🌹 ગુલાબને પ્રેમનું પ્રતીક માનવામાં આવે છે. તે સિવાય જ્યારે આપણે દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરીએ ત્યારે ગુલાબનો ખાસ ઉપયોગ કરવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં ગુલાબના ફૂલને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. ગુલાબ માત્ર પૂજા અર્ચના માટે ઉપયોગમાં નથી લેવામાં આવતું. તેમાંથી પરર્ફ્યુમ, અગરબત્તી, બ્યુટી પ્રોડક્ટની વસ્તુ, કેટલીક મીઠાઈ વગેરે જેવી વસ્તુ બનાવવા માટે તેનો ઉપયોગ થતો હોય છે. આ રીતે ગુબાલ આપણને સુગંધ તો આપે છે સાથે બીજી અનેક રીતે ઉપયોગમાં પણ આવે છે.
🌹 કેટલાક લોકો જાણતાં નહીં હોય કે ગુલાબ સ્વાસ્થ્યને સુધારવાનું કામ પણ કરે છે. એટલું જ નહીં તમારી પ્રગતિમાં પણ વધારો કરે છે. તો ચાલો જોઈએ ગુલાબના કયા ઉપાયથી આપણને લાભ મળશે…
🌹 ધન મેળવવા માટે- આજકાલ સૌ કોઈને ધનની જરૂર હોય છે તો તેને કેવી રીતે મેળવવું એ ઉપાય જણાવીશું. તમને ખ્યાલ હશે કે માતા લક્ષ્મીને ગુલાબ સૌથી વધારે પ્રિય છે. તેમાં ખાસ કરીને માતા લક્ષ્મીના જે 8 સ્વરૂપ છે. તેમાંથી એક વૈભવ લક્ષ્મીને લાલ ગુલાબ બહુ પસંદ છે. જો તમે દર શુક્રવારે માતા લક્ષ્મીને લાલ રંગનું ગુલાબ અર્પણ કરશો તો ધન ઘરમાં આવવા લાગશે. યાદ રહે દર શુક્રવારે તમારે આ ઉપાય કરવાનો રહેશે. બીજું કે ઘરમાં વધારાના ખર્ચા થતાં હોય તો રોજ ગુલાબ તિજોરીમાં મૂકવાનું રાખો આર્થિક પરિસ્થિતિમાં બદલાવ આવશે.
🌹 સ્વાસ્થ્ય સારું રાખવાનો ઉપાય :
🌹 -જો તમારા ઘરમાં કોઈ વ્યક્તિ બીમાર હોય તો તેના તકિયા નીચે 5 ગુલાબના ફૂલ મૂકી દો. જે વ્યક્તિ બીમાર હશે તેનું સ્વાસ્થ્ય સુધરવા લાગશે. ગુલાબની સુગંધ તમારા મનને પ્રફુલ્લિત કરશે સાથે સાથે સ્વાસ્થ્ય પણ સુધારશે.
🌹 -ઘરના કોઈ સભ્યને તાવ આવ્યો હોય તો ગુલાબની થોડી પાંખડી પાણીમાં નાખી સ્નાન કરી શરીર સ્વચ્છ કરવાથી જરૂર ફાયદો થશે.
🌹 વાતાવરણમાં બદલાવ લાવવા :
🌹 -ઘણી વખત આપણે નોકરી કરતાં હોઈએ તે જગ્યા પર સહકર્મચારી સાથે મનભેદ થતો હોય છે. અમુક વાતોને લઈ તે હેરાન પણ કરતાં હોય છે. તો પોતાના ટેબલ પર રોજ ગુલાબના બે ફૂલ રાખો. આ ઉપાય કરવાથી સકારાત્મક ઉર્જા ફેલાશે અને જે કર્મચારી પરેશાન કરે છે તે તમારા પક્ષમાં થઈ જશે.
🌹 -જો કોઈ સારા કામે જઈ રહ્યા હોવ અને તેમાં સફળતા મળે તેના માટે ઘરેથી નીકળતા પહેલા વાળ અથવા કપડાંમાં એક ગુલાબનું ફૂલ લગાવવું સફળતા જરૂરથી મળશે.
🌹 ખરાબ સપનાં- અમુક સમયે ખરાબ સપનાં આવતાં હોવાથી લોકોમાં ડર બેસી જતો હોય છે. તો આ ડરને દૂર કરવા માટે તમે દર મંગળવારે 11 ગુલાબના ફૂલ હનુમાનજીને અર્પિત કરવાના રહેશે. તેના પછી હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય કરવો. ગમે તેવો ડર હશે તે તમારા મનમાંથી દુર થઈ જશે.
જો આ ગુલાબના ફૂલના ફાયદા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.