરતી રીતે જીવાણું મુક્ત રહેશે અને કોઈપણ પ્રકારના કેમિકલ્સ છોડને ખરાબ પણ નહીં કરે.
જો મીઠા લીમડાના છોડ પરની જીવાત દૂર કરવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.