સવારથી લઈને સાંજ સુધી જેટલી વસ્તુનો ઉપયોગ કરીએ છીએ તેમા 90% વસ્તુ પ્લાસ્ટિકની જ હોય છે. કોઈ પણ વસ્તુ જોઈએ તો તે પ્લાસ્ટિકમાં પેક કરેલી આવતી હોય છે. વિશ્વભરમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રદૂષણ વધી રહ્યું છે. અને તેણે માનવ શરીરમાં પણ તને પગપેસારો કર્યો છે. પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો માનવ રક્તમાં ભળે છે.
પાણીની બોટલો, પેકેજ્ડ ફૂડ, અને બીયરની બોટલોમાંથી સરેરાશ 1.5 મિલિયન માઇક્રો પ્લાસ્ટિકના કણો આપણા શરીરમાં દર વર્ષે જાય અથવા ખાઈએ છીએ. પ્લાસ્ટિકની બોટલની સાથે, બિયરની બોટલ એવી ઘણી બધી વસ્તુ છે જેમાં પ્લાસ્ટિકનું પેકિંગ કરવામાં આવે છે. અજ્ઞાનતાને કારણે લોકો તેને સમજી શકતા નથી. પ્લાસ્ટિકમાં પેક કરેલી વસ્તુઓનો વધુ પડતો વપરાશ આપણા શરીર પર સીધી અસર કરી શકે છે.
જાણો માઇક્રોપ્લાસ્ટિકની ભયાનકતા, જે વાંચીણે તમારું મગજ ચકરી ખાઈ જશે, અને આજથી જ તમે તમારા બાળકો તેમજ પૂરા પરિવાર સહિત પ્લાસ્ટિકની વસ્તુ વાપરવાનું બંધ કરી દેશો.. નીચે વાંચો કે, માઇક્રોપ્લાસ્ટિક શરીરમાં કેવી રીતે જાય છે અને શરીરમાં ગયા બાદ કેવી ભયાનક તબાહી મચાવે છે.
- શું છે આ માઇક્રોપ્લાસ્ટિક?
માઇક્રોપ્લાસ્ટિક પ્લાસ્ટિકનો ખૂબ જ ઝીણો કણ છે. જ્યારે ખાદ્યપદાર્થ કે પીણું પ્લાસ્ટિકની બોટલ, ફોઈલ વગેરેમાં હોય છે, તો તે લાંબા સમય સુધી રહેવાથી પ્લાસ્ટિકના કણો તૂટી જાય છે અને તેમાં રાખવામાં આવેલ પાણી અને ખાદ્યપદાર્થોમાં ભળી જાય છે. અતિ સૂક્ષ્મ હોવાને કારણે આપણે ખુલ્લી આંખે જોઈ શકતા નથી. જેમ બેક્ટેરિયા આપણી આંખોથી દેખાતા નથી, તેવી જ રીતે પ્લાસ્ટિકના સૂક્ષ્મ કણો પણ આપણી આંખોથી જોઈ શકતા નથી. આપણે તેમને માત્ર માઇક્રોસ્કોપની મદદથી જોઈ શકીએ છીએ.
આ પ્લાસ્ટિકના કણો ખૂબ જ બારિક હોય છે. તેની લંબાઈ 5 મીમી કરતા ઓછી છે. આ પ્લાસ્ટિક સમુદ્ર અને જળચર જીવન માટે ઘાતક છે. માઇક્રોપ્લાસ્ટિક તેલ અને ગેસ ઉત્પાદનોમાંથી કાઢવામાં આવેલા પેટ્રોકેમિકલ્સમાંથી મેળવવામાં આવે છે. કેટલાક માઇક્રોપ્લાસ્ટિક કણો અત્યંત ઝેરી હોય છે, જે માનવ સ્વાસ્થ્ય પર પણ અસર કરે છે. લાંબા સમસ્ય સુધી જો પ્લાસ્ટિકમાં રાખેલી વસ્તુનું સેવન કરવામાં આ તો કેન્સરનું કારણ પણ બની શકે છે.
ઘણી વાર સૂક્ષ્મ કણો ફેફસામાં પ્રેવેશે છે અને ફેફસાની બીમારીવાળા લોકોમાં ગંભીરતા પેદા કરી શકે છે. એવું પણ માનવામાં આવે છે કે આ કણ ફેફસામાં લાંબા સમય સુધી રહેતા હોવાથી તેમાં સોજો પણ લાવી શકે છે. અને તેના દ્વારા લોહીમાં પ્રવેશી પૂરા શરીરને નુકશાન પહોંચાડે છે.
- કેવી રીતે શરીરમાં માઇક્રોપ્લાસ્ટિક પ્રવેશે છે ?
તમે કોઈપણ વસ્તુ જે પેક કરાવીને લાવો છો તે પ્લાસ્ટિકમાં પેક થતી હોવાથી મેલ્ટ થઈને શરીરમાં પ્રવેશે છે. અને તમારા સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. કેટલાક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે પ્લાસ્ટિકના નાના કણો બંધ બોટલ, પ્લાસ્ટિક ફૂડ પેકેટ અને હવામાં મળી આવતા પાણી દ્વારા આપણા શરીરમાં પ્રવેશે છે.
સો પ્રથમ આ કણો હવામાં તરતા હોય છે, જે શ્વાસમાં લેવાથી શરીરની અંદર પ્રવેશે છે. અને લોહીમાં ભળીને હૃદય સુધી પહોંચે છે. આ કણો પ્લાસ્ટિકની બોટલ, ફૂડ પેકેજ, ચાની કિટલી પર જે ચાના ગ્લાસમાં ઉપયોગ થાય છે તેમાં, કોઈ લગ્ન પ્રસંગ હોય તો તેમાં જે ડિસ્પોઝેબલ ગ્લાસ પાણી પીવા વપરાતા હોય, અથવા તો લગ્નમાં જે થર્મોકોલનની ડિસનો ઉપયોગ થતો હોય છે. આવી બધી ઘણી એવી વસ્તુ છે જેના દ્વારા શરીરમાં પ્લાસ્ટિક પ્રવેશે છે.
ઘણી વાર આપણે હોટેલમાંથી ફૂડ પેક કરાવીને ઘરે લાવીએ છીએ તેનું કન્ટેનર હોય છે. તેમાં પેક કરીને રાખતા હોય છે. પછી જે રીતે ગ્રાહક આવે તેમ આપવામાં આવતું હોય છે. પરંતુ શું તમે જાણો છો કે તે કન્ટેનર કેટલા સમય પહેલા હોટેલ કે રેસ્ટોરન્ટમાં પેક થયેલું હોય છે.
તેમાં જે રોટલી, ચપાટી, પરોઠા, કે ભાખરી પેક કરીને આપતા હોય છે. તે ફોઈલ પેપર પર સારી ગુણવત્તા વાળું વાપરતા હોતા નથી. સમય જતા તેમાં ભરેલી વસ્તુમાં પ્લાસ્ટિકના કણો ભળી જાય છે અંતે તે શરીરમાં પ્રવેશ કરે છે. એવી જ રીતે લગ્ન પ્રસંગમાં જે કોઈ ડિસ કે પ્યાલીઓનો વપરાશ થાય છે. તે બધી વસ્તુ મોટાભાગે પ્લાસ્ટિકની જ હોય છે. અને તે એટલી ચોખ્ખી પણ હોતી નથી. તેના દ્વારા પણ પ્લાસ્ટિક શરીરમાં જાય.
- સંશોધન દ્વારા મળેલા માઇક્રો પ્લાસ્ટિકનું ભયાનક પરિણામ જુઓ.
તાજેતરમાં એક સંશોધનમાં બહાર આવ્યું છે કે માઇક્રોપ્લાસ્ટિકનો કચરો માનવ લોહીમાં પણ પહોંચી ગયો છે. સંશોધનમાં સામેલ 80% લોકોના લોહી અને કિડનીમાં પ્લાસ્ટિકના કણો માનવ લોહીમાં પણ પહોંચી ગયા છે. દર અઠવાડિયે 2,000 અથવા 1 લાખથી વધુ કણો શરીરમાં પ્રવેશ કરે છે. અને આખા વર્ષમાં માનવ કોષોને નુકસાન પહોંચાડે છે. આ માઇક્રોપ્લાસ્ટિક એક તરફ હૃદયની રક્તવાહિનીઓને બંધ કરે છે અને બીજી તરફ કિડનીના નેફ્રોનને નુકસાન પહોંચાડે છે. જેથી હાર્ટ ફેલ થવાની કે કિડની ફેલ થવાનું જોખમ વધે છે.
અગાઉ પણ પ્લાસ્ટિક પર સંશોધન કરવામાં આવ્યા છે જેમાં તેમા કણો મગજ, પેટ, અજન્મેલા બાળકોના પ્લેસેન્ટામાં ચોંટેલા જોવા મળ્યા હતા. તેમાંથી કેટલાક પોટી દ્વારા બહાર ગયા. પરંતુ લોહીમાં પ્રથમ વખત માઇક્રોપ્લાસ્ટિક મળી આવ્યું છે.
બાળક જે રમકડું રમે છે તેનું પ્લાસ્ટિક પણ સારું હોવું જરૂરી છે. સંશોધનમાં એક બાળકીના શરીરમાંથી કણો મળી આવ્યા છે. તે બેડ પર સૂતી હતી અને તે જે રમકડાં સાથે રમતી હતી તેનું મટિરીયલ સિન્થેટિક મટીરિયલથી બનેલું હતું આવી વસ્તુના ટુકડાં મોટી માત્રામાં તેના શરીરમાં અંદર ગયા હતા.
એટલું જ નહીં પ્લાસ્ટિકના ચોખા પણ બજારમાં મળતા થઈ ગયા છે. તે નેચરલ ચોખા સાથે મિક્સ કરી દેવામાં આવે છે, તેની સાઇઝ અને કલર બિલકુલ નેચરલ જેવો લાગતો હોય છે. તેને સરળતાથી ઓળખી શકાતા નથી.
ફેફસાને પણ નુકસાન પહોંચાડે છે- ઘણા કારિગરોના કપડામાં પોલિએસ્ટર અને નાયલોન હોય છે. અને તે રોજ રૂટીનમાં કપડાં પહેરતા થઈ જાય ત્યારબાદ તેના કણો ઉડે છે અને જેના લીધે ઉધરસ, શ્વાસ ફુલવો અને ફેફસાની ક્ષમતા ઓછી થવા જેવી તકલીફો થવા લાગે છે.
શરીરમાં આ બીમારી થાય છે- પ્લાસ્ટિક સામાન્ય રીતે જો શરીરમાં જાય તો નુકસાન પહોંચાડે છે. અને જો લાંબા સમય સુધી તેના કણો રહે તો કેન્સર, અસ્થમા એટેક અને અન્ય સ્વાસ્થ્યને લગતી તકલીફો ઉભી થાય છે. એટલે જ બને તો વધુ પડતો પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવો જોઈએ. અને બને ત્યાં સુધી સ્ટીલના વાસણનો વધુ ઉપયોગ કરવો.
આ 10 વસ્તુઓથી શરીરમાં માઇક્રો પ્લાસ્ટિક જાય છે..- (1). પાણીની પ્લાસ્ટિક બોટલ (2). ચા ના પ્લાસ્ટિક કપ, (3) ફોઈલ પેપર (અમુક પ્રકારની) (4) ડિસ્પોજલ ડિશ (5) પાણીના પાઉચ (6) પ્લાસ્ટિક કન્ટેનર (7) પ્લાસ્ટિકમાં આવતું રેડી ટુ ઈટ ફૂડ (8) પ્લાસ્ટિકના ચોખા (9) પ્લાસ્ટિકના રમકડાં (10) હલકા ફાઈબર ના ગ્લાસ અથવા ડિશ
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.