🍺 પથરી ચાહે નાની હોય કે મોટી તે શરીરના કોઈ પણ ભાગમાં હોય વ્યક્તિને તેની અસહ્ય પીડા થાય છે. આજકાલ મહિલાઓમાં કિડનીમાં પથરીના કેસ ખૂબ જ વધી રહ્યા છે. કિડનીમાં જ્યારે આ પથરી હોય છે તો તે જે દર્દ હોય છે તે અન્ય દર્દ કરતાં ઘણું જ વધારે હોય છે.
🍺 કિડનીની પથરીને દૂર કરવા માટે શું કરવું તે સમજાતું જ નથી. જે પણ લોકોને આ કિડનીમાં પથરી હોય છે તેઓને પેટથી લઈને પીઠ સુધી એક અલગ પ્રકારનો અને ખૂબ જ વધારે એવો દુખાવો થતો હોય છે. આવા દુખાવામાં ઘણા લોકો એવી સલાહ આપે છે કે બીયર પીવાથી પથરી નીકળે છે.
🍺 જ્યારે આપણી પાસે કોઈ અનુભવ નથી તો ચોક્કસ બીયર પથરી કાઢી શકે તે વાતને લઈને મનમાં ઘણા જ પ્રશ્ન ઊભા થાય છે કે શું ખરેખર બિયરથી કિડનીની પથરી નીકળી શકે? તો આ બિયરને કેટલું પીવું?, કયું પીવું?, કેટલી માત્રામાં પીવું?, ક્યારે પીવું? આવા અનેક સવાલ આપણા મનને થવા લાગે છે. તો તમારી આ મુંઝવણનું નિરાકરણ લઈને અમે આવ્યા છીએ તેના માટે તમારે આ આર્ટિકલને સંપૂર્ણ વાંચવો પડશે.
🍺 કિડનીમાં પથરી થવાના મુખ્ય કારણો : આજકાલ ખૂબ જ વધારે સાંભળવા મળતો આ પ્રશ્ન આપણે જ નોંતરતા હોઈએ છીએ. આપણી ખરાબ લાઈફ સ્ટાઈલ જ તેના માટે જવાબદાર બને છે. વધારે પડતું તળેલું, પાણી ખૂબ જ ઓછી માત્રામાં પીવું, ચા-કોફીની વધારે આદત, વધારે પ્રમાણમાં સ્વીટ ખાવું, યુરીન જેવી કુદરતી ક્રિયાને રોકવી.
🍺 આપણા રોજિંદા ખોરાકમાં આપણે મીઠાનો ઉપયોગ કરતાં જ હોઈએ છીએ. પરંતુ આ મીઠાની સાથે બીજા મિનરલ્સ મળે છે ત્યારે તે પથરીનું સ્વરૂપ ધારણ કરતાં હોય છે. આપણે વાત કરીએ કિડનીની પથરીની તો તે મુખ્યત્વે કેલ્શિયમ, કેલ્શિયમ ફોસ્ફેટ અને ઓક્સલેટ જેવા તત્વોના કારણે બનતી હોય છે. શરીરના કિડની જેવા અંગમાં પથરી ખૂબ જ દુખાવો તો આપે જ છે સાથે અન્ય પણ તકલીફ આપે છે. જો કિડનીમાં રહેલી પથરી નાની છે તો તેને ચોક્કસ યુરીનની સાથે કિડનીમાંથી બહાર કાઢી શકાય છે.
🍺 શું ખરેખર બીયર કિડનીની પથરીને બહાર કાઢે છે : આપણે જોઈએ તો કિડનીની પથરીને માટે કોઈ સ્પેશ્યલ ઈલાજ નથી. પરંતુ બીજા ઘણા ઘરગથ્થું ઉપાયો પણ છે. પરંતુ તે તમામ ઇલાજો માત્ર નાની સાઈઝની જ પથરીને કાઢવા માટે ઉપયોગી બને છે. પથરી જો મોટી થઈ ચૂકી છે તો તેના માટે ડૉક્ટરસ્ તમને ઓપરેશન ની જ સલાહ આપે છે. જો તમને પથરીની તકલીફ છે તો તેના માટે બને તેટલું વધારે પાણી પીવાનું રાખો તેનાથી પણ પથરી યુરીન સાથે જ નીકળી જાય છે.
🍺 એવું કહેવામાં આવે છે કે બીયર એ કિડનીની પથરીનો એક બેસ્ટ ઉપાય છે. બિયર પીવાથી કિડનીમાંથી પથરી નીકળી જાય છે. આ વાતને એક્સપર્ટ પણ પોતાનો મત આપતા કહે છે કે બીયર કિડનીની પથરીને દૂર કરી શકે છે. પરંતુ સાથે તે એ પણ જણાવે છે કે બીયર barley(જવ)નો બનેલો હોવો જોઈએ અને તે પણ નાના કદની પથરીને જ બહાર કાઢે છે.
🍺 એક્સપર્ટનું મંતવ્ય : આ બીયર એ એવો પદાર્થ છે કે તેનું સેવન કરવાથી યુરીનમાં ખૂબ જ વૃધ્ધિ થાય છે. આમ વારંવાર યુરીનના ત્યાગ કરવાની સાથે સાથે પથરી પણ નીકળી જાય છે. આમ જો બિયરનું સેવન કરવામાં આવે તો કિડનીની પથરીને બહાર કાઢી શકાય છે.
🍺 જો તમારે કિડનીની પથરીને બીયરની મદદથી બહાર કાઢવી છે તો તેના માટે જવનો બનેલો જ બીયર લો. બીયર વધારે માત્રામાં ક્યારેય ના લેવો જોઈએ. જો કિડનીની પથરીનો દુખાવો વધારે છે તો આવા કોઈ પ્રયોગ ન કરતાં ડૉક્ટરસ્ ની સલાહ અનુસાર જ ટ્રીટમેન્ટ કરવી યોગ્ય છે.
જો કિડનીની પથરીને બીયરની મદદથી બહાર કાઢવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.