🫕આજકાલ લોકો બહારનું તીખું, તળેલું, પાઉંવાળું, મેંદાવાળું ખાવાના શોખિન થઈ ગયા છે. રજાનો દિવસ આવ્યો નથી કે બહાર જમવાનું પ્લાનિંગ થયું નથી. રજા એટલે ઘરે પણ રસોઈ કરવાની રજા એવું આજકાલની મહિલાઓ માટે થઈ ગયું છે. પરંતુ બહાર કે ઘરે કોઈપણ મહિલા જમવાનું બનાવે ત્યારે આ એક ભૂલ કરી બેસતી હોય છે અને તે છે વધેલા તેલનો ઉપયોગ બીજીવાર કરવો.
🫕ઘણી ફરસાણની જગ્યા પર તમે જોયું હશે કે તાવડીમાં તેલ કાળું થઈ ગયું હોવા છતાં તેમાં વારંવાર વાનગી તળતા હોય છે. ઘરે પણ આપણે કોઈ મહેમાન આવ્યું હોય અને તળેલી વાનગી બનાવીએ ત્યારબાદ વધેલું તેલ બીજા વાસણમાં કાઢીને ફરી તેનો ઉપયોગ કરતાં હોઈએ છીએ. તો તેનાથી ભયંકર બીમારી થઈ શકે છે. જે તમે સપનાં પણ ન વિચાર્યું હોય.
🫕-કોઈપણ તેલ એક વખત વાપરી લીધા બાદ તેને બીજી વાર વાપરવાથી મિનરલ્સ જતાં રહેતા હોય છે. જેનાથી કેન્સર થવાનું જોખમ વધી જાય છે. કેન્સરના કિટાણું વધવાની સંભાવના વધી જાય છે. તેના કારણે જ હાલના સમયમાં કેન્સરની બીમારી વધી રહી છે. તેવું પણ કહી શકાય છે.
🫕-જો એકનું એક તેલ વારંવાર ગરમ થાય તો તેમાંથી ધીમેધીમે ફ્રી રેડિકલ્સ ઉત્પન્ન થાય છે. જેના લીધે તેમાં રહેલા એન્ટી ઓક્સીડેન્ટની માત્રા નાશ પામતી હોય છે. અને તમને સ્કીનને લગતા રોગ થવા લાગે છે.
🫕-એટલું જ નહીં વધેલા તેલનો ખોરાકમાં ઉપયોગ કરવાથી શરીરમાં ફેટનું પ્રમાણ વધવા લાગે છે. જેના કારણે મેદસ્વિતા, સાથે લોહી પણ જાડું થવા લાગે છે. આના કારણે શરીરમાં ઘણા રોગોનું નિર્માણ થાય છે. વધારે પ્રમાણમાં આવા તેલનું સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ થવાની પણ સંભાવના વધી જાય છે.
🫕-ઘણી વખત હાર્ટને લગતી બીમારી જેવી કે હાર્ટ એટેક, હાર્ટ સ્ટ્રોક અને છાતીમાં દુખાવો થવો કે બીજી કોઈ તકલીફ ઉદ્દભવા લાગે છે. જે તમારા માટે ખતરનાક સાબિત થશે. કાળું થઈ ગયેલું તેલ ક્યારેય ન વાપરવું જોઈએ. તેનાથી ગળાનો પ્રોબ્લેમ થશે, એસિડિટી, ગેસ, અપચો વગેરે જેવા પ્રોબ્લેમ થવા લાગશે. જેને દૂર કરી શકાતા નથી.
🫕-કાળું તેલ વધારે ખાવામાં આવે તો નળી બ્લોક થવાનો પણ પ્રોબ્લેમ થાય છે. જેના કારણે શ્વાસ લેવામાં પ્રોબ્લેમ થવા લાગે છે. એટલે જો તમે તેલનો બીજી વખત ઉપયોગ કરતાં હોવ તો ક્યારેય ન કરતાં.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.