ફાઈબરમાં એક પ્રકારનું કાર્બોહાઈડ્રેટ હોય છે, જેમાં પોષણ તો ખૂબ ઓછું હોય છે પણ પાચનને લગતી જે કોઈ સમસ્યા છે તે સુધારી શકશે. આહારને સારી રીતે ફાઈબર પચાવી શકે છે. કહેવાય છે ફાઈબરમાંથી જરૂરી પોષણ મળતું હોતું નથી, પરંતુ આપણા પેટમાં ઘણા સમય સુધી તે જળવાય રહે છે. જેના લીધે વારંવાર ભૂખ લાગતી હોતી નથી. જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેના માટે ફાઈબર આશીર્વાદ સમાન ગણાય છે.
ફાઈબર એટલે રેસા અને તેનું કામ ટીસ્યુને જોડી રાખવાનું છે. જ્યારે આપણે ખોરાક ખાઈએ છીએ ત્યારે તેમાંના રેસા હોજરીમાંથી આંતરડાંમાં જાય છે ત્યારે તે પાણી ચૂસી લે છે. પાણી ચૂસવાને કારણે તે ચીકણા બને છે. આંતરડાની અંદરની ત્વચા સુંવાળી હોય છે. એટલે આ રેસા ચીકણા હોવાથી ઝડપથી આંતરડામાં સરકે છે.
આંતરડામાં જ્યારે ખોરાકમાંથી શરીરને જરૂરી પૌષ્ટિક તત્ત્વો શોષાઈ જાય ત્યારે નકામો ભાગ રેસા સાથે મિક્સ થઈને મળ બનાવે છે. જે રેસાને કારણે ઝડપથી શરીરની બહાર નીકળી જાય છે. એટલે બને ત્યાં સુધી દરેક વ્યક્તિએ રેસા વાળો ખોરાક લેવો જોઈએ.
- ફાઈબર બે પ્રકારના હોય છે. જાણો નીચે મુજબ.
ફાઈબર પણ બે જાતના હોય છે. એક ઘુલનશીલ ફાઈબર અને બીજો અઘૂલનશીલ ફાઈબર. તેમાં જે પહેલો એટલે કે ઘૂલનશીલ ફાઈબર છે તે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાં સરળતાથી ભળી જાય છે. તે શરીરની અંદર ભળીને એક જાતનો તૈલી કે જેલ બનાવે છે. જેના લીધે તમારું કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રહી શકશે.
ફાઈબર ડાયાબિટીસ અને કેન્સર તથા કબજિયાત વાળા દર્દી માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેમાં બીજો જે ફાઈબર છે અઘૂલનશીલ તે વજન નિયંત્રિત કરવામાં ઉપયોગમાં લઈ શકાય છે. આ રીતે બંને ફાઈબર શરીર માટે ખૂબ જ જરૂરી છે. તો જણાવીએ કે ફાઈબરની કમીથી ક્યાં પ્રોબ્લેમ્સ થઇ શકે અને પછી જાણીએ ફાઈબર ક્યા ક્યા ખોરાકમાંથી મળી રહે છે.
- ફાઈબરની કમીથી થતી તકલીફો- (પ્રોબ્લેમ્સ)
ફાઈબરનું યોગ્ય પ્રમાણમાં સેવન ન કરવામાં આવે તો મોટાપાનો રોગ બની જતો હોય છે. વારંવાર ભૂખ લાગવી, થોડું કામ કરીને થાકનો અનુભવ થવો. તે સિવાય પેટ સાફ થતું ન હોય તો મોઢામાં છાલા વારંવાર પડી જતા હોય છે. ફાઈબરની ઉણપથી ઘણી વખત કબજિયાત, ગેસ, પેટ સાથે જોડાયેલી કેટલીક બીમારી જેમ કે અલ્સર વગેરેનો સામનો કરવો પડતો હોય છે.
તે ઉપરાંત આંતરડાનું કેન્સર, હૃદયને લગતી બીમારી વગેરે ફાઈબરની ઉણપથી થઈ શકે છે.
ફાઈબરનો સૌથી ઉત્તમ સ્ત્રોત ઈસબગુલને માનવામાં આવે છે. આર્યુર્વેદમાં પણ તેને આર્શીવાદરૂપ માનવામાં આવે છે. ઈસબગુલને પાણીમાં નાખી સેવન કરવાથી ફાઈબરની કમી દૂર થાય છે. અને તમે અનેક બીમારીથી બચી શકો છો.
કબજિયાતથી ઘણા બધા રોગ થતાં હોય છે. જેનું પેટ સાફ ન થાય તે ક્યારેય તંદુરસ્ત ન હોઈ શકે. ફાઈબર યુક્ત ખોરાકથી કબજિયાત થશે નહીં અને તમે હરસ-મસા, ભગંદર જેવી બીમારી નજીક નહીં આવી શકે. આ ઉપરાંત પ્રદૂષિત પદાર્થો જલદી નીકળી જતા હોવાથી આંતરડાનું, મળાશયનું, કેન્સર થવાની સંભાવના પણ રહેતી હોતી નથી.
ફાઈબરથી કોલન કેન્સરનું જોખમ ઘણી હદે ઓછું થાય છે, તે શરીરમાં હાનિકારક તત્વોને વધતાં રોકે છે. અત્યારના સમયમાં મહિલાઓને ખાસ કરીને સ્તન કેન્સર, અંડાશય નું કેન્સર, અને ગર્ભાશયનું કેન્સર વધારે થતું હોવાથી. ખાસ કરીને મહિલાઓ ફાઈબરનું પ્રમાણ વધારે તો કેન્સરનું જોખમ ઘટાડી શકાય છે.
- કઈ કઈ વસ્તુઓ માંથી મળે છે ફાઈબર-
નટ્સ- તંદુરસ્ત રહેવા માટે આપણે ડ્રાયફૂટ્સ ખાતા હોઈએ છીએ. તેમાં ખાસ કરીને શિયાળામાં વધારે પડતું સેવન કરીએ છીએ. જેથી આપણું સ્વાસ્થ્ય સારું રહે. બધા ડ્રાયફૂટ્સમાં કોઈને કોઈ વિટામિન્સ રહેલા હોય છે. પણ ફાઈબર વધારે પ્રમાણમાં બદામ, પિસ્તા અને અખરોટ માંથી મળી રહે છે. આ વસ્તુનું સેવન તમારે રોજ કરવું જોઈએ જેથી તમારું પાચનતંત્ર મજબૂત બનશે.
નારિયેળ- કોઈપણ વ્યક્તિ બીમાર પડે ત્યારે નારિયેળ પાણી તેનો બેસ્ટ ઈલાજ માનવામાં આવે છે. એવી જ રીતે કોઈ વ્યક્તિને ફાઈબરની ઉણપ હોય તેને રોજ નાળિયેળ પાણી પીવું જોઈએ અથવા તો કાચૂ, સૂકું નાળિયેળ પણ ખાઈ શકો છો. કેમ કે નાળિયેળમાં સારી એવી માત્રામાં ફાઈબર હોય છે. એ ઉપરાંત તેમાં મેગ્નીઝ, ઓમેગો-6 ફૈટી એસિડ, ફોલેટ અને સેલેનિયમ જેવા પોષક તત્વો પણ હોય છે. જે શરીરને હેલ્ધી બનાવવામાં મદદ કરે છે.
દાળ- કોઈપણ પ્રકારની દાળ હોય તેમાંથી ભરપૂર માત્રામાં પ્રોટીન મળે છે સાથે તેમાં ફાઈબર પણ એટલી જ માત્રામાં જોવા મળતું હોય છે. દાળમાંથી આપણને પ્રોટીન, કોલેટ, વિટામિન અને મેગ્નીઝ જેવા પોષક તત્વો મળે છે. જે શરીર માટે ખૂબ જ લાભદાયી માનવામાં આવે છે. જે લોકો વજન ઓછું કરવા માગતા હોય તેમણે ફાઈબર યુક્ત દાળનું નિયમિત સેવન કરવું જોઈએ. જેથી શરીરમાં કોઈ પણ જાતની બીમારી સામે રક્ષણ મળે શકશે.
નાશપતિ- નાશપતિ એક લોકપ્રિય ફળ છે. જે ખાવામાં સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર ભરપૂર પ્રમાણમાં રહેલું હોવાથી તમે સલાડની રીતે ખાવામાં તેનો ઉપયોગ કરી શકો છો. એક ખાસ વાત તેની છોલ કાઢ્યા વગર ખાવું વધારે ફાયદાકારક છે.
સ્ટ્રોબેરી- સ્ટ્રોબેરી દરેકનું મનપસંદ ફ્રૂટ્સ છે. દરેકને આ ફળનું સેવન કરવું ગમતું પણ હોય છે. અને તેમાં જો તેનો જ્યૂસ મળી જાય તો વધારે મજા આવે. કહેવાય છે કે સ્ટ્રોબેરીમાં ફાઈબરનો સારો સ્ત્રોત હોય છે, તેમાં વિટામિન-સી અને મેગ્નીઝ પણ વધારે હોય છે.
પોપકોર્ન- મૂવી જોવા જઈએ ત્યારે જ પોપકોર્ન ખાવા જોઈએ જરૂરી નથી. તમે નાસ્તામાં પણ તેનું સેવન કરી શકો છો. કારણ કે તેમાં અઢળક પ્રમાણમાં ફાઈભર રહેલું હોય છે. જો તમે નક્કી કર્યું હોય કે ફાઈબર યુક્ત ખોરાકનું સેવન વધારવું છે તો સવારે હળવા નાસ્તામાં અને સાંજે પણ પોપકોર્નનું સેવન કરી શકો છો. જે તમારા શરીરને તંદુરસ્ત બનાવશે.
એ ઉપરાંત લીલા પાંદડાવાળા શાકભાજી, સફરજન, દ્રાક્ષ, પપૈયું, ટામેટાં, ડુંગળી, સલાડ, શક્કરિયા, સોજી, બેસન, ઘઉંનો લોટ વગેરેમાંથી સારા પ્રમાણમાં ફાઈબર મળી રહે છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.