એક ટુકડો મીઠું અથવા ચપટી મીઠુ પણ તમારા સ્વાદમાં ચાર ચાંદ લગાવી દે છે. એક પણ રસોડુ એવુ નહી હોય કે જ્યાં મીઠાનો ઉપયોગ થતો નહી હોય. પરંતુ શું તમને એ વાતની ખબર છે કે એક ચપટી મીઠુ તમારા સ્વાદમાં જ નહી, પરંતુ તમારા જીવનમાં પણ ફાયદો કરાવી શકે છે ?
અમે તમને બતાવીશુ કે ઘરની કઈ અલગ અલગ જગ્યાઓ પર કેવુ કેવુ મીઠુ (સિંધા લૂણ કે સાદું મીઠું) રાખવાથી તમને કેવા કેવા ફાયદા થશે. તો થઈ જાઓ તૈયાર આ ઉપાયો અજમાવવા માટે અને મારી સાથે તમે પણ આ આર્ટીકલની જર્ની કરો જેથી તમે પણ જાણી શકો કે તમારે તમારા ઘરમાં સુખ-શાંતી લાવવા માટે શું કરવાનું છે…
- લાંબી બીમારીમાં આપશે રાહત
જો તમે અથવા તમારા સ્વજન કોઈ લાંબી બીમારીથી ચીંતીત હોય તો હવે તેનો ઉપાય મીઠા પાસે છે. દર્દીએ સુતી વખતે માથુ પૂર્વ દિશામાં રાખવુ. દર્દીના માથા પાસે સીંધાલુણ રાખવુ. એટલુ જ નહી દર્દીના ભોજનમાં પણ સામાન્ય મીઠાનો નહી પરંતુ સીંધાલુણનો ઉપયોગ કરવો. લાંબા સમયથી બીમાર દર્દીના માથા પાસે મીઠુ રાખો અને એક અઠવાડીયા બાદ તેને બદલી નાખો. તમે જોશો કે આ દર્દીની તબીયત ધીરે ધીરે સારી થઈ રહી છે.
- ગૃહ કલેશથી મળશે મુક્તિ
તમારા શયનકક્ષના એક ખુણામાં સીંધાલુણ મીઠાના એક કટકાને મુકી દેવાથી તમારા અને તમારા સાથી વચ્ચેના મનભેદ દૂર થશે. તમારા જીવનમાં શાંતિનો પ્રવેશ થશે અને તમને ગૃહ કલેશમાંથી મુક્તિ મળશે. પરંતુ યાદ રહે કે આ મીઠાને તમારે એક મહિના બાદ બદલી દેવાનું છે
- મનની બેચેની કરો દૂર
જો તમારુ મન ખુબ જ અશાંત રહે છે તો સ્નાન કરતા સમયે તમે મીઠાનો ઉપયોગ કરી શકો છો. જો તમે કોઈ ચીંતાથી ગ્રસ્ત છો અને તમને સતત વિચારો આવ્યા કરે છે તો તેનાથી તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પહોંચી શકે છે. આ સમસ્યાના ઉપચારના ભાગરૂપે તમારે મીઠાના પાણીથી સ્નાન કરવાનું છે. તેનાથી તમારુ ચીત્ત અને મન બંન્ને શાંત થશે.
- કુંડળીમાં નબળા મંગળ અને ચંદ્ર માટે
જો તમારી કુંડળીમાં ચંદ્ર ગ્રહ નબળો છે તો તમે સમુદ્રી મીઠુ કે સાધારણ મીઠાનો ઉપયોગ ન કરો. તેની જગ્યાએ તમે સીંધાલૂણ મીઠાનો ઉપયોગ કરો. તેનાથી તમારા નબળા મંગળ અને ચંદ્ર ગ્રહ પર સારો પ્રભાવ પડશે.
- શનિના ખરાબ પ્રભાવથી બચવા માટે
જો તમને તમારા ભોજનમાં મીઠુ ઓછુ લાગે તો તેમાં તમે ઉપરથી મીઠુ નાખતા હોવ છો. પરંતુ હવે તમે ઉપરથી મીઠુ નાખવાને બદલે કાળુ મીઠુ કે મરચાની જગ્યાએ કાળા મરીનો ઉપયોગ કરી શકો છો. આમ કરવાથી તમારા પર શનિનો દુષ્પ્રભાવ દૂર થઈ જશે.
- નજર ઉતારવા માટે પણ મીઠુ કારગત
કહેવાય છે કે, ‘મીઠી નજર માની પણ લાગે.’ જો તમને લાગે કે તમને અથવા કોઈ બાળકને નજર લાગી છે તો એક ચપટી મીઠુ લો. આ મીઠાને બાળક પરથી સાત વાર ઉતારીને વહેતા પાણીમાં નાખી દો. દરેક વ્યક્તિ પરથી પણ મીઠુ ઉતારી દો. આ મીઠુ ઘરની બહાર વહેતા પાણીમાં ફેકી દો અથવા શૌચાલયમાં નાખી દો.
- મીઠાથી વાસ્તુદોષ પણ દૂર થાય છે.
કેટલીક વખત વાસ્તુદોષની પરીસ્થીતિમાં તમે કોઈ બદલાવ નથી કરી શકતા. એવામાં વાસ્તુદોષને કારણે મનમાં ભય, ચીંતા, ઉદાસી અને ઉચાટ રહે છે. આ સમસ્યાઓને ટાળવા માટે બંન્ને હાથમાં મીઠુ લો અને થોડી વાર તેને રાખીને વોશ બેસીનમાં નાખી દો. એક વસ્તુનુું ખાસ ધ્યાન રાખો કે આ મીઠાને ગમે ત્યાં ન નાખો.
- ગંદકી દૂર કરવા માટે ઉપયોગી
દરેક પ્રકારની ગંદકી દૂર કરવા માટે મીઠુ અક્સીર છે. આ ઉપાય ખુબ જ સરળ છે. તેના મારે એક કાચનું વાસણ લો. આ વાસણમાં સમુદ્રી મીઠુ ભરવાનું છે. ત્યાર બાદ આ વાસણને તમારે બાથરૂમમાં રાખવાનું છે. બાથરૂમની નકારાત્મક ઉર્જા દૂર કરવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે. આ મીઠાને પંદર દિવસ પછી ટોયલેટમાં જ ફેંકી દો. અને આ વાસણમાં નવુ મીઠુ ભરી દો. આ ઉપરાંત એ પણ જૂઓ કે શું તમારુ ટોયલેટ ઉત્તર-પૂર્વમાં છે ? જો હા, તો તેના દરવાજા પર રોરીંગ લાયનનો ફોટો લગાવી દો. તેનાથી તમને અચુક ફાયદો થશે.
- આવકમાં વધારો કરવા માટે
તમારા ઘરમાં ધનની સતત કમી રહેતી હોય અને તમે લક્ષમીની પ્રાપ્તિ ઈચ્છતા હોવ તો આ ઉપાય કરો. એક બાઉલમાં મીઠુ લો. તેમાં ચારથી પાચ લવીંગ નાખો. તેનાથી મીઠામાં સુગંધ બની રહેશે અને સતત ધનની પ્રાપ્તિ થશે. અને તેમારા ઘરમાં આવેલી અલક્ષમીનો પણ નાશ થશે.
- નકારાત્મક ઉર્જા દૂર કરવા માટે
ગુરૂવારને છોડીને બાકીના દિવસોમાં ઘરમાં પોતા કરતી વખતે પાણીમાં થોડુ મીઠુ નાખી દો. તેનાથી ધરમાં સ્વચ્છતા આવશે અને ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. તો આ રીતે મીઠાના ઉપાયો કરો જે ખુબજ સરળ છે. આ સરળ ઉપાયોથી તમને ખુબ જ ફાયદો થશે. આશા છે કે, આપને આ લેખ ગમ્યો હશે.