👉 આપણે ઘરમાં ગમે તેટલી ચોખ્ખાઇ રાખીએ તો પણ આ ઉંદર, ગરોળી, માખી અને મચ્છરનો ઉપદ્રવ આપણને પરેશાન કરે છે. તેનાથી છુટકારો મેળવવા માટે બહેનો ગમે તે કરવા માટે તૈયાર હોય છે. આ મુશ્કેલીનો એકદમ સરળ ઉપાય માત્ર 3 રુપિયાના ખર્ચમાં જ થશે. તો આવો જાણીએ પ્રયોગ વિશે…
👉 તમામ ઘરોમાં બહેનો આ બિમારી ફેલાવનાર જીવ-જંતુઓથી પરેશાન હોય છે. પરંતુ તેને પોતાના ઘરમાં આવતા સદંતર રોકવા મુશ્કેલ છે. તેને આપણા ઘરમાં રહેવા દેવાએ પણ આપણા માટે મુશ્કેલ છે. કેમ કે આવા જીવો આપણને બીમાર પાડે છે. આ ઉંદર, ગરોળી, માખી અને મચ્છરને આપણે એક એવા ઉપાયથી ભગાવી શકીએ છીએ. જે ઉપાય ઘરેલુ અને સામાન્ય ખર્ચમાં જ પૂર્ણ થાય છે અને મહત્વની વાત તો એ છે કે તેનાથી આપણી હેલ્થને કોઇ નુકશાન પહોંચતુ નથી સાથે સાથે જોયતુ પરિણામ પણ મળે છે.
🦎 ગરોળી : જો તમારા ઘરમાં ગરોળીનો વધારો છે તો તેના માટે તમે મોરના 6 થી 7 પીંછાને દિવાલો પર ચોંટાડી દો આ ગરોળીને મોરની ખૂબ જ બીક લાગે છે કેમ કે મોર ગરોળીને ખાય છે. માટે ગરોળી મોરના પીંછાથી ડરે છે. બીજુ કે કોઇ ઇંડાના ઉપરના ફોતરાંને ઘરમાં ઉચી એવી જગ્યાએ મૂકી રાખો તો પણ ગરોળીનો ઉપદ્રવ ઓછો થાય છે કેમ કે ગરોળીને ઇંડાની સુંગધ બિલકુલ પસંદ નથી.
🐀 ઉંદર : જો તમારા ઘરમાં ઉંદરોનો ઉપદ્રવ વિશેષ રહે છે તો એક સચોટ ઉપાય છે જેમાં તમારે થોડું રુ(કોટન) લેવાનું છે અને તે રુ પર ફિનાઇલ લગાવી દેવુ અને જે જગ્યા પર ઉંદરોની અવર-જવર વિશેષ રહેતી હોય તેવી જગ્યા પર આ રુ રાખો. આ ફિનાઇલની સ્મેલથી જ ઉંદરો ઘરમાંથી બહાર જતા રહેશે.
🪰 માખી : માખીઓના ત્રાસથી સૌ કોઇ પરેશાન હોય છે અને તેનાથી મુક્તિ મેળવવા માટે આપણે ગમે તે કરવા માટે તૈયાર હોઇએ છીએ. કેમ કે આ માખી જ આપણને બીમાર પાડવામાં મોટો ભાગ ભજવે છે. તે ઘરની બહાર ગમે તેવી ગંદી જગ્યાઓ પર બેસીને ઘરમાં આવીને આપણા ખોરાક પર બેસી આપણને બીમાર પાડે છે.
🪰 આપણે માખીઓથી બચવા માટે 1 સરળ ઉપાય કરી શકીએ છીએ. એક મોટો રુનો ગોળો બનાવો અને તેને એક એવા તેલમાં પલાળો કે જેની ખૂબ જ તીવ્ર સ્મેલ આવતી હોય હવે આ ગોળાને તમારા ઘરના મુખ્ય દરવાજે બાંધો જેનાથી ઘરમાં રહેલી માખીઓ તો ભાગી જશે સાથે બીજી માખીઓ અંદર જ નહીં આવે.
🦟 મચ્છર : જો તમે મચ્છરના ત્રાસથી પરેશાન છો તો આ એક સરળ ઉપાય છે જે સો ટકા પરિણામ આપે છે. તેના માટે તમારે 3થી 4 કળી લસણ લો અને તેને બારીક વાટી લો. હવે આ પેસ્ટને થોડા પાણીમાં ઉકાળો. ત્યાર પછી તમારે આ પાણીને એક સ્પ્રેમાં ભરી લેવાનું છે અને જે રુમમાં કે જે જગ્યા પર વિશેષ મચ્છર હોય ત્યાં આ સ્પ્રેનો છંટકાવ કરવો જેનાથી મચ્છરો તરત જ ગાયબ થશે.
🪳 વંદા : આપણા ઘરમાં વંદાઓનો ત્રાસ રહેતો હોય તો કાયમી વંદાના ત્રાસથી છુટકારો મેળવવાનો આ ઘરેલુ શ્રેષ્ઠ ઉપાય છે. તેમાં તમારે લસણ, ડુંગળી અને કાળામરીને એક સરખી માત્રામાં લઇને તેને પીસી લો. આ પેસ્ટને જ્યાં વધારે વંદા આવતા હોય ત્યાં રાખી લો. આ સ્મેલ એટલી તીવ્ર હોય છે કે તેનાથી વંદા ભાગી જાય છે. જો તમે કાયમી તમારા ઘરને વંદાથી મુક્ત કરવા માંગો છો તો મહિનામાં એકવાર આ ઉપાય ચોક્કસ કરો.
જો આ જીવજંતુ ઘરમાંથી ભગાવવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.