🐢હિન્દુ ધર્મ અનુસાર ઘરમાં કાચબો રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, ભગવાન વિષ્ણુનું એક રૂપ પણ કાચબાને માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુએ કાચબાનું રૂપ ધારણ કરીને સમુદ્ર મંથનના સમયે મંદ્રાચલ પર્વતને પોતાના કવચ પર થામી રાખ્યું હતું. જ્યાં કાચબો રાખવામાં આવે છે ત્યાં લક્ષ્મીજીનું આગમન થાય છે. ફેંગશુઇમાં પણ કાચબો રાખવો શુભ માનવામાં આવે છે. સાથે સાથે ઘરમાં સુખ-શાંતિ અને ધનનો લાભ પણ થાય છે. જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર કઈ વસ્તુઓને ઘરમાં રાખવાથી શુભ થાય છે.
🐢-કાચબો ઘરમાં યોગ્ય દિશામાં રાખવામાં આવે તો ઘણાં શુભ પરિણામ આવે છે. કાચબો ઉંમર લાંબી કરનાર અને જીવનમાં પ્રગતિ તેમજ સફળતા અપાવનાર બને છે. કાચબો રાખવાથી ઘરમાં ધનની પ્રાપ્તિ થાય છે. ધન સંબંધી સમસ્યા રહેતી હોય તો કાચબો રાખવાથી ધનલાભ થશે. ખાસ કરીને આ સમસ્યામાં ક્રિસ્ટલવાળો કાચબો લાવવો જોઈએ. ઘરમાં કાચબો રાખવાથી પરિવારના લોકોની ઉંમર લાંબી બને છે સાથે જ બીમારીઓ પણ દૂર રહે છે.
🐢-કાચબો વાસ્તુદોષ દૂર કરવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ઘરમાં કાચબો રાખવામાં આવે છે તો તેનાથી ઘરમાં સુખ-શાંતિ બની રહે છે. તમે જીવિત કાચબાની જગ્યાએ તેની મૂર્તિ પણ ઘરમાં રાખી શકો છો.
🐢-કાચબાને ક્યારેય બેડરૂમમાં ન રાખવો જોઈએ. ઘરમાં કે ઓફિસમાં કાચબાને ઉત્તર દિશામાં રાખવો જોઈએ. પરંતુ જો તમે ઉત્તર દિશામાં સૂતા હોવ તો તે રૂમમાં કાચબો ન રાખવો જોઈએ.
🐢-કોઈ પણ ઘર હોય નાના-મોટા ઝઘડા તો થતાં જ હોય છે. તે સમસ્યાના નિવારણ માટે ઘરમાં કાચબો અથવા તેની મૂર્તિ લગાવી શકો છો. નવો વેપાર-ધંધો શરૂ કરતી વખતે જો તમે કાચબો પાછળના ભાગમાં કાચબો રાખવાથી અપાર ઉર્જાનો અનુભવ થાય છે અને બધા કામ સરળતાથી પાર પડે છે.
🐢-ઘરમાં ચાઈનિઝ પિરામિડ રાખવાથી કોઈપણ દિશામાં વાસ્તુ દોષ થવા પર દોષ સમાપ્ત થઈ જાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે. 🐢-ચાઇનિઝ સિક્કાને ઘરના દરવાજા પર લટકાવવાથી ઘરમાં નકારાત્મક ઉર્જાનું આગમન થતું નથી અને ધન તેમજ સુખ સમૃદ્ધિ હાંસલ થાય છે.
🐢- અમુક લોકો સારા નસીબ માટે કાચબાની ડિઝાઈનની વિંટી પણ પહેરતા હોય છે. વીંટીમાં પણ કાચબાનું મોં જમીન તરફ હોય તેવી રીતે ને પહેરવી જોઈએ. તેનું મોં ઊંચું રહે અને પૂંછ નીચી આવે તેમ પહેરવી.
🐢-કાચબાને ગુડ લકનું પ્રતિક માનવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને માદા કાચબાની પીઠ પર તેના બચ્ચા હોય તે પ્રજનનનું પ્રતીક છે. તેનાથી સંતાન સુખ મળે છે. 🐢-ક્રિસ્ટલનો કાચબો દક્ષિણ-પશ્ચિમ કે ઉત્તર-પશ્ચિમ રાખવો અને લાકડાંનો પૂર્વ કે દક્ષિણ-પૂર્વ દિશામાં રાખવાથી પરિવારમાં તાલમેલ વધે છે.
🐢-માટીનો કાચબો રાખવાથી બીમારી દૂર થાય છે. તેમાં માટીનો કાચબો ઉત્તર-પૂર્વ કે દક્ષિણ-પશ્ચિમ દિશામાં રાખવા જોઇએ. 🐢-મિશ્ર ધાતુનો કાચબો મોટાભાગના લોકોના ઘરમાં જોવા મળે છે. તો તેમણે ઉત્તર દિશામાં રાખવો જોઈએ.
🐢-કાચબાને હંમેશાં પાણીમાં રાખવો જોઇએ. કાચબાને ધાતુના વાસણમાં રાખી પાણી ભરવાથી સુખ-શાંતિ અને સમૃદ્ધિ વધે છે. 🐢-ભગવાન વિષ્ણુના અવતાર સમાન કાચબાની ગુરુવારના દિવસે વિશેષ પૂજા વિધી કરવી જોઈએ. ગુરુવારના દિવસે તેને સ્થાપ્ના કરવામાં આવે તો ડબલ પરિણામ પ્રાપ્ત થાય છે.
🐢આ રીતે ઘરમાં કાચબો રાખવાથી નકારાત્મક ઉર્જા ધીરે ધીરે દૂર જાય છે. અને વાતાવરણ સુખદ બનવા લાગશે. જો તમે પણ ઘરમાં કાચબો રાખવાનું શરૂ કરશો તો અનેક લાભ થશે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.