આજકાલની હેક્ટિક લાઈફસ્ટાઈલની સીધી અસર આપણી આંખો પર પડતી હોય છે. જેના કારણે આંખની આજુબાજુ કાળા કુંડાળા જોવા મળતા હોય છે. જેનું મુખ્ય કારણ અનિયમિત જીવન શૈલી હોય છે. એ ઉપરાંત ચિંતા, ક્રોધ, શોક, ઉજાગરા, ખોરાકમાં અસાવધાની વગેરે બાબતો પણ ડાર્ક સર્કલ થવાનું કારણ હોય શકે છે.
એવું નથી કે ડાર્ક સર્કલ માત્ર મહિલાઓને જ થતા જોવા મળે છે. આજકાલ કોલેજ ગર્લ કે 12 વર્ષની ઉંમરની છોકરીઓને પણ આંખોની આજુબાજુ ડાર્ક સર્કલ જોવા મળે છે. ઘણી વાર મોટી ઉંમરની મહિલાઓને હિમોગ્લોબિનની ઉણપ અને કેલ્શિયમની કમીને કારણે આ પ્રોબેલ્મ્સ થાય છે. વાતાવરણમાં વધતા પ્રદૂષણના કારણે પણ આ સમસ્ય સર્જાતી હોય છે.
જો તમે કોઈ બ્યૂટી પ્રોડક્ટ કે કોઈપણ પાર્લરમાં ગયા વગર આ સમસ્યાને દૂર કરવા ઇચ્છતા હોવ તો યોગનો સહારો લઈ શકો છો. તમારે તે યોગની આ એક મુદ્રા નિયમિત કરવાની રહેશે. અને તે મુદ્રાનું નામ છે મકર મુદ્રા. જો તમે આ મુદ્રા દરરોજ કરશો તો ચહેરા પણ ચમક તો આવશે જ સાથે સાથે ડાર્ક સર્કલ પણ ધીમેધીમે દૂર થતા તમે જોઈ શકશો. તો આજે તમને જણાવીએ આ મુદ્રા કેવી રીતે કરવી અને કેટલી વખત કરવી અને ક્યાં સમયે કરવી વગેરે વગેરે…
- મકર મુદ્રા એટલે શું?- શું તેનાથી ડાર્ક સર્કલ કેવી રીતે મટી શકે..
મકર મુદ્રા રોજ સવારે કરો તો જરૂર ફાયદો થશે. કારણ કે તે પણ એક પ્રકારનો યોગ જ છે. તેનાથી તમને માનસિક શાંતિ તો મળશે જ સાથે તમારી ત્વચા પણ વધુ સારી બનશે. પ્રાચીન સમયમાં ઋષિ-મુનિઓ આ મુદ્રાનો અભ્યાસ કરતા જોવા મળે છે. જેનાથી અનેક લાભ થાય છે. આયુર્વેદમાં પણ તેનું ઘણું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. તેનાથી શરીરમાં નકારાત્મક ઉર્જા દૂર થાય છે.
મકર મુદ્રાનું ઘણું મહત્ત્વ છે. અને વિજ્ઞાનમાં તેને અસરકારક ગણવામાં આવે છે. જે લોકો એકલાયું જીવન જીવતા હોય અને હતાશ થઈ ગયા હોય છે તેવા વ્યક્તિ માટે આ મુદ્રા ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ રીતે જો તમે રોજ મકર મુદ્રા એક્સરસાઈઝની જેમ કરશો તો અદુભુત ફાયદા થતા જણાશે. અને ડાર્ક સર્કલ તો ચહેરા પર જોવા જ નહીં મળે.
મકર મુદ્રાના સ્ટેપ્સ આ પ્રમાણે છે – મકર મુદ્રા તમારા બંને હાથનો ઉપયોગ થશે. જમણા હાથની હથેળી ડાબા હાથની હથેળી પર ત્રાસી મૂકો. ત્યાર બાદ જમણા હાથના અંગૂઠાને ડાબી હથેળીની નાની આંગળી એટલે કે જે અનામિકા આંગળી હોય તેની વચ્ચેથી કાઢી, ડાબી હથેળીની વચ્ચે મૂકો.
પછી ડાબી હથેળીને પૃથ્વી મુદ્રા બનાવીને ડાબા હાથના અંગૂઠા એટલે કે અનામિકા વાળી આંગળી વાળા ભાગ પર ભેગી કરવી. પછી તમે ડાબી હથેળીને જમણી હથેળી પર મૂકી શકો, પછી જમણી હથેળીને નાની આંગળીને કાઢી અને પૃથ્વી મુદ્રા બનાવવી.
- કેટલી વાર કરવાની છે આ મુદ્રા- આ મુદ્રા દિવસમાં ત્રણ વાર કરી શકો છો. ધીમેધીમે, લાંબા અને ઉંડા શ્વાસ લઈ તમે દિવસમાં 5થી 10 મિનિટ સુધી કરી શકો છો. આ રીતે કરવાથી તમારા ચહેરા પર રહેલા ડાર્ક સર્કલ દૂર થઈ જશે.
- મકર મુદ્રાથી ક્યારે ડાર્ક સર્કલ ઓછા થશે તે જાણો.
નિયમિત રીતે જો આખા મહિનામાં આ મુદ્રા કરવામાં આવે તો ઘણા લાભ થાય છે. જેમ તમે રેગ્યુલર એક્સરસાઈઝ કરો તે પ્રમાણે આ મુદ્રા પણ રેગ્યુલર કરશો તો તમને ડાર્ક સર્કલ દૂર થતા જણાશે. સાથે ત્વચાને લગતી જે કોઈ સમસ્યા હશે તે દૂર થતી જણાશે.
તેમજ ઘણી મહિલાઓને અથવા પુરૂષોને વધુ ડાર્ક સર્કલ હોય તો વધુ સમય પણ લાગી શકે છે, પણ તમે હતાશ ના થતા આ પ્રયોગ ચાલુ રાખજો. થોડી વાર લાગશે પણ સફળતા અચૂક મળશે. આમ પણ યોગ અને આયુર્વેદ સમય માંગી લેતી પ્રક્રિયા છે.
એ ઉપરાંત પણ આ મુદ્રા ખાલી ડાર્ક સર્કલથી છુટકારો આપવાનું કામ નથી કરતી, તેનાથી તમારી સ્કીન ગ્લો વધશે અને માનસિક સમસ્યામાં ફાયદા થશે. મકર મુદ્રા મહિનામાં જેટલી બની તેટલી વધારે કરવી જોઈએ. જેનો તમને ફાયદો થશે. તેનાથી જે ફાયદા થાય તે આ પ્રમાણે છે.
- -મકર મુદ્રાથી થતાં ફાયદા
તેને નિયમિત કરવાથી કિડની પણ સ્વસ્થ અને હેલ્ધી બને છે. જેથી લાંબાગાળે કિડનીની સમસ્યા થતી નથી, કિડનીની સાથે મૂત્રાશયને લગતી જે કોઈ તકલીફ હોય છે, તેમાં પણ ફાયદો થતો જણાય છે.
-મકર મુદ્રા નિયમિત રીતે તમે કરશો તો તમારું મગજ શાંત રહેશે. જો કોઈને વારંવાર ગુસ્સો આવતો હોય તો માનસિક શાંત મળશે. માનસિક શાંતિ મળવાથી તમારું સ્વાસ્થ્ય પણ તંદુરસ્ત રહેશે અને સંબંધો તાજગી સભર બની રહેશે.
-આજકાલ ઓફિસના વધારે પડતા વર્ક લોડના કારણે તમને સ્ટ્રેસ અને હતાશા જેવા પ્રોબ્લેમ્સ થઈ રહ્યા હોય તો તેના માટે બેસ્ટ ઓપ્શન છે. મકર મુદ્રા પરંતુ રોજ કરવાથી ફાયદો થશે. ભણતા વિદ્યાર્થીઓ માટે ઘણી લાભદાયી છે આ મકર મુદ્રા. ભણવામાં એકાગ્રતા વધારવાનું કામ કરે છે.
- આંખો નીચે બ્લેક કુંડાળા હોય તો આ વાતોનું ધ્યાન રાખો ખાસ ધ્યાન-
-હર્બલ ટી અથવા ગ્રીન ટીનું સેવન આંખો માટે સારું માનવામાં આવે છે. તે ગુણકારી છે. જો ડાયેટ કરતા હોવ તો ભરપૂર ફળ અને શાકભાજીનું સેવન અચૂક કરો.-
– દિવસમાં જેટલું બને એટલું વધારેમાં વધારે પાણી પીવો. એટલે કે દિવસમાં 10થી 12 ગ્લાસ પાણી પીવું. રાત્રે 7-8 કલાકની ઉંઘ જરૂર લો.
એક વાતનું ખાસ ધ્યાન રાખવું આ મુદ્રા એક મહિનો કરવાથી ફાયદો દેખાશે. તેને થોડો સમય કરી વચ્ચે વચ્ચે મૂકી દેવાથી કોઈ ફાયદો થતો નથી. તેને દિવસમાં 3 વાર કરવી જોઈએ. આ રીતે મકર મુદ્રા નિયમિત કરવાથી સ્વસ્થ અને ત્વચા માટે ફાયદાકારક સાબિત થશે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.