અમુક મહિલાઓને આંખોની આજુબાજુ ત્વચા પર કલર બદલાઈને ડાર્ક થઈ જાય છે. જેને આપણે ડાર્ક સર્કલના નામથી ઓળખીએ છીએ. મોટાભાગની મહિલાઓ ડાક સર્કલથી પરેશાન હોય છે. તેને દૂર કરવા માટે કંઈ કેટલા ઉપચાર કરતી હોય છે. પણ ડાર્ક સર્કલ થવા પાછળ ઘણા કારણો જવાબદાર હોઈ શકે છે. વિવિધ જીવનશૈલી, તણાવ અને રાત્રે મોડે સુધી કામ કરતા રહેવાથી આંખોની નીચે ડાર્ક સર્કલ હોવાનું સામાન્ય છે.
હવે, તમે આંખ નીચે ડાર્ક સર્કલ સરળતાથી તેનો ઇલાજ કરી શકો છો. તેને દૂર કરવા માટે પણ વિટામિન-ઇની કેપ્સ્યુલનો ઉપયોગ કરીશું. તેનાથી તમને ઘણો ફાયદો થશે. તો એક નજર કરીએ કે, આ કેપ્સૂલનો કેવી રીતે ઉપયોગ કરવાથી કાળા કુંડાળા દૂર થઈ શકે છે.
- સૌથી પહેલા જોઈએ કાળા ધબ્બા દૂર કરવા કેવી રીતે વિટામિન E ની કેપ્સ્યુલનો ઉપયોગ કરવો-
વિટામિન-ઈ ઓઇલનો ઉપયોગ ઘણા લોકો વાળમાં કરતા હોય છે તેનાથી વાળમાં ઘણો ફાયદો થતો હોય છે. તેવી જ રીતે આંખની આસપાસ થતાં ડાર્ક સર્કલ પર પણ લગાવી શકો છો. તમારી સ્કીન જો નોર્મલ પ્રકારની હોય તો એવી રીતે તેનો ઉપયોગ કરવો. આ ઓઇલને તમે અઠવાડિયામાં અંદાજે 4 વખત લગાવો.
જેમ કે કોઈની સ્કીન સૂકી છે તો અઠવાડિયામાં 2 કે 3 વાર જ તેને યુઝ કરવું. જેથી તેની કોઈ આડઅસર તમારા ચહેરા પર ન થાય. જો આડઅસર થાય તો ચહેરો પણ ખરાબ થઈ શકે છે. તેથી આ વાતનું ધ્યાન ખાસ રાખવું. જેને ઓઇલી સ્કીન હોય તેને અઠવાડિયામાં 1-2 વાર તેનો ઉપયોગ કરવો. કેમ કે ઓઇલી સ્કીન વાળાનો ફેસ ચિપચિપો રહ્યા કરતો હોય છે. અને આ ઓઇલનો વધારે ઉપયોગ કરે તો ફેસ પર ફોલ્લી થવા લાગે.
વિટામિન-ઇની કેપ્સ્યુલમાંથી તેલ કાઢી આંખની આસપાસ હળવા હાથે ઘસવું. ધ્યાન રહે વધારે ભાર આપીને ન ઘસવું. આંખની આસપાસ ડાર્ક સર્કલ વાળો ભાગ છે ત્યાં 10થી 15 મિનિટ રહેવા દેવું ત્યાર બાદ ચહેરો વોશ કરવો. સ્કીન આ ઓઇલને શોષી લે છે. જેથી આંખની આસપાસના ડાર્ક સર્કલ ધીમેધીમે ગાયબ થઈ જશે.
વિટામિન-ઈ સાથે બદામનું તેલ લગાવી શકો છો. બદામમાં પણ ભરપૂર પોષક તત્વો રહેલા છે. જો તમે તેને રાત્રે સૂતા પહેલા લગાવશો તો ખૂબ જ ફાયદો થશે. તેનાથી તમારી આંખ પર સોજો આવ્યો હશે તો પણ ઓછો થઈ જશે. અને ડાર્ક સર્કલથી પણ છુટકારો જરૂર મળશે.
બદામમાં વિટામિન કે અને રેટીનોલ જેવા પોષક તત્વો ભરપૂર માત્રામાં રહેલા હોવાથી આ ઓઇલ સાથે મિક્સ કરીને લગાવશો તો ખૂબ ગુણ કરશે. અમુક લોકોને ખ્યાલ નહીં હોય કે આ બંને તેલમાં એન્ટી ઓક્સીડેન્ટ અને એન્ટી ઇમ્ફલેમેટરી સારા પ્રમાણમાં રહેલા હોય છે. જેથી ચહેરા પરના ડાઘ પણ તેનાથી દૂર થઈ શકે છે.
વિટામિન-ઇના ઘણા ફાયદા-
તમારી સ્કીન સૂર્યના કિરણો અથવા ધૂળ, પ્રદૂષણના કારણે ડેમેજ થઈ ગઈ હોય તો સુંદર બનાવે છે. તે ઉપરાંત વિટામિન-ઇ સ્કીનને હેલ્દી અને મુલાયમ બનાવવાનું પણ કામ કરે છે. તે સિવાય વિટામિન-ઇ કાળા ડાઘ-ધબ્બા દૂર કરવા માટેનો રામબાણ ઇલાજ ગણાય છે.
વિટામિન-ઇ એન્ટી ઓક્સીડેન્ટની જેમ ન્યુટ્રિઅન્ટ્સનું કામ કરે છે. તમારી રફ થઈ ગયેલી સ્કીનને સ્મૂથ બનાવે છે. આ ઓઇલથી સ્કિન પરના રિન્કલ્સ દૂર થાય છે. અને તેમાં એન્ટી એજિંગ એક સારો વિકલ્પ છે.
વાળની જેમ તમે આ ઓઇલને પણ ચહેરા અને આંખની આસપાસ લગાવી શકો છો. પરંતુ જો તેનાથી તમારા ચહેરા પર ઝીણી ફોલડી કે રેસિસ થાય અથવા કોઈ બીજી આડઅસર દેખાય તો તરત તેનો ઉપયોગ બંધ કરી દેવો અને ડૉક્ટરની સલાહ લઈને તમારી સ્કીન પ્રમાણે ટ્રિટમેન્ટ કરવી.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.