આપણી આસપાસ જોવા મળતાં નાના મોટાં છોડ ઉનાળાની સીઝનમાં કરમાય જાતાં હોય છે. થોડા થોડાં અંતરે તેની કેર કરવી પડતી હોય છે. અત્યારે ફ્લેટમાં રહેતા લોકો પણ તેમની બાલ્કનીમાં અલગ અલગ પ્રકારના ફૂલ છોડ ઉગાડતા હોય છે. તેમાં તુલસીનો અને ગુલાબનો છોડ ગમે તે વ્યક્તિના ઘરે જાવ તમને જોવા મળતો જ હોય છે.
જે લોકો પોતાના ઘરની ટેરેસ, બાલ્કની, કે ગાર્ડનમાં ગુલાબનો છોડ ઉગાડતા હોય છે. તેમને ગુલાબનો છોડ ઉનાળાની ઋતુમા ઉગતો હોતો નથી. શિયાળામાં આ છોડ પર જે ગુલાબ આવતા હોય છે. તેના પ્રમાણમાં ઓછા આવે અથવા સૂકાય જતો હોય છે. એ સિવાય પણ કહેવાય છે કે ગુલાબના છોડમાં ફંગસ જલ્દી થઈ જતું હોવાથી તેની ખાસ કાળજી રાખવી પડે છે. ઘણી વખત તો કોઈ એક્સપર્ટની સલાહ લેવી પડતી હોય છે. પરંતુ આજે તમને નાની નાની ટિપ્સ જણાવીશું જેનાથી તમારે ઓછા પૈસામાં સરસ મજાના સુગંધીદાર ગુલાબના ફૂલ આવવા લાગશે.
- ગુલાબ માટે આ રીતે માટીનું રાખો ધ્યાન,
કોઈપણ છોડ હોય માટીનું ખાસ ધ્યાન રાખવું પડતું હોય છે. તેમાં ખાસ કરીને રેતીવાળી માટી હોવી જરૂરી છે. તેની સાથે ગોબરનું ખાતર મિક્સ કરતા રહેવું. અને માટીને હાર્ડ થવા ન દેશો. તેનું યોગ્ય સમય-સમય પર ખોદવી જેથી તમે જ્યારે પાણી પીવડાવો ત્યારે પાણી છોડના મૂળ સુધી પહોંચી શકે.
જો તમે નવો છોડ રોપ્યો હોય અથવા ઘરમાં લાવ્યા હોવ તો થોડા થોડા સમયે તેની માટી બદલતા રહેવું અને ખોદવી જોઈએ. છોડ થોડા સમયમાં મોટો થતો હોવાથી તેની કાપણી પણ એટલી જ જરૂરી બની રહેતી હોય છે. એ ઉપરાંત ગુલાબની ડાળી કાપો ત્યારે નીચેથી ન કાપતાં ઉપરથી કાપવી જેથી કરીને છોડ મૂળમાંથી વધારે સારો ઉગે.
એક વાતનું ખાસ ધ્યાન રાખવું, છોડને સારો રાખવા તમારે સારી માટીનો ઉપયોગ કરવો. જો તમે કઠણ અને કાળી માટીનો ઉપયોગ કરશો તો ક્યારેય સારા ફૂલ આવશે નહીં. થોડા સમયે નર્સરીમાંથી નવું કુંડું લાવો અને ઉપર જણાવ્યા મુજબ માટીનો ઉપયોગ કરો.
- આ રીતે કાપવો-
કહેવાય છે કે ગુલાબના છોડમાં ફંગસ જલ્દી થઈ જતું હોય છે. જેના કારણે છોડ જલ્દી ખરાબ થઈ જતો હોય છે. આ છોડને પણ ખાસ કાળજી રાખી હંમેશાં તરો તાજા રાખી શકો છો. ભલેને પછી ઉનાળાની ઋતુ જ કેમ ન હોય…!
ખાસ કરીને તે હંમેશાં તાજગીસભર રહે તેના માટે નિયમિત કાપતા રહેવું પડે છે. છોડમાં જે પાન પીળા પડી ગયા હોય તેને ડાળીમાંથી દૂર કરી નાખવા જોઈએ. જેથી બીજા પાન પણ પીળા થતા અટકી જાય. હંમેશાં આ છોડને ઉપરથી કાપો. જેથી કરીને નીચેથી વધારે જાડો થાય છે. ગમે તેટલી લંબાઈ વાળો થાય છોડ પણ જો તમે આ રીતે કાપશો તો ક્યારેય કરમાશે નહીં. અને તેની પર સરસ મજાના ફૂલ આવશે.
- છોડ ન સુકાય તેનું ધ્યાન રાખવું.
જો તમને લાગે કે ગુલાબનો છોડ સુકાય રહ્યો છે તો ખાટા ફળોની છાલ એક ડોલ પાણીમાં નાખી રાખો. બે દિવસ પછી તે પાણી છોડમાં રેડો. તેમાં એક વાતનું ખાસ ધ્યાન રાખો તે ડાયરેક્ટ પાણી ન રેડતા સ્પ્રેની બોટલ હોય તેમાં ભરીને છાંટવું.
એ સિવાય પણ જો શાકભાજી- દાળ-ચોખા ધોયા પછી તે પાણી એક જગ્યા પર ભેગું કરી રાખો. એ ઉપરાંત બાફેલા બટેકાનું પાણી પણ તમે રેડી શકો છો. આ પાણીથી છોડને ભરપૂર ન્યૂટ્રિયેન્ટ્સ મળી રહેશે. અને ગુલાબનો છોડ સુકાશે નહીં.
- યોગ્ય માત્રામાં તડકો આપો..
દરેક એવું માનતા હોય છે કે જેટલા તડકામાં ફૂલ છોડને રાખશો તેટલા વધુ સારા ખીલશે. પરંતુ આ સૌથી મોટી ભૂલ છે. ગુલાબના છોડને વધારે તડકાની જરૂર હોતી નથી. શિયાળામાં આ છોડ વધારે સારો થાય છે અને ફૂલ આપે છે.
વધારે ફૂલ આવે તે માટે આખો દિવસ છોડ તડકે રાખે છે. તેનાથી વધારે ફૂલ આવતા નથી. પણ તે ખરાબ થઈ જાય છે. તેને સવારમાં 2-3 કલાક તડકો મળી રહે ત્યાર બાદ ઘરમાં અંદરની સાઈડ, કે ગ્રીન શેડ અથવા ગ્રીન કપડાથી કવર કરી લેવો જોઈએ. જેથી તે સૂકાય ન જાય.
- વધારે પાન ખરવા લાગે ત્યારે શું કરશો.
માત્ર ગુલાબનો છોડ જ નહીં કોઈપણ છોડમાં વધારે પડતું પાણી નુકશાનકારક હોય છે. તેવી જ રીતે ગુલાબના છોડ માટે વધારે પડતું પાણી નુકશાનકારક સાબિત થાય છે. માટે આ છોડને જેટલા પાણીની જરૂર હોય તેટલું આપવું. બહુ ઓછું પાણી પણ નુકશાન કરે છે. એટલે પ્રમાણસર જ પાણી છોડમાં રેડવું જોઈએ.
જો તમે ગુલાબનો છોડ તકડામાં રાખતા હોવ તો તેને પાણીની જરૂર પડશે. તડકામાં ન રાખતા હોવ અને રોજ પાણી આપશો તો ગુલાબના છોડના પાન પીળા થઈને ખરવા લાગશે ને તેના મૂળમાં ફંગસ થવાની શરૂઆત થઈ જશે. આમ છોડમાં માટી કઠણ ન થઈ જાય તેનું પણ ધ્યાન રાખવું.
- હોમ મેડ કમ્પોસ્ટનો ઉપયોગ- (ઘરે બનાવેલ ખાતર)
ગુલાબના છોડમાં તમે બજારમાં મળતું ખાતર લાવીને નાખી શકો છો. પરંતુ ઘરે બનાવેલું ખાતર વધારે ફાયદાકારક રહેશે. માટે બને તો હોમ મેડ કમ્પોસ્ટ ખાતરનો જ ઉપયોગ કરવો.
કેલાની છાલનું કમ્પોસ્ટ બનાવી શકો છો. એક કેળાની છાલ લઈ તેને પાણીમાં ઉકાળી લો. બરાબર ઉકળી જાય પછી તેને ગેસ પરથી નીચે ઉતારી ઠંડુ થયા બાદ તેમાં રેડવું. એ સિવાય પણ તમે કેળાની છાલને સુકવી ત્યારબાદ તેનો પાઉડર બનાવીને પણ માટી સાથે મિક્સ કરી શકો છો. કેળાનો પાઉડર તમે 15 દિવસે માટી સાથે મિક્સ કરી નાખી શકો છો.
તમે ગ્રીન ટી અથવા રોજ સવારે બનતી ચાની ભૂકી પણ ખાતર તરીકે નાખી શકો છો. અથવા ચાની ભૂકી પાણીમાં ઉકાળી તે ઠંડું થયા બાદ તેને ગાળી લઈ ગુલાબના છોડમાં નાખવી.
- જીવજંતુને આ રીતે રાખો દૂર- છોડ રહેશે હેલ્ધી.
કોઈપણ છોડ હોય તેની ઉપર જંતુ તો આવી જ જતાં હોય છે. અને ગુલાબના છોડ પર જલદી આવી જતા હોવાથી લીમડાનું તેલ યુઝ કરી શકો છો. અને જો એ નાખી ન શકતા હોય તો લીમડાનો પાઉડર માટી સાથે થોડા થોડા દિવસના અંતરે નાખો. જેથી ગુલાબના છોડમાં જીવજંતુ નહીં આવે. અને સરસ સુગંધી વાળા ગુલાબ આવશે.
- ક્યા પ્રકારનો પ્લાન્ટ છે તે જુઓ.
ગુલાબના કલર અલગ હોય છે. તેમ તેના પ્રકાર પણ અલગ હોય છે. ઇંગ્લિશ રોઝ અને દેશી રોઝ. જો તમારી પાસે દેશી ગુલાબનો છોડ છે તો તેની કેર ઓછી કરશો તો પણ ખીલી ઉઠશે. દેશી ગુલાબમાં સુગંધ વધારે હોય છે, પરંતુ તેમાં વેરાયટી હોતી નથી. માત્ર ગુલાબી, સફેદ અને લાલ રંગના જ જોવા મળતા હોય છે. એવી રીતે ઇંગ્લિશ ગુલાબ અલગ-અલગ કલર, શેપ, સાઈઝમાં જોવા મળે છે. ઇંગ્લિશ રોઝમાં સુગંધ હોતી નથી.
- છોડની ડાળી પર હળદર લગાવો જાણો કારણ અને તેની રીત.
આયુર્વેદમાં મોટાભાગના રોગને દૂર કરવા માટે હળદરનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તેવી જ રીતે ગુલાબના પાનને તાજો રાખવા માટે હળદર લગાવી જરૂરી છે. ગુલાબના છોડમાં ફંગસ ઝડપથી થઈ જાય છે. માટે જો તમે ડાળી કાપી રહ્યા છો તો તે જગ્યા પર થોડી હળદર લગાવી દો. જે ડાળી તમે કાપી છે તેના પર હળદર પાઉડર લઈ પાણીના થોડા ટિંપા નાખી મિક્સ કરો અને તે ડાળી પર લગાવો. જેથી છોડમાં ફંગસ થશે નહીં. જો તમે છોડને કાપ્યા પછી એમ જ મૂકી દેશો તો ફંગસના કારણે છોડને ખરાબ થતા વાર નહીં લાગે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.