બ્લેકહેડ્સ એક એવી સમસ્યા છે કોઈ પણ ઉંમરના વ્યક્તિને થઇ શકે છે. ખાસ કરીને યુવાનીમાં બ્લેકહેડ્સની સમસ્યા શરુ થઇ જાય છે અને સમયની સાથે સમસ્યા વધતી જતી હોય છે. બ્લેકહેડ્સ ચહેરા અને નાક પર પીળા રંગના અથવા તો કાળા રંગમાં ઉપસી આવે છે. જેનાથી ચહેરાની સુંદરતા ફીકી લાગે છે. આ બ્લેકહેડ્સ રોમ છિદ્રોમાં ગંદકી જમા થવાથી બને છે. ઘણી વખત હોર્મોન્સમાં બદલાવ અને ત્વચાની બરાબર દેખભાળ ન રાખવાના કારણે તેમજ તણાવ અને અન્ય સમસ્યાઓના કારણે બ્લેકહેડ્સ થાય છે.
આ બ્લેકહેડ્સને દુર કરવા માટે લોકો અનેક પ્રકારની મોંઘી દવા અને ક્રીમનો પ્રયોગ કરતા હોય છે. પરંતુ તેનાથી ફાયદો થવાને બદલે ત્વચાને નુકશાન થાય છે. જ્યારે બ્લેકહેડ્સને ઘરેલું ઉપચારથી ખુબ જ સરળતાથી દુર કરી શકાય છે. તો આજે આપને જાણીશું કે, બ્લેક હેડ્સને આસાનીથી કેવી રીતે દુર કરી શકાય છે. એ પણ વગર પૈસે ઘરગથ્થું ઉપાય દ્વારા.
- બેકિંગ સોડા
બેકિંગ સોડા બ્લેકહેડ્સ હટાવવા માટે ખુબ જ અસરકારક સાબિત થાય છે. એક ચમચી બેકિંગ સોડા લેવા. ત્યાર બાદ એક લીંબુને અડધું કાપીને અડધા લીંબુ પર બેકિંગ સોડા છાંટી દેવા. ત્યાર બાદ તે લીંબુને બ્લેકહેડ્સ પર ઘસવું. પાંચ મિનીટ સુધી હળવા હાથે લીંબુને બ્લેકહેડ્સ પર ઘસવું. ત્યાર ચહેરાને પાણીથી સાફ કરી લેવો. થોડા દિવસ સુધી સતત આ પ્રેયોગ કરવાથી ચહેરા અને નાક પરના બ્લેકહેડ્સ ગાયબ થઇ જશે.
એક વાટકામાં એક ચમચી બેકિંગ સોડા લેવા અને તેમાં થોડું પાણી ઉમેરવું. હવે તેને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લેવી. આ પેસ્ટને બ્લેકહેડ્સ પર લગાવવી અને 10 મિનીટ સુધી સૂકવવા માટે રાખી દો. સુકાઈ ગયા બાદ હલ્કા ગરમ પાણીની મદદથી ચહેરાને સાફ કરી લેવો. અઠવાડિયામાં એક થી બે વખત આ પ્રયોગ કરવો. તેનાથી જરૂર લાભ થશે.
- બટેટા
બટેટાના પ્રયોગથી પણ બ્લેકહેડ્સ દુર કરી શકાય છે. તેના માટે એક બટેટાને વચ્ચેથી કાપી લેવું. હવે કાપેલા બટેટાના ભાગને બ્લેકહેડ્સ પર ઘસવો. આવું દસ મિનીટ સુધી કરવું. તમને જણાવી દઈએ કે બટેટાનો રસ ત્વચા પરના ઓઈલને શોષી લે છે અને તેની સાથે સાથે તે ડેડ સ્કીન હટાવવામાં પણ મદદ કરે છે. બટેટાને ઘસવાથી રોમ છિદ્ર ખુલી જાય છે અને બ્લેકહેડ્સ બહાર નીકળીને દુર થઇ જાય છે. આ પ્રયોગ કર્યા બાદ તમને બ્લેકહેડ્સ પર ફરક અવશ્ય જોવા મળશે.
- મધ
આ સૌથી સરળ ઉપાય છે. બ્લેકહેડસને દુર કરવા માટે ચહેરા પર મધ લગાવી દેવું. ત્યાર બાદ 15 થી 20 સુધી મધ લગાવેલું રહેવા દેવું. ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી બરાબર સાફ કરી લેવો. આ રીતે નિયમિત મધનો પ્રયોગ કરવાથી ત્વચા કોમળ બનશે તેમજ બ્લેકહેડ્સ પણ દુર થઇ જશે.
- લીમડો
🌿ઘણા લોકો ચહેરાને સુંદર બનાવવા માટે લીમડાના નીમ ફેશ વોશનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે કે ડાઈરેકટ તમે લીમડાના પાંદ તોડીને તેને ઉપયોગમાં લઈને ચહેરાને સુંદર બનાવી શકતા હોય તો તમારે મોંઘા નીમ ફેશ વાપરવાની શું જરૂર છે. લીમડો બ્લેકહેડ્સની સમસ્યામાં ખુબ જ અસરકારક સાબિત થાય છે.
🌿તમે જ્યાં પણ રહો છો તમારી આસપાસ લીમડાનું વૃક્ષ અવશ્ય હશે. ત્યાંથી લીમડાના થોડા પાંદ તોડી લાવવા.ત્યાર બાદ પાંદને પીસીને તેની પેસ્ટ બનાવી લેવી. તેમાં થોડું મધ,હળદર અને લીંબુનો રસ ઉમેરવો. હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરીને જે પેસ્ટ બને છે તેને બ્લેકહેડ્સ પર લગાવવી. અડધી કલાક સુધી પેસ્ટ બ્લેકહેડ્સ પર લગાવી રાખવી. ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ પાણીથી બરાબર સાફ કરી લેવો. લીંબુનો રસ, મધ અને હળદર ત્વચાને સોફ્ટ બનાવે છે. તેમજ લીમડો બેકટેરિયાનો નાશ કરે છે અને બ્લેકહેડ્સને દુર કરે છે. આ પ્રયોગથી તમારા બ્લેકહેડ્સ તો ગાયબ થશે જ પરંતુ તેની સાથે સાથે ચહેરો સંપૂર્ણ રીતે સુંદર દેખાવા લાગશે.
🙋♀️આવા બીજા ઘરેલું ઉપાય માટે નીચે ⬇️ આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે.