🍌આજકાલ દરેક સીઝનમાં બધાં ફ્રૂટ્સ મળતાં થઈ ગયા છે. અને મોટાભાગના લોકો આ ફ્રૂટ્સનું સેવન કરતાં પણ હોય છે. પરંતુ તે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થાય છે. કેમ કે તે કેમિકલ દ્વારા પકવવામાં આવતું હોય છે. એવી જ રીત કેળાં અત્યારે તમને ગમે ત્યારે બજારમાં મળી રહે છે. તો તે પણ કેટલાંક અંશે કેમિકલમાં પકવેલાં હોય છે.
🍌 એક હકીકત એ પણ છે કે કોઈપણ ફળ કુદરતી કે કેમિકલ દ્વારા પકવેલું તે ખબર પડતી હોતી નથી. એટલે તમે ઘરે જાતે કાચા કેળાં લાવીને પકવી શકો છો. હવે સવાલ થાય કે કેવી રીતે તો તમને સરળ રીત જણાવીશું જેના વડે તમે ઘરે કાચા કેળાં લાવીને પકવી શકો.
🍌કેળાં સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાંથી કેલ્શિયમ સારા પ્રમાણમાં મળતું હોય છે. જેથી દરેક વ્યક્તિએ સીઝનમાં કેળાં જરૂર ખાવા જોઈએ. ચાલો તેને પકવવાની ટિપ્સ પર હવે નજર કરીએ.
🍌પેપર બેગ- કેળાંને ઝડપથી પકવવા માટે પેપર બેગનો ઉપાય બેસ્ટ છે. કેમ કે કેળાંમાં ઇથેન ગેસ રહેલો હોય છે. જેની મદદથી પેપર બેગમાં રાખવામાં આવે તો પાકી જાય છે. ઘરે લાવીને સૌથી પહેલાં કાચા કેળાંને તમે પેપર બેગમાં લપેટીને કિચનમાં અથવા ઘરના કોઈ ખૂણામાં મૂકો દો. એક કે બે દિવસમાં કેળાં કુદરતી રીતે પાકી જશે.
🍌ચોખા- કેળાને પકવવા માટે ચોખામાં રાખવા પણ સારા રહેશે. બજારમાંથી કેળાં લાવ્યા બાદ તેના ઉપરના ભાગને કોઈ પ્લાસ્ટિકની બેગ કે પેપર બેગમાં લપેટીને ચોખાના ડબ્બામાં મૂકી દો. તમે ન્યૂઝ પેપરમાં પણ લપેટીને રાખી શકો છો. તમારા બધા કેળાં 1-2 દિવસમાં પાકીને તૈયાર થઈ જશે. આ એકદમ સરળ રીત છે. પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે જે ડબ્બામાં કેળાંને પકવવા માટે મૂકો તેનો ઉપયોગ વારંવાર ન કરવાનો હોય. એટલે કે તેને વારંવાર ખોલવા ન જોઈએ.
🍌ઘાસ- ગાર્ડનમાંથી ઘાસ કાપીને લાવી તમારા ઘરમાં તડકો આવતો હોય ત્યાં સૂકવી દેવું. તે સૂકાય જાય પછી કાગળના એક બોક્સમાં રાખવું, હવે તેમાં કાચા કેળાં રાખી દેવા. ઉપરથી ઢાંકી આ કેળાંને જ્યાં ઠંડી જગ્યા હોય ત્યાં મૂકી દો. કુદરતી રીતે 2-3 દિવસમાં આ કેળાં આપો આપ પાકી જશે. જે સ્વાદમાં પણ મીઠા લાગશે. જો તમને ક્યાંયથી સૂકું ઘાસ મળી રહે તો તેનો ઉપયોગ આ રીતે કરી શકો છો.
🍌માટી- આજે પણ ઘણાં ગામડાંના લોકો કેળાં પકવવા માટે માટીનો ઉપયોગ કરે છે. ગામડાની માટીની અંદર કાચા કેળાંને મૂકવાથી બે દિવસમાં પાકી જતાં હોય છે. તેના માટે સૌથી પહેલા કેળાંને કોઈ કપડાં કે પેપર બેગમાં લપેટી લેવા પછી તેને 2થી 3 ઇંચ નીચે માટીમાં દબાવી દેવા. પછી તેના ઉપર માટી નાખી દેવા. બે દિવસ પછી માટી હટાવી જોવું. કેળાં પાકી જશે તમને આ કેળાં ખાવામાં સ્વાદિષ્ટ લાગશે અને ઘણાં હેલ્ધી પણ રહેશે.
જો આ કાચાં કેળાં વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.