તમે ઘણી વખત એવું સંભાળ્યું હશે કે, “દિવસ પૂરો થાય પહેલા ભોજન કરી લેવું જોઈએ.” હા દોસ્તો આપણાં આયુર્વેદમાં જણાવવામાં આવ્યું છે કે, દિવસ પૂરો થાય તે પહેલા રાત્રીનું ભોજન કરી લેવું જોઈએ. તમે વડીલોને ક્યારેક પૂછી લેજો કે તમે પહેલાના સમયમાં ક્યારે ભોજન કરતાં હતા. તેમનો જવાબ લગભગ એમ જ હોય છે કે, અમે તો 7 વાગે ભોજન કરતાં હતા. આ વસ્તુ અત્યારે આપણાં હિન્દુ ધર્મમાં ઓછી થવા લાગી છે પણ હજુ જૈન ધર્મના લોકો આવી પ્રથા પાળે છે. દિવસ પૂરો થાય તે પહેલા ભોજન કરવાથી ઘણા ફાયદાઓ થાય છે.
આજે જણાવીશું કે, રાત્રે મોડુ જમવાથી કેટલી ભયંકર બીમારી પણ શરીરમાં થઈ શકે છે. જો રાત્રે કોઈ કારણ હોય લેટ જમવાનું તો કેવું ભોજન નહીં કરવું તે પણ જાણી લેવું. ચાલો જાણીએ કઈ કઈ વસ્તુ સેવન સૂર્યાસ્ત પછી નહીં કરવું. આ લેખ અંત સુધી વાંચજો ખુબ તમને નવું નવું શીખવા મળશે તેની ગેરંટી. લેખના અંતમાં હું પોતેરાત્રે ક્યારે અને કેવી રીતે જમું છું તે પણ આપ સાથે શેર કરીશ જેમાંથી તમને જરૂર નવું શીખવા મળશે.
જે લોકોની ઉમર 50 વર્ષથી વધારે છે તેમને રાત્રિના ભોજનમાં અન્ન ઓછું કરી દેવું જોઈએ અને શાકભાજી, ફળ, દૂધ જેવી વસ્તુનું સેવન વધારે કરવું જોઈએ. તેનાથી પેટ સાફ રહે છે અને ગેસ, એસિડિટી જેવી સમસ્યા ઓછી રહે છે. કોઈ પણ ઉમરના વ્યક્તિને રાત્રે વધારે જમીને ચૂર્ણ જેવી વસ્તુ પણ નહીં ખાવી તેનાથી આંડતરડાને નુકસાન થાય છે અને આગળ કબજિયાતની સમસ્યા ઊભી કરે છે. વધારે જમવા કરતા ઓછું જમવું સારું.
રાત્રે 8 વાગ્યા પછી વધારે મસાલા વાળો ખોરાક, વધારે તીખો ખોરાક, વધારે એસિડ રહેલો ખોરાક નહીં ખાવો. ભોજન કર્યા પછી કોઈ કોઈ લોકોને ચા અથવા કોફીનું સેવન કરતાં હોય છે. આ ટેવ શરીરમાં જલન ઉત્પન્ન કરે છે અને પેટ થોડા સમયમાં ખરાબ થવા લાગે છે જો તમે પણ આ વસ્તુનું સેવન ભોજન કર્યા પછી કરો છો તો બંધ કરી દેવું નહિ તો આગળ જતાં ખુબજ નુકસાન કરશે.
રાત્રે સલાડ બનાવીને ખાવું હોય તો, તેની સાથે ક્યારે પણ દૂધ નહીં ખાવું. રાત્રે બને તો, દંહી, અને ડુંગળીનું સેવન કરવું નહીં અને તેની સાથે દૂધ ક્યારે નહીં ખાવું. રાત્રીનું ભોજન હંમેશા હળવું જ કરવું. જેટલું બને તેટલું વહેલું કરવું. લેટ કરેલું ભોજન બરાબર પચશે નહીં અને આંતરડાને તકલીફ આપશે જે આગળ જતાં કબજિયાતની રૂપમાં બહાર આવશે.
રાત્રે વહેલા ભોજન કરવાથી અનેક પ્રકારના પેટના રોગથી બચી જશો. રાત્રે સૂર્યની ગરમી રહેતી નથી તેના કારણે ઘણા સૂક્ષ્મ કીટાણુ ઉત્પન્ન થાય છે અને ભોજનમાં ચોટી જાય છે અને પેટમાં જતાં રહે છે. તેથી બને તો, સૂર્ય આથમ્યા પછી તરત જમી લેવું એટલે ઉત્પન્ન થયેલા કીટાણુ પેટમાં જતાં અટકી જશે.
આમતો ગમે તે ખોરાક તાજો બનાવીને સેવન કરવામાં આવે તો, ફાયદાકારક રહે છે. પણ રાત્રે સૂર્ય આથમ્યા પછી પેટમાં રહેલી અગ્નિ ધીમી થવા લાગે છે જથી ભોજન પચવામાં સમય લાગે છે. આયુર્વેદ પ્રમાણે સૂર્ય આથમ્યા પછી તરત પણ ભોજન કરવું જોઈએ એટલે પેટમાં રહેલી જઠરઅગ્નિ તેનું કાર્ય સમય પર કરી શકે અને ભોજન સમયપર પચતું રહે.
- હું પોતે ક્યારે અને કેવું જમું છું
હું દરરોજ સાંજે બની શકે તો 7-7.30 ના સમય વચ્ચે ડીનર લઉં છું. ડીનરમાં હું 50% જ ખોરાક ખાવ છું. એટલે કે સામાન્ય રીતે બપોરે 4 રોટલી ખાતા હોઈએ તો સાજે 1-2 જ ખાવી, તેમજ સાંજે હું ખીચડી ખાવાનું પસંદ કરું છું કેમ કે, તે સરળતાથી પછી જાય છે. અને જયારે મારું 50-60% પેટ ભરાઈ જાય એટલે ડીનર આગળ નથી કરતો. આ મારું સ્ટ્રીક રૂટીન છે.
તેમજ ઘણી વખત હું સલાડ કે ફ્રુટ્સ ખાવાનું પસંદ કરું છું, પણ ઘણા રીસર્ચ એમ કહે છે કે સલાડ રાત્રે ના ખાવું જોઈએ એટલે ફિલહાલ હું સિમ્પલ સલાડ જ ખાવ છું. હા, સલાડ ખાવ ત્યારે હું રોટલી કે ભાખરી ખાવાનું ટાળુ છું. એટલે ડીનર સલાડમાં જ પસાર થાય છે, પણ આ કામ હું અઠવાડીએ 1 વાર જ કરું છું.
તેમજ રાત્રે ઘણી વખત હું દૂધ ભોજનમાં લઉં છું ત્યારે પણ બીજી અમુક વસ્તુ હું ભોજનમાંથી બાદ કરી નાખું છુ. એટલે વધુ ના ખવાઈ જાય. ત્યાર બાદ જમીને 30-40 મિનીટ જેટલો બેસીને આરામ કરું છું (બેસીને આરામ કરવો, સુઈ ને નહિ) આરામ કરતી વખતે જનરલી બુક વાંચન કરું છુ. ત્યાર બાદ…
ત્યાર બાદ, ઉભા થઈને હું 2 km નિયમિત ચાલુ છું. જેનાથી મેં સાંજે ખાધેલો ખોરાક આસાનીથી પછી જાય. અને હવે જયારે હું ચાલવાનું બંધ કરું છું ત્યારે મારા પેટમાં મોટાભાગનો ખોરાક પચી ગયો હોય તેવું મને ફિલ થાય છે. અને ત્યાર બાદ હું 10 વાગ્યે બેડ પર જાવ છું. જેથી બીજા સવારે 5.30 am પર હું ઉઠી શકું.
5.30 પર મોટા ભાગના લોકો ઉઠી નથી શકતા તેનું મુખ્ય કારણ હોય છે કે, તેમનું પેટ ભરેલું હોય છે. એટલે ભરેલું પેટ તમને ખુબ આળસ કરાવે છે. હું ખુદ આ અનુભવમાંથી પસાર થયો છું. તમે મેં ઉપર જણાવેલી મારી રાત્રીની દિનચર્ચા એક વખત થોડો સમય અપનાવી જુઓ. તમે પણ આસાનીથી વહેલા પણ ઉઠી શકશો તેમજ પેટ સબંધી કોઈ રોગ પણ આપને નહિ થાય. (મારો પર્સનલ અનુભવ કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને મને જરૂર જણાવજો.)
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.