વરસાદની જેવી શરૂઆત થાય છે તેવી જ બધી વસ્તુનું ધ્યાન રાખવું પડતું હોય છે. નાનામાં નાની વસ્તુમાં જીવાત પડી જતી હોય છે. ગમે તે જગ્યા પર નાના જીવ જંતુ થઈ જતા હોય છે. એવી જ રીતે કિચનમાં મૂકેલી વસ્તુનું ખાસ ધ્યાન રાખવું પડે છે. તેમાં રસોઈની સામગ્રીની સુરક્ષા ખૂબ જ જરૂરી બને છે. કારણ કે ભેજને લીધે ઘઉં, ચોખા, દાળ, મસાલા, અથાણાં વગેરે ખરાબ થઈ જાય છે.
તેમને સાચવવા માટે કેટલાક લોકો દિવેલ, પારાની ગોળી, બોરિક પાઉડર, લીમડો, પારાની થેપલી જેવી પરંપરાગત ચાલી આવતી વસ્તુનો ઉપયોગ કરીને અનાજ જાળવી રાખતા હોય છે. મોટાભાગે અનાજ આપણે ત્યાં કન્ટેનરમાં ભરવામાં આવે છે. તે ડબ્બો સૂકી જગ્યા પર રાખવો જોઈએ. ભેજ વાળી જગ્યા પર રાખવામાં આવે તો જીવ-જંતુ પડી જતા હોય છે. પરંતુ ચોખાનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. તેને લાંબા સમય સુધી સંગ્રહ કરવો છે, તો અપનાવો ઘરની સરળ ટીપ્સ. ક્યારેય તમારા ચોખા બગડશે નહીં.
1. લવિંગ- લવિંગથી ગમે તેવી જીવાત દૂર ભાગી જતી હોય છે. જો તમારે વારંવાર ચોખા બગડવાની સમસ્યા થાય છે. તો તમારે ચોખાના ડબ્બામાં 10થી 12 નંગ લવિંગ નાખી દેવા, જેથી જીવાત પડશે નહીં. કેમ કે લવિંગની સ્મેલથી જીવાત દૂર જતી હોય છે, અને લવિંગ પહેલેથી જ મૂકતા હશો તો અંદર પ્રવેશવાની કોશિશ નહીં કરે.
તે સિવાય પણ જો અગાઉ જીવાત પડી ગઈ છે તો ચોખાને સાફ કરી લવિંગ મૂકી દેવા ક્યારેય નહીં બગડે. તમે કિટાણુનાશક તરીકે લવિંગના તેલનો પણ ઉપયોગ કરી શકો છો. લવિંગના તેલના ટીંપા ચોખાના ડબ્બામાં લગાવી દો. પછી ચોખા નાખો અને ઉપરથી લવિંગ પણ સાથે નાખો.
2. માચીસની ડબ્બી- આપણા દાદી-નાની પણ આ રીતે નુસખા કરીને અનાજ સાચવતા હતા. માચીસની સળીમાં સલ્ફર હોય લગાડેલો હોય છે. તે બધાને ખ્યાલ હશે. તે સલ્ફરની સ્મેલ જ્યારે દિવાસળી પ્રગટાવીએ ત્યારે આપણે પણ ગમતી હોતી નથી. એવી જ રીતે જીવાત પણ તેની સ્મેલથી દૂર ભાગે છે. તમારે ચોખામાં જીવાત ન પડે તે માટે કપાસની થોડી સળીઓ ડબ્બાની આજુબાજુ મૂકી દેવી. માત્ર ચોખા જ નહીં દરેક અનાજ માટે તમે આ પ્રયોગ કરી શકો છો.
3. સ્ટોર કરેલા અનાજમાં આ પાન નાખો- તમાલપત્ર આપણને રસોડામાં સરળતાથી મળી રહેતા હોય છે. કેમ કે તે કોઈપણ વસ્તુનો સ્વાદ અને સુગંધ વધારવા માટે કામમાં આવે છે. જો તમે ચોખામાં પડેલી જીવાતથી છુટકારો મેળવવા માગો છો તો થોડા તમાલપત્ર ડબ્બામાં રાખો. તેની સ્મેલ જીવાતને પસંદ હોતી નથી, તેથી ચોખાની નજીક પણ નહીં આવે. તમે સૂકા લીમડાના પાન પણ ડબ્બામાં નાખી ચોખા સ્ટોર કરી શકો છો. કેમ કે લીમડાના પાન જીવાતના ઇંડાનો નાશ કરવાનું કામ કરે છે. માટે તમાલપત્ર અને લીમડાના પાન જીવાતને દૂર રાખવાનો બેસ્ટ ઉપાય છે.
4. ફ્રિઝમાં કરો આ રીતે સ્ટોર- ચોમાસાની ઋતુમાં દરેક કઠોળમાં પણ જીવાત પડવાનો ડર રહેતો હોય છે. થોડા થોડા સમયે તેનું ધ્યાન રાખવામાં ન આવે તો બગડી જાય છે. અને અંતે તેને મોંઘા ભાવની વસ્તુ આપણે ફેંકી દેવી પડતી હોય છે. જો તમે થોડા થોડા ચોખા બજારમાંથી લાવતા હોવ તો સીધા ફ્રિઝમાં સ્ટોર કરી શકો છો. કેમ કે તે તાપમાનમાં જીવાત મરી જાય છે. તેમાં રહેલા ઇંડાનો પણ નાશ થઈ જતો હોવાથી ઠંડા તાપમાનમાં ચોખા સારી રીતે સચવાય છે.
5. લસણની કળી- ચોમાસાની સીઝનમાં બને ત્યાં સુધી ઓછા ચોખા લાવીને સ્ટોર કરવા જોઈએ. અને જો તમે આખા વર્ષનું અનાજ સ્ટોર કરો છો તો. તેમાં લસણની થોડી કળીઓ ફોલ્યા વગર ચોખાના ડબ્બામાં ભેળવી શકો છો. લસણની થોડી ઘણી કળીઓ ચોખાના ડબ્બામાં નાખી બધા ચોખા સારી રીતે મિક્સ કરી દો. તેની સુગંધ ચોખાને જીવાતથી બચાવશે. થોડો સમય થતા લસણની તે કળીઓ સૂકાય જતી હોય છે, તો તે કળીઓને બહાર કાઢી બીજી કળીઓ ભેળવી શકો છો. આમ આ રીતે ચોખાને આખું વર્ષ જીવાતથી બચાવી શકો છો.
6. કોપરાની છીણ- કોપરાની છીણ પણ જીવાતને દૂર કરવાનું કામ કરે છે. 1 મણ ચોખામાં તમે 200થી 300 ગ્રામ કોપરાની છીણ મિક્સ કરી શકો છો. તેનાથી જીવાત કે સડો થતો હોતો નથી. અને દાળા એકદમ સરસ રહે છે.
7 . સૂર્યપ્રકાશ- આપણે કોઈ પણ વસ્તુ હોય તેને સૂકવવા માટે તડકે મૂકતા હોઈએ છીએ. જેથી ભેજ અને જીવાત હોય તે પણ દૂર થઈ જાય. એવી જ રીતે ચોખામાં થોડી ઘણી જીવાત દેખાય તો તડકે મૂકી દેવી જોઈએ. પરંતુ એક વસ્તુનું ખાસ ધ્યાન રહે કે વધારે સમય ચોખા તડકે રાખવામાં આવે તો તૂટી જતા હોય છે. દાણો આખો રહેતો હોતો નથી. માટે થોડો સમય તેને તડકે સૂકવો, જેથી તેમાં રહેલી જીવાત, ભેજ, જીવાતના ઇંડા વગેરે નષ્ટ થઈ જાય. અને લાંબા સમય સુધી ચોખા બગડે નહીં.
ઉપર જણાવેલ ટિપ્સ તમને કેવી લાગી અમને કોમેન્ટ કરી ને જણાવો. અને બીજી કિચન વિષે શું માહિતી જોઈએ છે તે પણ કોમેન્ટ કરો. અમે જરૂર તેના પર આર્ટિક્લ આપ સમક્ષ રજૂ કરીશું. ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.