દરેક સ્ત્રી સવારની કે સાંજની પડેલી રોટલી વઘારી નાખતી હોય છે. કોઈ છાશમાં વઘારે અથવા કોઈ સૂકી તેલમાં વઘારીને નાખતી હોય છે. કેટલાક બાળકો નાસ્તામાં આ સૂકી રોટલીનો ચેવડો લઈ જતી હોય છે. તેમાંથી કેટલીક ગૃહિણીઓ તો રોટલીના ખાખરા બનાવતી હોય છે. પરંતુ આજે તમને એવી એક વાનગી શીખવીશું છે. પડેલી રહેલી સવારની રોટલીમાંથી તમારી સાંજની રસોઈ જઈ જશે અને ઘરના સભ્યો પેટ ભરીને ખાશે.
તો ચાલો જોઈએ આ વાનગી બનાવવા માટે કઈ કઈ સામગ્રી જોઈશે.
સામગ્રી- 4-5 નંગ રોટલી સવારની હોય તો પણ ચાલશે, તેલ એક ચમચી, 1 ચમચી રાઈ, 1 ચમચી જીરું, 1 ચમચી લાલ મરચું પાઉડર, 1 ચમચી હળદર, 3 નંગ લીલા મરચાં, બાફેલા બટાકા 3 નંગ, પનીર 50 ગ્રામ (છીણી લેવું), મીઠું સ્વાદ અનુસાર, કોથમીર, 1 ચમચી દહીં, લીલી ચટણી, ટામેટા-ડુંગળી 1-1 નંગ, ટોમેટો કેચપ.
બનાવવાની રીત- સૌ પ્રથમ એક કડાઈ લો તેને ગેસ પર મૂકો. થોડી ગરમ થઈ જાય એટલે એક ચમચી તેલ રેડી થોડી વાર માટે ગરમ થવા દો. તે ગરમ થઈ જાય એટલે તેમાં રાઈ અને જીરું નાખો. આ બંને વસ્તુ બરાબર તતડ્યા પછી તેમાં લીલાં મરચાં, લાલ મરચું પાઉડર, માપ પ્રમાણે હળદર, મીઠું નાખો.
આ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં બાફેલા બટાકા મેશ કરીને નાખવા, ત્યાર બાદ છીણેલું પનીર એડ કરવું. આ બંને વસ્તુને 2-3 મિનિટ સુધી ચડવા દેવું. તેમાં થોડી ખાંડ સ્વાદપ્રમાણે (જો ગળ્યો ટેસ્ટ ભાવતો હોય તો) અડધું લીંબુ પણ નાખી શકો છો.
આ બધી વસ્તુ બરાબર મિક્સ થઈ જાય પછી તેમાં કોથમીર નાખી બરાબર હલાવી ગેસ બંધ કરી લો. આ સ્ટફ એક પ્લેટમાં કાઢી થોડું ઠંડું થવા દો. પ્લેટમાં કાઢ્યા બાદ તેમાં એક ચમચી દહીં એડ કરી બધું મિક્સ કરો.
હવે એક રોટલી લઈ તેની પર ટોમેટો કેચપ લગાવો પછી તેના અડધા ભાગ પર બટાકાનો મસાલો લગાવો. તે મસાલા પર ઝીણા સમારેલા ડુંગળી-ટામેટાં મૂકો, થોડું મીઠું છાંટી રોટલી અડધી વાળવી. રોટલીને તવા પર શેકો તેના માટે અડધી ચમચી તેલ તવા પર મૂકો તે થોડું સ્પ્રેડ કરવું.
એક બાજુ રોટલી બરાબર શેકાય જાય એટલે બીજી બાજુ થોડી ગુલાબી રંગની થાય ત્યાં સુધી શેકો. એક પછી એક બધી રોટલી આ રીતે વચ્ચે સ્ટફ ભરી ગરમ કરો. તૈયાર છે તમારી વધેલી રોટલીનો ચટપટો નાસ્તો. જે ઘરના દરેક સભ્યોને જરૂર ભાવશે.
બટાકાના આ મસાલામાં તમે ટામેટાં-ડુંગળીની જેમ કાકડી-ગાજર-કોબીજ ઉમેરીને વધારે સારી વાનગી પણ બનાવી શકો છો. અને આ રોટલીને ટોમેટો કેચપ અથવા ગ્રીન ચટણી સાથે ખાઈ શકો છો. બાળકોને લંચબોક્સમાં ભરવા માટે આ ઉત્તમ નાસ્તો છે.
અઅ નાસ્તો બાળકોની સાથે સાથે વડીલોને પણ બહુ ભાવશે, ઘણી વખત તમે રાત્રે બહુ વધુ ખાવાનું મન ના હોય ત્યારે તમે આ નાસ્તો બનાવી શકો છો. આશા છે કે, આ નાસ્તો તમને ભાવશે, તેમજ તમારા પૂરા પરિવારને પણ ભાવશે. નીચે કોમેન્ટ કરીને અમને આ નાસ્તો કેવો લાગ્યો તે વિષે જરૂર જણાવો.
આ રોટીના નાસ્તાની આ બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.